Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 61
________________ ૧. અરિહંતઃ રાગ-દ્વેષ અને મોહ આદિ અંતરંગ શત્રુઓ પર જેમણે પરિપૂર્ણ વિજય મેળવ્યો છે અને જે પૂજ્યોના પણ પૂજ્ય છે, તેને “અરિહંત' કહે છે. અરિહંત પરમાત્માના ૧૨ ગુણ છે. તેમનું ધ્યાન ધરવા માટેના રંગ સ્ફટિક જેવો સફેદ છે. ૨. સિદ્ધ: તમામે તમામ કર્મોનો ક્ષય કરીને જેમનો આત્મા શુદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન અને - નિરાકાર બની પરમાત્મ સ્વરૂપને પામ્યો છે, તે ‘સિદ્ધ' કહેવાય છે. સિદ્ધ પરમાત્માના ૮ ગુણ છે. તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ ઉગતા સૂરજના રંગ જેવો લાલ છે. ૩. આચાર્ય: પાંચ મહાવ્રત આદિ ૩૬ ગુણોના ધારક સાધુ “આચાર્ય' કહેવાય છે. જૈન સાધુઓને અપાતી આ સર્વોચ્ચ પદવી છે. આચાર્ય ભગવંત જૈન સાધુ સમુદાયના નાયક હોય છે. સંઘ-શાસનની જવાબદારીઓનું તે વહન કરે છે. આચાર્યના ૩૬ ગુણ છે. તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ શુદ્ધ સુવર્ણ જેવો પીળો છે. ૪. ઉપાધ્યાય: પાંચ મહાવ્રતાદિનું પાલન કરનાર, સાધુ-સાધ્વીગણને અધ્યયન કરાવનાર તેમજ સાધુ-સમુદાયની આંતરિક વ્યવસ્થાને સંભાળનાર “ઉપાધ્યાય’ કહેવાય છે. આ પણ એક પદવી ઉપાધ્યાયના ૨પ ગુણ છે અને તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ લીલો છે. ૫. સાધુ: જેમનામાં ક્ષમાદિ દસ ગુણો છે અને પંચમહાવ્રતોનું પાલન કરે છે, તેને ‘સાધુ' કહે છે. સાધુના ૨૭ ગુણો છે તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ કાળો છે. ૬. દર્શન: શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપિત અને પ્રસ્થાપિત કરેલા તત્ત્વોમાં રસ, રૂચિ અને શ્રદ્ધા રાખવી તેને ‘દર્શન' કહે છે. દર્શનના ૬૭ ગુણો છે. તેનું ધ્યાન ધરવા માટેનો રંગ ગાયના દૂધ જેવો સફેદ છે. ૭. જ્ઞાનઃ મોહ અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને આત્માની ઓળખ અને અનુભૂતિ કરાવે છે, તેને “જ્ઞાન” કહે છે. જ્ઞાનના ૫૧ ગુણો છે, તેનું ધ્યાન ધરવા માટેનો રંગ ગાયના દૂધ જેવો શ્વેત-સફેદ છે. ૮. ચારિત્ર: જાગૃત પ્રહરીની જેમ સજાગતા અને સાવધતાથી આત્મભાવમાં વૃત્તિ અને પ્રવૃત્તિ રાખવી, તેને ‘ચારિત્ર' કહે છે. ચારિત્રના ૭૦ ગુણ છે. તેનું ધ્યાન ધરવા માટેનો રંગ શ્વેત છે. ૯. તપ: તન-મનના વૃત્તિ, વિચાર અને આચારને સંયમિત કરવાના વિવિધ ક્રિયા-યોગ કે અનુષ્ઠાનને “તપ” કહે છે. તપના ૫૦ ગુણ છે. તેનું ધ્યાન ધરવા માટેનો રંગ પણ ગાયના દૂધ જેવો સફેદ છે. નવપદને ‘સિદ્ધચક્ર' પણ કહે છે. રત્નત્રયી નવપદમાં નિર્દિષ્ટ દર્શન, જ્ઞાન અને ચારિત્ર - આ ત્રણને રત્નત્રયી કહે છે. આ ત્રણની સમ્યકુ અને સંયુક્ત આરાધના એ જ સાચો મોક્ષ-માર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ: જીવનની સર્વાગીણ ઉન્નતિ કરવા માટે મોક્ષમાર્ગની આરાધના માટે યથાર્થ દ્રષ્ટિ (દર્શન), યથાર્થ જ્ઞાન અને યથાર્થ આચરણ અનિવાર્ય અને આવશ્યક છે. આ ત્રણેયની સાધનાથી આરાધક-સાધક મુક્તિને પ્રાપ્ત કરે છે. જો માણસે જિંદગીમાં કંઈક મેળવવું હોય, કંઈક બનવું હોય તો એની પાસે વસ્તુસ્થિતિને સમજવાની-ઓળખવાની સૂક્ષ્મબુદ્ધિ અથવા તો દીર્ધદર્શિતા હોવી જરૂરી છે. સત્યનો સ્વીકાર કરીને પૂરી દ્રઢતા સાથે એ સત્યને વળગી રહેવું.... એના પ્રત્યે વફાદારી નિભાવવી... આક્ષમતા જ ના હોય કે ઓછી હોય તો અને તમે જે સત્યને સ્વીકાર્યું એ મુજબ જીવન જીવવાની તૈયારી ના હોય. આંતર-બાહ્ય વિકાસ ના હોય તો સંસારના રસ્તે પણ સફળતા નથી સાંપડી શકતી... તો પછી પરમપંથ મોક્ષમાર્ગની આરાધના-સાધનામાં તો બધી વાતો આત્યંતિકપણે આવશ્યક-અનિવાર્ય બને છે. સમિતિ અને ગુપ્તિ આ બે શબ્દોનો કોઈ બંધારણીય કમિટિ સાથે કે ગુપ્તિ નામના કોઈ શસ્ત્ર સાથે મુદ્દલ સંબંધ નથી. ६१

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69