________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા યાત્રાને અનુભવ. ક્ય તીર્થનું મહામ્ય કહ્યું છે તે તમે સાંભળે. ” પ્રાંતે છેલી ગાથામાં કહે છે કે
સારાવળી પનામાં શ્રુતધરે કહેલી ગાથાઓ જે ભણે, ગુણે કે સાંભળે તે શત્રુંજયની યાત્રાનું ફળ પામે” અર્થાત્ સારાવળી પન્નામાં શત્રુંજયના મહાસ્યની જે ગાથાઓ છે તેના વણાદિકનું પણ એટલું ઉત્કૃષ્ટ ફળ છે.
બીજો ક૯૫ શત્રુંજય મહા તીર્થ કલ્પનામે માગધી ૩૯ ગાથાઓને છે. તેના પ્રારંભમાં કહે છે કે “શ્રત સિદ્ધાંતમાં વર્ણવેલા અને દેવેદ્રએ વદેલા એવા જે તીર્થરાજને વિદ્યાપ્રવાદ પૂર્વના પ્રાભૂતમાં ૨૧ નામ કહેલા છે તે તીર્થની અમે સ્તવના કરીએ છીએ. આ ગાથા ઉપરથી શત્રુંજય મહા તીર્થ સંબંધી વર્ણન, તેનું મહાભ્ય વિગેરે વિદ્યાપ્રવાદ પૂર્વમાં વર્ણવેલું હતું એમ સિદ્ધિ થાય છે. તેના પાહુડા (પ્રાભૂતોનું નામ આ ગાથામાં આપ્યું નથી, પરંતુ ઉપલક્ષણથી શત્રુંજય નામને જ પાહ હોવા સંભવ છે. એ ક૯૫ની ૩૦મી ગાથામાં કહ્યું છે કે “શ્રી ભદ્રબાહ સ્વામીએ રચેલા શત્રુંજયના કલ્પથી શત્રુંજય તીર્થનું મહાસ્ય શ્રી વજી રવાની એ ઉદ્ધર્યું, અને તેના પરથી શ્રી પાદલિપ્ત સૂરિએ સંક્ષેપ કરીને આ કપ ર.” આ ગાથા ઉપરથી એમ જણાય છે કે ભદ્રબાહુ સ્વામી ચાદપૂવ હતા, તેથી તેમ
જ વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધરીને શત્રુંજયને માટે (વહત) કલ્પ બનાવ્યું હશે, અને તેમાંથી ઉત્તરોત્તર સંક્ષેપ થતું આવ્યું છે. બીજું એ અનુમાન પણ થાય છે કે શ્રી સુધમાં સ્વામીએ ૨૪૦૦૦ શ્લેક પ્રમાણ શત્રુંજય મહાસ્ય રચેલું તે પૃથક હોય અથવા તેમણે રચેલા ચાદપૂર્વની અંદરના વિદ્યાપ્રવાદ પર્વમાં શત્રુજય પ્રાભૂત તરીકે જ એ રચના કરી હોય.
આ બધી હકીકત પ્રારંભમાં લખવાની મતલબ એ છે જે આ મહાન તીર્થ. નું મહાતમ્ય કોઈ આજકાલના સામાન્ય પુરૂષે લખી દીધું છે એમ નથી, પરંતુ તેને માટે બહુ પ્રભાવિક મહામાં પુરૂષે કેવળી, શ્રુતકેવળી વિગેરે કહી ગયા છે, બતા વી ગયા છે અને આપણે માટે અમૂલ્ય વાસે મુકી ગયા છે. શ્રી જ્ઞાતા સૂત્રમાં તથા. અંતગડ દશાંગ સૂત્રમાં પણ શત્રુંજય સિદ્ધિ ગમનને અધિકાર છે. ઉપર જણાવેલા બંને ક૬૫માં શ્રી શત્રુંજય તીર્થનું મહાઓ બહુ ઉત્કૃષ્ટ રીતે વર્ણવેલું છે. અહીં વિષય બહુ વધી જાય તે કારણથી તેમજ આ લેખક તરફથીજ નવાણુ યાત્રાના અનુ
ભવ સંબંધી ખાસ એક બુક છપાનાર છે તેની અંદર એ બંને કલ્પ મળ ભાષાંતર - સહિત બહાર પડનારા હેવાથી તે સંબંધી વિશેષ લખવામાં આવતું નથી તે પણ ટુંકામાં બે ચાર બાબતે જણાવવામાં આવે છે.
શ્રી શત્રુંજય મડામ્યમાં બતાવવામાં આવ્યું છે કે શ્રી મહાવીર સ્વામી ભગ ૧ જુઓ પ્રશમરતિ ભાષાંતરદિની બુક પૃષ્ઠ. ૧૮૮
For Private And Personal Use Only