Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી તાનસાર રાવ વિવરણ. હોય, તે દુય એવી પચે ઇન્દ્રિયને નિગ્રહ કરવા પ્રબળ પુરૂષાર્થનું સેવન કર, કેમકે પ્રસ્તુત કાર્ય પર ઇંદ્રિયનિગ્રહની પુરેપુરી જરૂર છે. એ હકીકત શ્રીમદ્દ દેવચંદ્રજીએ શ્રી આદિનાથના સ્તવનમાં “પ્રીત અનાદિની વિષ ભરી” ઇત્યાદિ ત્રણ ગાથામાં બતાવી આપેલ છે, તેમજ પ્રશમરતિ પ્રકરણમાં વાચક મુખ્ય પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે “પ્રમાદવશ થઈ કરેલાં કર્મના ઉદયથી ભવબ્રમણ કરવું પડે છે. ભવભ્રમણના કારણથી દેહ ધરે પડે છે, અને દેહથી ઇંદ્રિયવિષયે અને વિષયપ્રવૃત્તિથી સુખ દુઃખ પ્રવર્તે છે.” “મેહધપણુથી ગુણ દેષને અજાણ છતે દુઃખષી અને સુખને આશી બનેલે જીવ જે જે ચેષ્ટા કરે છે તે તે ચેષ્ટાવડે તે દુઃખને જ પામે છે.” એવી રીતે અનુભવેલા અને અનુભવાતાં વિવિધ જાતિનાં દુખેથી મુક્ત થ. વાને, વિવિધ વિષમાં વેચ્છાથી પ્રવર્તતી ઇન્દ્રિય ઉપર કાબુ રાખવા યથાયોગ્ય પ્રયત્ન કરી જોઈએ. જે ઇદ્રિને અનિયંત્રિતપણે તેની ઈચ્છા મુજબ વિવિધ વિષયોમાં ફરતી રહેવા દેવામાં આવે, લગામમાં રાખવામાં ન આવે તે તે ઉદ્ધત ઘેડાની પેઠે આત્માને અવળે માર્ગે ખેંચી જઈ અસમાધિ ઉપજાવે છે. ઇદ્ધિને વશ પડેલા જીવેને પરિણામે ભારે ખેદ, ત્રાસ યા દુઃખ પુરેપુરાં અનુભવવાં પડે છે, એટલું જ નહિ પરંતુ ભવાંતરમાં પણ પરાધીનપણે અનેક પ્રકારનાં આકરાં કઈ સહેવાં પડે છે. શ્રી ઈદ્રિયપરાજયશતકમાં કહ્યું છે કે વિષયસેગ ભેગવતાં મીઠાં લાગે છે, પરંતુ પરિણામે કિપાકના ફળની પેઠે અનર્થકારી હોવાથી વિરસ લાગે છે. ખરજ ખણુતાં પ્રથમ સારી લાગે છે, પરંતુ પાછળથી તે દુઃખદાયી નિવડે છે. મધ્યાહનકાળે તૃષાથી પીડિત થયેલા મૃગલાઓને ઝાંઝવાનાં જળ જેમ સાચા જળને એટે. ભ્રમ ઉત્પન્ન કરે છે, તેમ વિષયે પણ ખોટો સુખને ભ્રમ ઉપજાવે છે; પરંતુ અવિવેકથી તે વિષયભોગ ભગવ્યા સતા જીવને અનેક પ્રકારની કુનિમાં રખડાવે છે, માટે જ તેને મહા હાનિ કરનારા કહ્યા છે.” જે ઈદ્રિના વિષયમાં આસક્ત બની જાય છે તે, પંખી જેમ પોતાની પાંખ છેદાઈ જવાથી જમીન ઉપર પડી દુઃખી થાય છે, તેમ શીળ સતેષાદિક સદ્દગુણ વિના ભયંકર ભવસમુદ્રમાં પડી દુઃખી થાય છે.” એમ સમજી શાણુ માણસેએ ધૂર્ત સમાન ઈદ્રિયને આધીન થવું નહીં. અન્યથા અંતે નરકાદિક સંબંધી અનંત દુઃખદાવાનળમાં પડવું પડશે. ઈદ્રિયરૂપી એરટા જેમનું સંયમ ધન હરી શકે નહીં તે જ ખરા મર્દ છે, તેજ ખરા પંડિત છે, અને એમની જ અમે પ્રશંસા કરીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40