Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ સંકારી, માણસના માંસ હાર્ડ સુધાં મળી ખાખ કરી નાખે છે. એવી રીતે સતાપકારી • તૃષ્ણાને શમાવવાના ખરા ઉપાય સહતેષ છે. સતીષરૂપ અમૃતવૃષ્ટિથી તૃષ્ણારૂપી જ્વાલાથી વૃદ્ધિ પામતા વિષયાગ્નિ શાંત થઇ જાય છે, અને આત્મામાં અભિનવ શાંતિસમાધિ પ્રસરી રહે છે. સહજ શાંતિ યા સમાધિનુ' સુખ અનુભવગમ્ય છે, વચન અગેાચર છે, વિષયતૃષ્ણા તજી સહજ સત્તાષવૃત્તિ ધારવાથી તે અનુભવી શકાય તેવું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ન તોવાત્ પરમ સુલમ્ સતીષ ઉપરાંત કોઈ અધિક સુખ છેજ નહીં, તેથી સદ્વિવેકી જનાએ સહતેષ ગુણ સદા સેન્ય છે. સંતોષવૃત્તિને સેવવાવાળા રાત પુરૂષા વિવિધ પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે, વિવિધ પ્રકારની લબ્ધિઓ મેળવી શકે છે, અને અસાધ્ય વસ્તુને પણ સાધ્ય કરી શકે છે. તેથીજ તેવા સતાષશાળી સદ્દગુરૂ સાક્ષાત્ કલ્પવૃક્ષની પેરે સેવાય છે. સંત સુગુરૂએ સ્વાશ્રિત જતેાને અભિનવ શીતળતા અપે છે, તેમના વિવિધ તાપને દૂર કરે છે, સોધ અંજનવડે તેમનુ અંતરચક્ષુ ઉઘાડી નાખે છે, અભિનવ જ્ઞાનામૃતનું પાન કરાવે છે, નિર્મળ શ્રદ્ધાણુદ્ધિ પ્રગટાવે છે, અને શુદ્ધ ચારિત્ર કળ ચખાડે છે. એમ સદ્ગુરૂએ અનેકધા ઉપગાર કરે છે. શ્રી ગુરૂ માહારાજની ઉત્તમ આજ્ઞાને યથાર્થ અનુસરવામાં આવે તે શામ્ય ગુણુ પ્રાપ્ત થતાં સહેજ સતાષ ગટે છે. સગુણાનુરાગી સહજ સતોષી આત્માથી સજ્જને સદ્ગુરૂ દ્વારા સહેજે ઉત્તમ અનુગ્રહુ પ્રાપ્ત કરી શકે છે, ત્યારે લે!ભાતુર એવા ભવાભિનંદી જીવા તેવા અનુગ્રહુથી સદા એનશીખજ રહે છે. ભાભિન'ઢી જીવે ને તે વિષયવાસનાજ પ્રબળપણે જાગતી રહે છે, તેથી જયાંથી ત્યાંથી પણ તે ખાપડા વિષયસુખ કે તેનાં સાધનાનીજ ગવેષણા કરે છે, અને તેમાંજ સાષ માને છે. જેમ જેમ તેવાં સાધન પ્રાપ્ત થતાં જાય છે, તેમ તેમ અધિકની ઇચ્છા પ્રદીપ્ત થતી જાય છે, અને તેમાંજ પેાતાનું સર્વસ્વ માની તે મેળવવા મહેનત કરે છે. આવી રીતે વધતી જતી તેમની ઇચ્છાઓને આકાશની પેરે કદાપિ અંત આવતા નથી. અવા ભવાભિનંદ્રા પ્રાણીઓની તૃષ્ણા કઢાપિ છીપતી નથી; તેથી નિવૃત્તિનુ' જે શાંતિસુખ આમાથી ના સહેજે મેળવી શકે છે તે તેમને મિથ્યા પ્રવૃત્તિના પ્રખળ વેગમાં કદાપિ મળી શકતું નથી, ભાભિન'ઢી જીવેને દિનરાત ખોટી વાસનાજ બની રહે છે, અને જી ંદગી પર્યંત અભ્યાસેલી એવી ખોટી વાસના ભવાંતરમાં પણ અવશ્ય ઉડ્ડય આવે છે, ત્યારે પશુ અવીજ ખાટી પ્રવૃત્તિમાં પોતાના કાળક્ષેપ તથા વીર્ય ક્ષય કરી કેવળ દુઃખની પર’પરાનેજ અનુભવે છે, અને એમ સ્વેચ્છાચારથી કરેલાં અશુભ કર્મ, વડના બીજની પેરે બહુ પેરે ફળે છે. વિષયસુખના આવા કટુક વિપાક થતા જાણી સુજ્ઞજાએ જરૂર સતેષ ગુણ ધારવે ઘટે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40