Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 12
________________ ૨. ચોરી કરવી-કરાવવી. ૩. રાજ્યના આયાત-નિકાસ તેમજ જકાત આદિ નિયમોનો ભંગ કરવો, દાણચોરી કરવી. ૪. ખોટાં તોલ-માપ રાખવાં. ૫. ભેળસેળ કરવી. ત્રીજા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. ૪. સ્થૂલ મૈથુનવિરમણ વ્રત પરસ્ત્રી તેમજ પરપુરુષ સાથે જાતીય સંબંધ નહિ રાખવાનો નિયમ. કામોત્તેજક વાર્તાલાપ, વાંચન, ચિત્રદર્શન આદિ નિમિત્તોનો ત્યાગ કરવાનો નિયમ. અતિચાર ૧. કુંવારી, અપરિણીતા તેમજ વિધવા સ્ત્રી સાથે (સ્ત્રીએ કુંવારા, પરિણીત તેમજ વિધુર પુરુષ સાથે) વિષયભોગ ભોગવવા. ૨. રખાત રાખવી, વેશ્યાગમન કરવું. (સ્ત્રીએ પુરુષ રાખવો, પુરુષ-વેશ્યાગમન કરવું.) ૩. બીજાઓ સાથે કે સામે કામોત્તેજક ચેષ્ટાઓ કે હાવભાવ કરવા. ૪. પોતાના સંતાનો સિવાય અન્યના સંતાનોના વિવાહ, લગ્ન આદિ કરાવવા. ૫. મર્યાદાહીન સાજ-શણગાર કરવા, કામોત્તેજક દવાઓ લેવી. ચોથા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. ૫. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત ચીજ-વસ્તુઓના સંગ્રહ અને વપરાશની મર્યાદા અને પ્રમાણ બાંધવાનો નિયમ. અતિચાર ૧. ધન અને ધાન્ય નિયમ કરતાં વધુ રાખવા. ૨. ખેતર, મકાન જમીન વગેરે નિયમથી વધુ રાખવા. ૩. જર-ઝવેરાત નિયમથી વધુ રાખવા. ૪. ઘરવખરીનો સામાન નિયમથી વધુ રાખવો. ૫. નોકર-ચાકર, પશુ-પંખીઓ નિયમથી વધુ રાખવાં. પાંચમાં અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. ત્રણ ગુણવ્રત અને તેના અતિચાર ૧. દિકપરિમાણ વ્રત જવા-આવવાના અર્થાત હરવા-ફરવા, પ્રવાસ-પર્યટન વગેરે માટેના વિસ્તાર અને દૂરત્વની મર્યાદા બાંધવાનો નિયમ. અતિચાર ૧. વિમાની પ્રવાસની મર્યાદાનું ઉલ્લંઘન. ૨. દરિયાઈ સફરની મર્યાદાનું ઉલ્લંઘન, ભોંયરામાં કે કુવામાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન. ૩. આગળ-પાછળ, આજુ-બાજુની દિશામાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન. ૪. ઉપર-નીચે તેમજ ચારેય દિશામાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન કરી વધુ આગળ જવું. ૫. હેરફેરની પ્રમાણ-મર્યાદા ભૂલીને આગળ ચાલ્યા જવું. પ્રથમ ગુણવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. ૨. ભોગોપભોગ-વિરમણ વ્રત આ ગુણવ્રતમાં બે શબ્દ છે. ભોગ અને ઉપભોગ. ભોગ એટલે જે ચીજ-વસ્તુનો ઉપયોગ એક જ વખત કરી શકાય તે ભોગ. દા.ત. અનાજ, પાણી વગેરે. ઉપભોગ એટલે જે ચીજ-વસ્તુ એકથી વધુ વખત વારંવાર ઉપયોગ કરી શકાય તે દા.ત. અલંકાર, કપડાં વગેરે. ભોગ અને ઉપભોગ બંનેનું પ્રમાણ નક્કી કરવાનો નિયમ. અતિચાર ૧. સજીવ વનસ્પતિનો આહાર કરવો. (દારૂ અને માંસાહાર) ૨. સજીવ વસ્તુને સાથે લાગેલ અજીવ પદાર્થોનો આહાર કરવો. (અભક્ષ્ય ભક્ષણ) १२

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69