Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 66
________________ ગણિત-ભૂગોળ, આચાર અને કથા-વાર્તા) નું પ્રતિપાદન કરાતું. વિક્રમની પ્રથમ સદીમાં શ્રી આર્યરક્ષિતસૂરિએ (જન્મ: વી. સં. પ૨૨, નિર્વાણ: વી. સં. પ૭) આ પદ્ધતિમાં શકવર્તી પરિવર્તન કર્યું. તેમણે આગમોને ચાર વિભાગોમાં વિભક્ત કર્યા. ૧. દ્રવ્યાનુયોગ: દાર્શનિક ચર્ચાઓ, તત્ત્વજ્ઞાન વગેરેના વિષયો; ૨. ગણિતાનુયોગ: ગણિત, ખગોળ-ભૂગોળને લગતા વિષયો. ૩. ચરણકરણાનુયોગ: આચારસંહિતા, જીવનવ્યવહાર અંગે માર્ગદર્શન આપતા ગ્રંથો. ૪. ધર્મકથાનુયોગ: કથા, વાર્તા, દ્રષ્ટાંતો દ્વારા આત્મબોધ આપતા ગ્રંથો. આગમો પર મબલખ વ્યાખ્યાત્મક સાહિત્ય પણ રચાયું છે. વિક્રમની પાંચમી, છઠ્ઠી શતાબ્દીમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ વિવિધ ‘નિર્યુક્તિઓ' દ્વારા અને વિક્રમની છઠી–સાતમી સદીમાં ધર્મસેનગણિ અને જિનભદ્ર ક્ષમાશ્રમણે વિવિધ ‘ભાષ્ય' દ્વારા આગમોની પદ્યાત્મક વ્યાખ્યાઓ સમજાવી. તેઓએ પ્રાકૃત ભાષામાં લખ્યું, ત્યાર પછી જિનદાસ ગણિ આદિ સમર્થ ચિંતક શ્રમણોએ પ્રાકૃત અને સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર ભાષામાં ગદ્યાત્મક વ્યાખ્યાઓ આપી. તેને “ચૂણિ' કહે છે. આગમોની સૌ પ્રથમ સંસ્કૃત ટીકા શ્રીહરિભદ્રસૂરિએ લખી. નિર્યુક્તિ; ભાષ્ય, ચૂણિ અને ટીકા એટલે આજની ભાષામાં વિવેચન, વિશદ્ વ્યાખ્યા અને વિચારણા. આગમ અને આગમ-વ્યાખ્યા સાહિત્ય ઉપરાંત જૈન સર્જક શ્રમણોએ અને ગૃહસ્થોએ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, ગુજરાતી, રાજસ્થાની, કન્નડ, તામીલ, મૈથેલી, વ્રજ, હિંદી વગેરે ભાષાઓમાં વિપુલ સર્જન કર્યું છે. ઇતિહાસ, જીવવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન વગેરે પર લખ્યું છે. તેમણે વ્યાકરણ બનાવ્યા છે. કાવ્ય, નાટક, ચરિત્રો, કથાઓ પર કલમ ચલાવી છે. જ્યોતિષ, શિલ્પ, અલંકાર, છંદ, આયુર્વેદ વગેરેના શાસ્ત્રો બનાવ્યા છે. જીવનને સ્પર્શતા એક એક વિષય પર જૈન સાહિત્ય સમૃદ્ધ છે, સ્તુતિ, સ્તોત્રો, સક્ઝા, સ્તવનો પણ જૈન સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. પ્રતિનિધિ જૈન ગ્રંથ: શ્રી તત્ત્વાર્થ સૂત્ર વિક્રમની પહેલી કે પાંચમી-છઠ્ઠી સદીમાં શ્રી ઉમાસ્વાતિએ “શ્રી તત્ત્વાર્થ સૂત્ર’ કે ‘તત્ત્વર્થાધિગમ' નામના ગ્રંથની રચના કરી. આજના બિહારના રાજ્યની રાજધાની પટણામાં તેનું સર્જન થયું. આજનું પટણા ત્યારે કુસુમપુર હતું. આ ગ્રંથ માટે સાહિત્યિક ભાષા અને શૈલીમાં નિ:શંક કહી શકાય કે “શ્રી તત્ત્વાર્થ સૂત્ર' જૈનોની ગીતા છે. જૈનોનું “બાઈબલ’ છે. જૈનોનું ‘કુરાન' છે. જૈનોના તમામ સંપ્રદાય અને ફિરકાઓનો આ પ્રતિનિધિ ગ્રંથ છે. સંપૂર્ણ જૈન આલમનો માન્ય આ ગ્રંથ છે. શ્રમણ ભગવાન મહાવીરની આગમઅંકિત તત્ત્વજ્ઞાન મીમાંસાનું સંપૂર્ણ અને સુરેખ, સચોટ અને સ્પષ્ટ સંકલન આ ગ્રંથમાં સંસ્કૃત ભાષામાં સૂત્રાત્મક શૈલીમાં કરવામાં આવ્યું છે. જૈન આગમોમાં સમાવિષ્ટ તમામ વિષયોનો નીચોડ તેમાં ઉપલબ્ધ છે. શ્રી ઉમાસ્વાતીએ આ ગ્રંથમાં દસ અધ્યાય (પ્રકરણ) માં કુલ ૩૪૫ સૂત્રો આપીને સમગ્ર જૈન તત્ત્વજ્ઞાનનું સફળ નિરૂપણ કર્યું છે. વિષયની દ્રષ્ટિએ કહીએ તો પ્રથમ અધ્યાયમાં જ્ઞાનની, બીજાથી પાંચમાં સુધીના ચાર અધ્યાયોમાં ય (જાણવા યોગ્ય તત્ત્વો) ની અને છઠ્ઠાથી દસમા સુધીના પાંચ અધ્યાયોમાં ચારિત્રની વિચારણા કરી છે. પહેલાં અધ્યાયમાં જ્ઞાન સંબંધિત મતિ આદિ પાંચ જ્ઞાન, તેની ઉત્પત્તિ, તેના વિવિધ પ્રકાર તેમજ નયના ભેદ-પ્રભેદોનું સંકલન છે. ૩પ સૂત્રો દ્વારા તેનું નિરૂપણ કરાયું છે. જૈન દર્શનમાં ‘નવ તત્ત્વો' નું વિશિષ્ટ મહત્ત્વ છે. તે દરેકનું ચિંતન મૌલિક અને વૈજ્ઞાનિક છે. જીવ-અજીવ આદિ નવ તત્ત્વો છે, આ તત્ત્વો દરેકે જાણવા યોગ્ય (ય) છે. બેથી પાંચમાં અધ્યાય સુધી આ નવ તત્ત્વોનું સંકલન છે. બીજા અધ્યાયમાં પર સૂત્રો દ્વારા જીવ અને તત્સંબંધી તત્ત્વોની, ૩જા અધ્યાયમાં ૧૮ સૂત્રો દ્વારા નરકના જીવો અને તેમની વિવિધ દશાની તેમજ જૈન ભૂગોળની, ચોથા અધ્યાયમાં પ૩ સૂત્રો દ્વારા વિવિધ પ્રકારના દેવો તેમજ તેમનાં જીવનલક્ષી બાબતોની અને જૈન ખગોળનું વર્ણન છે. પાંચમાં અધ્યાયમાં ૪૪ સૂત્રો દ્વારા દ્રવ્યના પ્રકારો અને તે દરેકનું કાર્યક્ષેત્ર, પુદ્ગલ અને પરમાણુ અને તત્સંબંધી તત્ત્વોનું અને કાળના સ્વરૂપનું નિરૂપણ છે. છઠ્ઠા અધ્યાયમાં ૨૬ સૂત્રો દ્વારા આસ્ત્રવા (કર્મા-ગમનના માર્ગો) નું સ્વરૂપ, પ્રકારો, અને કયા કર્મસેવનથી કયું કર્મ બંધાય છે, તેનું નિરૂપણ કરાયું છે. ६६

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69