________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e
જે ધર્મ પ્રકાશ.
વંત શ્રી શત્રુંજ્ય પધારતાં સાધમે તેમને વાંદવા આવ્યા પછી ભગવંતની સ્તુતિ કરીને તેમણે ભગવંતને પુછ્યું કે–
હે જગતના આધારભૂત ભગવન! આ જગતમાં તીર્થરૂપ તે તમેજ છે અને તમારાથી અધિષ્ઠિત એવું આ તીર્થ વિશેષપણે પવિત્ર ગણાય છે. હે પ્રભુ ! આ તીર્થમાં શું દાન અપાય છે? શું વ્રત તથા જપ કરાય છે અને શું તપ કરાય છે?અહીં શું શું સિદ્ધિઓ થાય છે? અહીં શું ફળ મેળવાય છે? શું ધ્યાન કરવાને યોગ્ય છે? અને શું સુકૃત પ્રાપ્ત થાય છે ? આ પર્વત કયારે થયે છે? શા માટે થયે છે અને તેની સ્થિતિ કેટલી છેઆ નવીન પ્રાસાદ કયા ઉત્તમ પુરૂ કરાવેલું છે? અને તેમાં ૨હેલી આ ચંદ્રની સ્ના જેવી સુંદર પ્રતિમા કેણે નિર્માણ કરી છે? આ પ્રભુની પાસે દ્વાર ઉપર પગ ધારણ કરીનેક્યા બે દેવ રહેલા છે તેમના નામ અને દક્ષિણ પડખે બે મૂર્તિ કેની છે? બીજા આ દેવતા કયા છે? આ રાજાની (રાયણ)નું વૃક્ષ કેમ ૨ હેલું છે તેની નીચે રહેલી બે પાદુકા કોની છે? આ કયા મયૂરપક્ષીની પ્રતિમા છે? આ કો યક્ષ અહીં રહે છે? આ કઈ દેવી વિલાસ કરી રહી છે આ કોણ મુનિઓ અહીં રહેલા છે ? આ કઈ કઈ નદીઓ છે ? આ કયા કયા વને છે? આ સુંદર ફળવાળાં શેનાં વૃક્ષો છે? આ કયા મુનિનું સરોવર છે? આ બીજા કું કોના કેના છે? આ રસકપી, રત્નની ખાણ અને ગુફાઓને શો પ્રભાવ છે? હે સ્વામિન્ ! આ લેપથી રચેલા સ્ત્રી સહિત પાંચ પુરૂ કેણ છે ? આ બાષભદેવને અસાધારણ ગુણ કેણ ગાય છે ? આ દક્ષિણ દિશામાં રહેલે કર્યો ગિરિ છે? અને તેને શે પ્રભાવ છે? આ ચારે દિશામાં રહેલાં શીખરો અને નગરે ક્યાં કયાં છે ? હે નાથ ! અહીં સમુદ્ર શી રીતે આ હશે ? અહીં કયા કયા ઉત્તમ પુરૂ થઈ ગયા છે? અહીં કેટલા કાળ સુધી પ્રાણી સિદ્ધિપદને પામશે? આ પર્વતનું શું સ્વરૂપ છે અને અહીં બુદ્ધિવાળા પુરૂષથી કેટલા ઉદ્ધાર થશે? હે સ્વામી ! આ સર્વ પ્રશ્નના ઉત્તર આપ કૃપા કરીને કહો. કારણકે જગતને પૂજ્ય એવા પુરૂ આશ્રિત ભકતે ઉપર વયમેવ વાત્સલ્યકારી હોય છે.”
આ સઘળા પ્રશ્નના ઉત્તર તરીકે ભગવંતે જે જે કહ્યું તેને સંગ્રહ શત્રુ જય મહાસ્યમાં કરવામાં આવ્યું છે. આટલા ઉપરથી જ એ ગ્રંથ સાત વાંચવા યોગ્ય છે એમ સિદ્ધ થાય છે. એમાંથી સંક્ષેપ કરીને પણ અહીં લખવામાં આવે તે આ લઘુ માસિકમાં સમાઈ શકે તેમ નથી, તેથી અમૃતનું આસ્વાદન કરવા માટે જેમ અમૃતનું સ્થાન જ બતાવવા ગ્ય છે, તેમ એ તીર્થનું મહાભ્ય જાણવા ઈચ્છનારને તે ગ્રંથનું ભાષાંતરજ વાંચવાનો વિચાર રાખવે એમ કહેવું યોગ્ય લાગે છે.
આ તીર્થે આવીને નવાણુ યાત્રા કરવાની પ્રવૃત્તિ થવાનું મૂળ અને વાસ્તવિક
For Private And Personal Use Only