________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જૈન ધર્મ પ્રકાશ. વારંવાર આત્મનિરીક્ષણ કરનારને જ થઈ શકે તેમ છે. ઘણું પ્રાણીઓ તે બિચારા ધર્મબુદ્ધિએ પણ અતિ પાપ સેવે છે. જે વાંચનારને કઈ વખત સંધ કે નાતની મીટીંગમાં જવાને પ્રસંગ બન્યો હોય તે જણાશે કે કેટલાક આગેવાને દંભ-મા. યાને ધંધે લઈ બેઠા હોય છે. પિતાને પક્ષ સબળ કરવાની ઈચ્છાથી અથવા નાતને નેક રખાવવાના ખોટા મમત્વભાવથી આખી નાતની કે સમુદાયની પાયમાલી કરે છે, એમ દેખાય છે. હિંદુસ્તાનની અધમ સ્થિતિની આ એક નિશાની છે. જ્ઞાતિ કે સંધ સમુદાયમાં સત્ય હકીકતવાળે ફાવી શકતું નથી પણ જથ્થાવાળે-સમુદાયવાળો તકરાર કરવામાં જબરો હોય તે ફાવી શકે છે. આવી માયિક વૃત્તિવાળા આગેવાના હાથ નીચે કામ કરવાના સંબંધમાં હાલમાં કેટલાક ટેસ્ટ થયા છે તે ચાલુ જમા નાને ઇતિહાસ બારિકીથી વાંચનાર અને અવકન કરનારજ જોઈ શકે છે. પિતાના ખાનગી વ્યવહારમાં કરેલી માયા તે પિતાની જાતને જ નુકશાન કરે છે, પણ સંઘાદિકનાં સામુદાયિક કાર્યોમાં કરેલી માયા આખી કેમ કે સંસ્થાને પાછળ પાડી દે છે અને તેને જવાબદાર આગેવાને થાય છે એ હવે નવું સમજવાનું નથી. આવી વૃત્તિવાળા આગેવાને તેમને બહુ નુકશાન કરે છે. તેની પ્રયાસ વગર સ્વાભાવિક રીતે થતી વિકસ્વરતા પણ આવા દાંભિક મોટા માણસો પાછી હડાવી દે છે અથવા અટકાવી દે છે. રાજ્યની શાંતિને અખંડ લાભ લેવાને બદલે તેઓ જ્ઞાતિસમુદાયને પિતાના મમત્વ જાળ અને સ્વમાનનું કેન્દ્ર બનાવી દે છે. જ્ઞાતિ કે સંઘના બંધારણમાં સમયને અનુકળ ફેરફાર એકદમ નહિ કરવામાં આવે તે જ્ઞાતિ જેવી સંસ્થા જેણે પૂર્વકાળમાં મહાન ઉપકાર કર્યા છે તે પચાસ પિણે વરસમાં નાશ પામી જશે અથવા નષ્ટપ્રાય થઈ જ શે, એવી દીર્ધદષ્ટિથી ભવિષ્યને વિચાર કરનારા વિદ્વાની માન્યતા છે. મુંબઈમાં ભાટિયા, કપાળ, પિરવાડ વિગેરે નાતેનાં દષ્ટાંતે જોશે તે તુરત જણાશે કે આગેવાની વૃત્તિ કેવી દાંભિક રહે છે. આપણા સંઘ તથા નાતની મીટીંગ મળે ત્યારે ગ્રહણ કરાતી પદ્ધતિ પર વિચાર કરો. નાતના આગેવાનેને અપમાન આપવાને જ રાપણુ ઈરાદે નથી, પરંતુ જમાના સાથે તેઓએ પણ ચાલવું જોઈએ. અન્ય કેમાં રેલ્વે, મેટર કે આકાશવિમાનની ઝડપે સુધારાઓ થાય અને આપણે આગેવાનેની વિચિત્ર પ્રકૃતિને લીધે બેસી રહીએ અથવા પાછા હઠીએ, ત્યારે તેનું પરિણામ શું આવે અને કેટલે ખેદ થાય? તે વિચારવા એગ્ય છે.
માયાને દુર્થણ જેવી રીતે ખાનગી વ્યવહારમાં હાજર રહી અનેક પ્રકારના પ્રપંચે રમાડી સત્ય માર્ગથી દૂર રાખે છે તેવી જ રીતે જાહેર વ્યવહારમાં પણ તેવી જ સ્થિતિને જન્મ આપે છે. જેમ સાંસારિક સ્થિતિમાં આગેવાનોના સંબંધમાં બે
For Private And Personal Use Only