Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 62
________________ જિનેશ્વર ભગવંતોએ આ બેનું નિરૂપણ કરીને માણસે કેમ ચાલવું, કેમ બોલવું, કેમ ખાવું, ચીજ-વસ્તુઓ કેવી રીતે લેવી-મૂકવી વગેરે રોજિંદા વ્યવહારનું સમુચિત શિક્ષણ આપ્યું છે. સમિતિ સમિતિ એટલે જીવન જીવવા માટેની અનિવાર્ય અને આવશ્યક પ્રવૃત્તિઓને સંયમમય અને સંયમપૂર્વક રાખવી. આવી સમિતિ પાંચ છે: ૧. ઈર્ષા સમિતિ: એવી રીતે ચાલવું, હરવું-ફરવું, બેસવું-ઊઠવું, સૂવું કે જેથી કોઈપણ જીવને દુ:ખ ન પહોંચે, તેમની હત્યા ન થઈ જાય. ટૂંકમાં કાળજીપૂર્વક સંભાળીને આ બધી ક્રિયાઓ કરવી. ૨. ભાષા સમિતિઃ એવી રીતે બોલવું કે જેનાથી કોઈનું અહિત ન થાય, કોઈનું પણ દિલ ન દુભાય, કોઈનું પણ અપમાન કે અવહેલના ન થાય. મતલબ કે હિતકારી અને પ્રિય બોલવું. ૩. એષણા સમિતિઃ બેંતાળીસ પ્રકારના દોષોથી બચીને અન્ન, વસ્ત્ર, પાત્ર આદિ લેવાં. અર્થાત્ નિર્દોષ અને વિધિપૂર્વક ભિક્ષા લેવી. (ખાસ કરીને મુનિઓએ). ૪. આદાન-નિક્ષેપણ સમિતિઃ રોજબરોજના વપરાશની ચીજ-વસ્તુઓ કાળજીપૂર્વક લેવી અને મૂકવી કે જેથી કોઈ જીવને દુ:ખ ન પહોંચે કે ન તો તેમની હિંસા થઈ જાય. પ. પારિષ્ઠાપાનિકા સમિતિઃ થંક, લીટ, મળ-મૂત્ર, એંઠવાડ વગેરે જે કંઈ બહાર ફેંકવાનું હોય તે કાળજીપૂર્વક ફેંકવું કે જેથી કોઈના ઉપર પડે નહિ તેમજ જીવહિંસા થાય નહિ. આ પાંચેય સમિતિનો મૂળ અને મુખ્ય ઉદ્દેશ્ય હિંસાથી બચવાનો છે. ગુપ્તિ ગુપ્તિ એટલે રોકવું. મન, વાણી અને કાયાને અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિમાં જતાં રોકવા અને એ ત્રણેયને શુભ વૃત્તિ-પ્રવૃત્તિમાં રત રાખવા, તેને ગુપ્તિ કહે છે. તે ત્રણ છે: ૧. મનોગુપ્તિ: ખરાબ અને દુષ્ટ વિચારો ન કરવા અને મનને આત્માના ધ્યાનમાં એકાગ્ર રાખવું. ૨. વચનગુપ્તિઃ અપશબ્દો ન બોલવા, કઠોર, કર્કશ અને તિરસ્કારયુક્ત ન બોલવું, બિનજરૂરી ન બોલવું. અને મૌન રાખીને આત્મધ્યાનમાં રહેવું. ૩. કાયગુપ્તિઃ શરીરથી થતાં તમામ પ્રકારના સ્વચ્છેદનો ત્યાગ કરીને, કાયાને-શરીરને સુસ્થિર રાખીને આત્મલીન બનવું. ભાવના ભાવના એટલે ચિંતન-મનન કરવું, વિચારોનું વિસ્તરીકરણ એટલે ભાવના. સંસારની વિવિધ ઘટનાઓમાં આત્મા-મન ગૂંચવાય અને ગુંગળાય નહિ આ માટે ૧૬ પ્રકારની ભાવનાઓનું ચિંતન કરવાનું જૈન દર્શને સૂચવ્યું છે. ઘટનાઓથી ખળભળતા દુનિયાના દરિયામાં હાલકડોલક થતી જીવનની નૌકાને જો આપણે ભાવનાઓના હલેસા આપીને આત્મ-ચિંતનના કિનારે લઈ જઈએ તો કોઈ ઘટના દુર્ઘટનાનું રૂપ નહીં લે. મન શાંત-સ્વસ્થ અને સંતુલિત રહેશે. આ ભાવનાઓને અનુપેક્ષા પણ કહેવાય છે. ૧. અનિત્ય ભાવનાઃ આ સંસારમાં કશું જ શાશ્વત અને અજર-અમર નથી. શરીર, ધન, ધાન્ય, પ્રતિષ્ઠા, પરિવાર આદિ સંસારનાં તમામ પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે. જેનો વિયોગ નિશ્ચિત છે. તો પછી એ બધાની શું મમતા રાખવી? એ બધાનો મોહ શા માટે કરવો? –આવું વિશદ ચિંતન કરવું, તે “અનિત્ય ભાવના' છે. આ માટે ભરત ચક્રવર્તીનું દ્રષ્ટાંત પ્રેરક અને પ્રોત્સાહક છે. ૨. અશરણ ભાવના: જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિનો વિયોગ થાય-છૂટા પડવું પડે ત્યારે વિચારવું. આ સંસારમાં કોઈ કોઈનું સગું સાચું નથી, આધિ, વ્યાધિ અને ઉપાધિમાં કોઈ જ સહભાગી બનતું નથી. અહીં કોઈ કોઈનું શરણ નથી. આ સંસારમાં માત્ર ધર્મ જ એક સાચું શરણ છે. ધર્મ જ જીવાત્માને સહાયક છે. - આમ વિચારવું તે “અશરણ ભાવનાછે. આ માટે અનાથિ મુનિનું દ્રષ્ટાંત પ્રેરક અને પ્રોત્સાહક છે. ૩. સંસાર ભાવના: જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય.. સંબંધોમાં તિરાડ પડે... ત્યારે વિચારવું. અનાદિ અનંત સંસારમાં સંબંધોનું કોઈ જ સાતત્ય નથી. ભવભ્રમણમાં આ જીવાત્માએ અનેક સગપણો કર્યા છે. માતા મરીને બીજા જન્મ પત્ની થાય છે. પુત્ર મરીને બીજા ભવે પતિ થાય છે. ક્યારે કોઈ રિશ્તો તો ક્યારે કોઈ ६२

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69