________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. તે ગમે તેટલા પણ આ તીર્થના અવલંબને સિદ્ધિપદ પામ્યા એ વાત સત્ય લાગતી હોય તે બસ છે. કારણ કે ચમત્કાર કે મહાભ્ય મોટી સંખ્યામાં રહેલું નથી પણ સિદ્ધિપદ પામવામાં રહેલું છે. માટે જે કંઈ પણ જીવે સર્વ કર્મોથી વિમુક્ત થઈ સિદ્ધિપદને પામે અને તેમાં દઢ અવલંબનભત આ તીર્થ થાય તે એ મહાભ્ય કાંઈ ઓછું નથી. જે ક્રેઈ જીવ આ તીર્થને અવલંબનથી સિદ્ધિ પદને પામ્યા છે તે આપણે પણ શુદ્ધ શ્રદ્ધાથી દઢપણે તેનું અવલંબન ગ્રહણ કરશું તે આ ભવે નહીં તે આગામી ભવે પણ સિદ્ધિપદને પામી શકશેમાટે આ તીર્થની યથાશકિત સેવાભકિત કરવામાં તત્પર રહેવાની આવશ્યકતા છે..
કેની સંખ્યામાં આ તીર્થે સિદ્ધિપદ પામ્યા તે વિષયમાં કેટલાએક સરલ બુદ્ધિવાળા ને તેને સમાવેશ કેમ થાય તેને લઈને પણ શંકા ઉઠે છે, પરંતુ તેઓ તેની અંદર જમીનનું માપ મુકીને હિશાબ ગણતા નથી. જુએ! આ કાળના એક ધનુષ્યની અવગાહનાવાળાને જે અણુરાણ કરવું હોય તે એક ધનુષ્ય લાંબી ને એક હાથે ( ધનુષ્ય) પહોળી જમીન સંથારા માટે જોઈએ. એક ચોરસ ગાઉ બે હજાર ધનુષ્ય લાંબું પહેલું ગણવામાં આવે છે ત્યારે ઉપર પ્રમાણે જમીન રિકને સંથારો કરતાં સેંટલી જમીનમાં ૧૬૦૦૦૦૦ મુનિ સંથારે કરી શકે, અને એક ચોરસ યોજના જે ચાર ગાઉ લાંબું અને ચાર ગાઉ પહેલું ગણવામાં આવે છે તેને માં ૨૫૬૦૦૦૦૦૦ મુનિન સંથારા થઈ શકે. પ્રથમના સમયમાં જેમ દેહમેટા હતા તેમ શત્રુંજયનું પ્રમાણ પણ વધારે હતું. આ પાંચમા આરામાં પણ બાર - જનનું (૪૮ગાઉનું પ્રમાણ કહેવામાં આવેલ છે. સંથારા કરનારા મુનિ પ્રથમ સંઘયણવાળા હતા. વળી તેમને ખાવું પીવું, ફરવું હરવું કે લઘુનિતિ વડીનિતિ એ જવાપણું નહોતું.' ઇત્યાદિ કારણેથી બહુ વધારે જમીનની અપેક્ષા નહોતી - ટલા ઉપરથી જો કાંઈ નજર પહોંચાડવામાં આવશે-દષ્ટિને વિસ્તીર્ણ કરવામાં આવશે તે શંકાને સદ્દભાવ રહી શકશે નહીં એમ અમારું માનવું છે.
હવે આ તી ઓછી વસ્તી કે નવા યાત્રા કરવા આવનારે મુખ્ય વૃત્તિઓ તો છરી પાળીને આવવું એ મુખ્ય ઉપદેશ છે. કદી કાયમને માટે તેમ ન બની શકે તે કઈ કોઈ વખત પણ અવશ્ય છરી પાળીને આપવુંયેગ્ય છે. તેમાં પણ દ્રવ્યશક્તિ વિશેષ પ્રાપ્ત થઈ હોય તે સંઘ કાઢીને અનેક ભવ્ય પ્રાણીઓના આલંબનભૂત થઈને આવવું વિશેષ ગ્ય છે. દ્રવ્યવાન મનુએ પિતાની જીંદગીમાં એક વખત તો જરૂર એ લાભ લેવા યોગ્ય છે. છરી પાળીને આવવાને અર્થ બધા પગે ચાલતાં આવવું એટલે જ કેટલાકના સમજવામાં હોય છે, તેથી તેનું વિશેષ સ્પષ્ટી કરણ કરવામાં આવે છે.
અપૂર્ણ
For Private And Personal Use Only