Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ્ઞાનસાર સૂત્ર વિવરણ. सरित्सहस्रःपूरसमुद्रोदरसोदरः। तृप्तिमान् नेंद्रियग्रामो, नवतृप्तोऽन्तरात्मना ॥३॥ . ભાવાર્થ–જેમ હજારોગમે નદીઓના પ્રવાહથી સમુદ્ર તૃમિ પામતે નથી તેમ ઈદ્રિયવર્ગ પણ ગમે તેટલા અનુકૂળ વિષયભેગથી કદાપિ તૃપ્ત થતું નથી; માટે સંતેષ વૃત્તિ ધારવીજ શ્રેયકારી છે. સંતેષ વિના વિષયતૃષ્ણાને અંત કદાપિ પણ આવવાને નથી. સંતેષજ સર્વ સુખનું મૂળ છે. વિવેચન–જેમ લવણુ સમુદ્રમાં હજારે નદીઓ આવીને મળે છે તે પણ તે તૃપ્ત થતું નથી અને અગ્નિમાં ગમે તેટલાં તૃણ કાષ્ઠાદિક હોમે તે પણ તે તૃપ્ત થતું નથી, તેમ વિષયાસક્ત જીવ પણ કામગથી કદાપિ તૃપ્ત થતું નથી. એટ: લુંજ નહિ પણ અધિકાધિક કામગની ઈચ્છા કરે છે, અને પરિણામે લલિતાંગ કુમારની પરે વિડંબનાપાત્ર થાય છે. લલિતાંગ કુમારનું ચરિત્ર જાણવાની ઈચ્છા હેય તેણે કળિકાળસર્વજ્ઞ બિરૂદધારી શ્રીમદ હેમચંદ્રસૂરિકૃત પરિશિષ્ટપર્વ જેવું. - દિવ્ય એવા વિષયભેગમાં આસક્ત બની પ્રમાદવશ પતિત થયેલા પ્રાણીએને નરકાદિકની મહા વ્યથાઓ ભોગવવી પડે છે. જેમ અગ્નિયોગે મીણ અને માખણ ઓગળી જાય છે તેમ રમણીના રૂપ લાવણ્ય અને હાવભાવથી માણસેનાં મન દ્રવી જાય છે. ગમે તેવા શૂરવીર પણ રમણીના વિલાસમાં સપડાઈ જાય છે, જેમણે પિતાના મનને અને ઇટ્રિયેને સારી રીતે જીતી લીધા છે તે તેથી ડગતા નથી અને તેજ ખરેખરા ધીર વીર ગણાય છે. યતઃ વિજાર સતિ વિચિતે વે ન જોતાંતિ રાવ ધીરઃ મતલબ કે વિષયવિકાર પેદા થાય એવાં કારણ સમીપે છતાં જેમાં મન અવિકૃત (અવિકારી), રહે તેજ ખરેખર ધીર છે. અંતરમાં સંતોષને ઉદય થયા વિના વિષયતૃષ્ણ કદાપિ શમતી નથી. સંતોષવૃત્તિ અમૃતવૃષ્ટિ સમાન છે, તેવડે વિષયઅગ્નિથી ઉત્પન્ન થતી અને અનુકૂળ સંગે વૃદ્ધિ પામતી તૃષ્ણારૂપી જવાલા શમી જાય છે. સંતે વૃત્તિ વિના કદાપિ તૃષ્ણને છેદ થઈ શકતું નથી. સંતેષ વૃત્તિના અભાવે તે દિન પ્રતિદિન વધતી જ જાય છે. એમ વિચારી સુજ્ઞ જનેએ વિષયતૃષ્ણને દવા જરૂર સંતોષવૃત્તિ ધારણ કરવી. કહ્યું છે કે ન તૂળ પર વ્યાધિ: તૃષ્ણ સમાન દુનિયામાં કઈ બળવાન વ્યાધિ નથી. તૃષ્ણાજ સર્વ વ્યાધિનું મૂળ કારણ છે. તૃષ્ણાથીજ આંતર દુઃખ યા વ્યાધિ ઉત્પન્ન થાય છે, અને એ પ્રકારે થતી આધિવડે વિવિધ જાતની વ્યાધિ સંપજે છે. એવી રીતે અનેક તરેહની આધિવ્યાધિનું ઉપાદાન કારણ તૃષ્ણાજ કહી શકાય છે, તૃષ્ણાવડે ચિત્તમાં જે ક્ષે ભ ય ચિંતા ઉપજે છે તે બળતી ચિતાની પરે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40