________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ ધર્મ પ્રકાશ. - મુમુક્ષુ જો તે ઈદ્રિયને વશ નહી થતાં તેને વશ કરવા માટે જ અહેનિશ પ્રયત્ન કરે છે. કેમકે ઈદ્રિયને વશ પડેલા જતુઓ મુક્તિના અધિકારી થઈ શકતાજ નથી, વળી જેમ જેમ વિષયસુખની ચાહનાથી તેનું અધિકાધિક સેવન કરાય છે, તેમ તેમ વિષયતૃણ વધતી થઈ પિતાની ચેતનાને મૂર્ષિત કરી નાખે છે. એજ વાતને દઢ કરતા થકા ગ્રંથકાર કહે છે કે –
वृध्धास्तृष्णाजलापूर्णरालवालैः किलेंद्रियः । मूर्छामतुच्छां यच्छन्ति, विकारविषपादपाः ॥ २॥
ભાવાર્થ–તૃષ્ણારૂપી જળથી ભરેલા ઈદ્રિરૂપી ક્યારાવડે વિકારરૂપી વિષવૃક્ષ વૃદ્ધિ પામ્યા છતા જીવને મહા મૂછ ઉપજાવે છે.
વિવેચન–જે વિષ વને જળથી તરબોળ રાખીને સારી રીતે પિષ્યા હોય તે તે વિષવૃક્ષ તેને આશ્રય લેનાર સર્વ કોઈને અનેક પ્રકારે દુઃખદાયી નિ. વડે છે. તેમની છાયા, તેમને વાયુ, તેમનાં પત્ર ફળ કે ફૂલ સર્વે અનર્થકારી થાય છે, તેવી જ રીતે ઇન્દ્રિયને પણ હદ વિનાની તૃષ્ણાયેગે વિષયાંધ બની બહુ પરે પિષી હોય તે તે વિષ વૃક્ષોની પેરે વિષમ વિકાર ઉપજાવી સ્વપર જીવને અનેક રીતે અનર્થકારી થાય છે. ઈદ્રિય પરાજય શતકમાં પણ કહ્યું છે કે –
જેમ ઘુણ લાકડાને કેતરી કરીને અસાર કરી નાખે છે, તેમ વિષયને પરવશ પડેલા પ્રાણીઓ પણ પિતાના ચારિત્રને સારરહિત કરી નાખે છે, એમ સમજ તત્વગણી જનેએ ઇન્દ્રિયોને ય કરવાને દઢ પ્રયત્ન કરવું જોઈએ. ” “જેમ મૂર્ખ માણસ તુચ્છ વસ્તુને માટે ચિન્તામણિ રત્ન ફેંકી દે છે, તેમ તુચ્છ વિષયમાં વૃદ્ધ થયેલા જન મોક્ષસુખને ગમાવી દે છે. ” “એક તિલમાત્ર વિષય સુખને માટે મૂર્ણ જીવ મેરૂ પર્વત જેવડું દુઃખ માથે વહોરી લે છે, પછી તે દુઃખને કેમે અંત આવતું નથી, એમ સમજી સુજ્ઞ જને જરૂર હિતાહિતને વિચાર કર.” “જે કે વિષયસુખ વિષની જેમ શરૂઆતમાં સારું લાગે છે પણ પરિણામે અત્યંત દુઃખદાયી નિવડે છે. એવું વિષય સુખ અનંત કાળ પર્યત આ જીવે ભગવ્યું છે, તે પણ અદ્યાપિ તેને તજવાની બુદ્ધિ થતી નથી એ શું ઉચિત છે? ” “વિષયરસમાં મગ્ન થયેલે જીવ કંઈ પણ હિસાહિત જાણતો નથી, પછી મહા ઘર નરકમાં પડે છતે કરૂણ સ્વરે સુરે છે.” “જેમ લી. બડાને કીડે કડવા લીંબડાને પણ મીઠે માને છે તેમ મોક્ષસુખથી વિમુખ રહેનારા ભવાભિનંદી છે સંસારના દુઃખને પણ સુખરૂપ માને છે.” “ક્ષણમાત્ર સુખ આપનારા એવા અસ્થિર, ચપળ અને દુર્ગતિદાયક દુષ્ટ વિષચાથી હવે તે વિરમવું જોઇએ. ” “ જેમ જેમ જીવ અજ્ઞાનવશ સુખબુદ્ધિથી કામગમાં
For Private And Personal Use Only