________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા-દંભ ત્યાગ. આ તે તપ જેવા શુદ્ધ વિષયમાં કપટ કર્યું હતું, પણ ગમે તે સગમાં કપટ તે કપટજ છે, અને તેના પરિણામે તેમણે સ્ત્રીત્ર બાંધ્યું. તપને લાભ મળે અને તેથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, પણ તેવા પ્રશસ્ત કાર્ય માં પણ કપટ કર્યું તેને ખરાબ બદલે મળે. આ દષ્ટાંત એટલું બધું અસરકારક અને અસલ મુદ્દાને વળગી રહેનાર છે કે એના પરથી આ વિષયને અંગે બહુ પ્રકાશ પડે છે. અધ્યાતમ સારમાં ઉપાધ્યાયજી કહે છે કે
अब्जे हिमं तनौ रोगो, वने वहिदिने निशा।। ग्रंथे मौख्यं कलिः सौख्ये, धर्मे दननपप्लवः ॥
જેમ કમળને વિષે હીમ, શરીરને વિષે રણ, વનને વિષે અગ્નિ, દિવસને વિષે રાત્રિ, ગ્રંથને વિષે મૂર્ખતા અને સુખને વિષે કલેશ ઉપદ્રવ કરનાર છે, તેમ ધર્મમાં કપટ દુઃખકર્તા છે.” આચરણકે વતનપ્રશસ્ત વિષયનું હોય અથવા અપ્રશસ્ત વિષયનું હેય પણ તેમાં જે કપટ હોય તે તે મહા દુઃખનું કારણ છે, તે અત્ર સ્પષ્ટ સમજાય છે. શરીરમાં રોગ થયેલ હોય તે તેથી શરીરને જેમ અનેક પ્રકારની પીડા થાય છે, તેમજ શુદ્ધ વર્તન કે અશુદ્ધ વર્તનમાં પણ જે દંભ હોય તે તેથી અનેક પ્રકારનાં દુઃખ થાય છે. આજ પ્રમાણે સર્વ દwતેના સંબંધમાં સમજી લેવું.
માયાનું સ્વરૂપ અને પરિણામ આવાં ભયંકર છે, એ બહુ મનન કરીને સમજવા યોગ્ય છે. શ્રી સમપ્રભાચાર્ય શ્રી સિંદૂરપ્રકરમાં કહે છે કે
कुशलजननवंध्यां, सत्यसूर्यास्तसंध्याम् , कुगतियुवतिमालां, मोहमातंगशालाम् । शमकमल हिमानी, उर्यशो राजधानीम्, व्यसनशतसहायां,दूरतो मुश्च मायाम् ॥
ક્ષેમકુશળને જન્મ આપવા માટે વધ્યા સ્ત્રી, સત્ય ઉચ્ચારણરૂપ સૂર્યને અસ્ત કરવા માટે સંધ્યા, કુતિ સુંદરીની વરમાળા, મેહહસ્તીની શાળા, સમતારૂપ કમળપર હીમ, અપજશની રાજધાની અને હજારે કન્ટેની સહાયભત એવી માયાને તે તું દૂરથી જ તજી દે.” આ નાના શ્લોકમાં બહુ વાત સમાવી છે. કપટવૃત્તિવાળે પ્રાણ કોઈનું ક્ષેમ કરી શકી નથી. કારણકે જ્યાં પિતાના સ્વાર્થની અંધતા રગેરગ વ્યાપી ગઈ હોય ત્યાં પારકાનું ભલું કરવાની વાત જ ક્યાંથી થાય? સત્યને તે અભાવ બતાવે છે. કુગતિ–નારકી તિચમાં જવા ગ્ય કર્મોને એકત્ર કરી આપે છે, મેહનું તે ઘર છે, સમતા સુખ જે અધ્યાત્મ જ્ઞાનને સાર છે અને મોક્ષસુખની વાનકી છે તેને તે નાશ કરનાર છે અને તેનાથી અપયશ ચતુર્દિશામાં ફેલાય છે તે
For Private And Personal Use Only