Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવાણું યાત્રાને અનુભવ. કારણ શ્રી શિષભદેવ ભગવંત નવાણુ પૂર્વવાર આ તીર્થે પધાર્યા, રાયણ વૃક્ષની નીચે ભગવંતનું સમવસરણ થયું, એમણે આપેલી દેશનાથી અનેક જીવો પ્રતિબંધ પામ્યા, ભગવંતે અનેક મુનિઓને શત્રુંજયના પૃથક પૃથક્ શિખરે મુક્તિ પામવા ના કારણભૂત સૂચવ્યા, તે તે સ્થાને અનશન કરીને અનેક મુનિઓએ સિદ્ધિસ્થાન મેળવ્યું, જેથી એ તીર્થનું મહાભ્ય પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામ્યું. આ કારણને લ ઈને અલ્પ આયુષ્યના પ્રમાણમાં માત્ર ૯૯ યાત્રા કરીને આ તીર્થની ભક્તિને, તીર્થાિધિરાજની સેવાને લાભ લેવાની પ્રવૃત્તિ પૂર્વપુરૂએ શરૂ કરેલી હાલમાં પ્રવર્તે છે. શ્રી કષભદેવ ભગવંતનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું, તેમાં એક લાખ પૂર્વ મુનિપણે વ્યતીત કર્યા, તેની અંદર પૂર્વ એટલે તેનાં જેટલાં વર્ષો થાય તેટલાં વર્ષ ફાગણ શુદિ ૮ મેજ સિદ્ધાચળ મહા તીર્થે પધાર્યા, અને પ્રાયે રાયણ વૃક્ષ તળેજ તેમનું સમવસરણ થયું. એઓ પિતે તે કેવળજ્ઞાન પામેલા હોવાથી કૃતકૃત્ય થયેલા હતા, પરંતુ તેઓ અનેક જીવને તારનારા થયા, અને શ્રી સિદ્ધાચળ તીર્થનું અદૂભૂત આલંબન તે ભગવતેજ ભવ્ય ને બતાવ્યું, જેને આદર કરવાથી અને નેક છ સિદ્ધપદને પામ્યા. - આ તીર્થનું મહાભ્ય શ્રી શત્રુંજય મહામ્ય વિગેરેમાં જે બતાવવામાં આવ્યું છે તેની અંદર કેટલાએક જીને અતિશક્તિ જણાય છે, પરંતુ તેમાં કિંચિત પણ અતિશયોક્તિ નથી. એ વાત અનુભવથી સિદ્ધ થઈ શકે તેવી છે. માત્ર વાતે કરવાથી માનવામાં આવે તેમ નથી. પૂર્ણ શ્રદ્ધાથી જે એ તીર્થની યાત્રાને પરમ લાભ મેળવે છે. તેને એ વાત બરાબર છે એમ અનુભવમાં આવે છે. આ તીર્થનું મહત્વ બીજા બધાં તીર્થો કરતાં વિશેષ એટલા માટે છે કે-બીજા તીર્થી મુનિરાજના નિર્વાણથી કે તીર્થકરોના કલ્યાણકથી થયાં છે અથવા જિનમંદિરાદિકની બહુલતાને લઈને પણ થયા છે અને આ તીર્થના અવલંબનથી અનેક મુનિરાજ સિદ્ધપદને પામ્યા છે, તેથી આ તીર્થનું મહમ્ય અન્ય તીર્થો કરતાં અતિ ઉત્કૃષ્ટ છે. * * છે. વળી આ તીર્થે સિદ્ધિપદને પામેલા મુનિરાજની છેડોની સંખ્યા સાંભળીને પણ કેટલાક જીવે ચમત્કાર પામે છે, તેની અશ્રદ્ધા કરે છે અથવા તે સંખ્યામાં કઈ જાતિને ભેદ હેવાની સંભાવના કરે છે, પરંતુ શ્રી ષભદેવ ભગવંતના મુખ્ય ગણધર પુંડરિક સ્વામીથી આરંભીને મહાવીર સ્વામી પર્યત જેજે મુનિએ સિદ્ધિપદને પામ્યા છે તેની સંખ્યા માત્ર કેડેમાંજ બતાવવામાં આવી નથી પણ લાખ, હજાર, સેંકડે અને તેથીનાની સંખ્યા પણ બતાવતામાં આવી છે. તેથી તેમાં અને શ્રદ્ધા કરવાનું કિંચિત્ પણ કારણ નથી. છતાં સંખ્યાની વાત બાજુ ઉપર રાખીએ ૧ ચોરાશી લાખ એટલે પૂર્વગ, તેને ચોરાશી લાખે ગુણતાં જે સંખ્યા આવે તે પૂર્વ : - ~ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40