Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 64
________________ દુર્ભાવ રાખવા? મૈત્રીથી કેમ ના જીવવું? ૧૪. પ્રમોદ ભાવના: ગુણીજનોના ગુણ જોઈ-સાંભળી વાંચીને, તેમજ બીજાઓનો વિવિધ વિકાસ અને પ્રગતિ જોઈને રાજી થવું, તેઓ પ્રત્યે આદર રાખવો, તેમનું બહુમાન કરવું, ગુણાનુરાગી બનવું. ૧૫. કરુણા ભાવના: દુ:ખી જીવો પર દયા-અનુકંપા રાખવી, કરુણા ચિંતવવી, દુ:ખીઓના દુ:ખ હળવા કરવા, તેમના આંસુ લૂછવા, જરૂરતમંદોને યથા યોગ્ય સહાયભૂત થવું. ૧૬. માધ્યસ્થ ભાવના: સમજાવવા છતાં સન્માર્ગે ન વળે તેવાં જિદ્દી, મૂઢ અને અહંકારી જીવાત્માઓ પર ગુસ્સો ન કરવો, તેમનો તિરસ્કાર ન કરવો. તેમની ઉપેક્ષા કરવી. એવા પ્રસંગે સામી વ્યક્તિને સુધારી દેવાની જિદ્દ ન કરતાં, સ્વચિંતા અને સ્વચિંતન કરવું. XXX અધ્યાત્મરોહણઃ બે શબ્દ છે: સાધના અને સિદ્ધિ. સાધનાથી સિદ્ધિ સુધી પહોંચતા સાધકે ઉન્નત, ઉન્નતતર અને ઉન્નતતમ ભૂમિકાઓને પાર કરવી પડે છે. પ્રયત્ન અને પરિણામ વચ્ચે કેટલીક પ્રક્રિયાઓ હોય છે. આથી દરેક દર્શન આત્માના વિકાસની કેટલીક નિયત ભૂમિકાઓ અને અવસ્થાઓનું નિરૂપણ કરે છે. એ ભૂમિકાઓ કે અવસ્થાઓને પાર કરતો સાધક છેવટે મુક્તિના સર્વોન્નત્ત શિખરે પદારોહણ કરે છે. ચૌદગુણસ્થાનક જૈન દર્શને આત્મિક વિકાસ માટે ૧૪ ભૂમિકાઓ નિયત કરી છે. આ ભૂમિકા એટલે આત્મવિશુદ્ધિની તરતમતાની અપેક્ષાએ જીવોના સ્થાન. તેને “ગુણસ્થાનક' કહે છે. ગુણસ્થાનક એટલે આત્મિક-ચારિત્રિક વિકાસના સોપાન. આત્માની વિશુદ્ધિ ગુણોના ઉઘાડ અને કર્મમળ દૂર થવાથી જ થાય છે, આથી તેને “ગુણસ્થાનક’ કહે છે. આત્મિક વિકાસ આત્મગત ગુણ-દોષોના આધારે થાય છે. આત્મા મુખ્યત્વે ત્રણથી-રાગ, દ્વેષ અને મોહથી દૂષિત અને દોષિત થાય છે. આ ત્રણની તીવ્રતા અને મંદતાથી સાધનાના સ્તર બને છે. પ્રગાઢ રાગ-દ્વેષ અને મોહ હોવા એ આત્માની હીન અને નિકૃષ્ટ અવસ્થા છે અને આ ત્રણેય દોષોની સંપૂર્ણ અને સર્વથા નાબૂદી એટલે આત્માની સર્વાન્નત અને સર્વોત્તમ અવસ્થા. આ બે અંતિમ અવસ્થાઓની વચ્ચે આત્માની જે મધ્યમ દશાઓ છે, તેના જે સ્તર છે તે જ આ “ગુણસ્થાનક', ૧. મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક: યથાર્થને અયથાર્થ માને અને અયથાર્થને યથાર્થ માને. મતલબ કે જેની તત્ત્વ-શ્રદ્ધા સાવ ઊલ્ટી જ છે, તે મિચ્યદ્રષ્ટિ છે. તેનું બીજું નામ છે મિથ્યાત્વી. એવો એક પણ જીવ નથી કે જેનામાં કર્મક્ષયજન્ય ઓછેવત્તે અંશે વિશુદ્ધિ ન હોય. મિદ્રષ્ટિનું જે વિશુદ્ધિસ્થાન છે, તેને મિથ્યદ્રષ્ટિ ગુણસ્થાનક કહે છે. ૨. સાસ્વાદન-સમદ્રષ્ટિ ગુણસ્થાનક: સમકિત (તત્ત્વશ્રદ્ધા) તો પ્રાપ્ત થયું. પુન: તે ચાલી ગયું. પરંતુ તેનો સ્વાદ રહી જાય. ઝાડ પરથી ફળ પડ્યું પણ જમીનને ન અર્થે આવી સ્થિતિ જે જીવની છે તેને સાસ્વાદન-સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનક કહે છે. ૩. મિશ્ર ગુણસ્થાનક: આ સ્થાનકે જીવની સ્થિતિ ધોબીના કૂતરા જેવી હોય છે. આ સ્થાને જીવાત્મા ન સમ્યગ્દર્શી હોય છે, ન મિથ્યાત્વી. તેનું ચિત્ત ડામાડોળ હોય છે. ૪. અવિરત સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનક: નવ તત્ત્વોમાં શ્રદ્ધા હોવાથી જીવ સમ્મદ્રષ્ટિ થાય છે. પરંતુ વ્રત-નિયમ આદિ સાધના નહિ કરી શકતો હોવાથી એ અવસ્થાને અવિરત સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનક કહે છે. આ અવસ્થામાં જીવાત્માને સત્યનું જ્ઞાન અને શ્રદ્ધા બધું હોય છે પરંતુ સત્યાચરણ તે કરી શકતો નથી. આત્મચિંતન કરે છે પરંતુ આત્મસ્વરૂપ પામવા માટે પ્રયત્ન નથી કરતો. અવિરત એટલે સંયમસાધના માટે નિષ્ક્રિય અને ઉદાસ. “ધર્મને જાણું છું પણ ધર્મ કરી શકતો નથી. અધર્મને જાણું છું પણ તેનો ત્યાગ કરી શકતો નથી.’ આવી નિર્બળ મનોદશા મોટા ભાગના જીવાત્માઓની હોય છે. ૫. દેશવિરત-ગુણસ્થાનક: દેશ એટલે આંશિક, વિરત એટલે ત્યાગ. આ અવસ્થાએ જીવાત્મા મર્યાદિત ત્યાગ કરે છે. યથાશક્ય શ્રાવકના વ્રતોનું પાલન કરે છે. એમ પણ કહ્યું છે કે જેના જીવનમાં સંયમ અને અસંયમ બંને હોય છે તેને દેશવિરત' કહે છે. આ અવસ્થાવાળા ઓછામાં ઓછા ત્રીજે અને વધુમાં વધુ ૧૫માં ६४

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69