Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 60
________________ સમજાવવું, ભણવું-ભણાવવું તે શ્રુતજ્ઞાન છે. શાસ્ત્રોનો સમાવેશ શ્રુતજ્ઞાનમાં થાય છે. આ જ્ઞાન ૧૪ પ્રકારનું છે. ૩. અવધિજ્ઞાન: મન અને ઇન્દ્રિયોની મદદ વિના માત્ર આત્મશક્તિથી મર્યાદિત સીમામાં રહેલાં મૂર્ત-રૂપી પદાર્થોને જાણી શકાય તે અવધિજ્ઞાન' કહેવાય છે. તે ૮ પ્રકારનું છે. ૪. મન:પર્યવજ્ઞાનઃ મન અને ઇન્દ્રિયોની મદદ વિના આત્મશક્તિથી અમુક મર્યાદામાં જીવાત્માના મોભાવને જાણવા તે મન:પર્યવજ્ઞાન છે. તેના ૨ પ્રકાર છે. ૫. કેવળજ્ઞાન: એકદમ શુદ્ધ, સંપૂર્ણ અને અનંત જ્ઞાન. તેના પર કોઈ આવરણ નથી હોતું. મન અને ઈન્દ્રિયોની મદદ વિના ત્રિલોક અને ત્રિકાળના તમામ મૂર્ત-અમૂર્ત પદાર્થો અને મનોભાવોને જાણી લેતું જ્ઞાન, તે ધ્રુવળજ્ઞાન. જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા અને સંપૂર્ણ ક્ષય થઈ જાય ત્યારે આ જ્ઞાન ઉપલબ્ધ થાય છે. ઉપર્યુક્ત પાંચ જ્ઞાનમાંના પ્રથમ બે-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે શીરનીર જેવો ગાઢ સંબંધ છે. જગતના દરેક જીવમાં આ બે જ્ઞાન હોય છે. પરંતુ સમ્યદ્રષ્ટિવાળાના જ્ઞાનને જ્ઞાન કહે છે. અને મિથ્યાદ્રષ્ટિના સામણે અજ્ઞાન કહે છે. જેમને ઉત્કૃષ્ટપણે મતિ અને શ્રુતજ્ઞાન હોય છે, તે ‘શ્રુતકેવળી' કહેવાય છે. નારકી, દેવતા અને તીર્થંકરોને જન્મતાની સાથે જ અવધિજ્ઞાન હોય છે. આ જ્ઞાન ચારે ય ગતિવાળાના જ્વાત્માને થાય છે. જ્યારે મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન મનુષ્યગતિમાં માત્ર સાધુને જ થાય છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન વચ્ચે મુખ્ય તફાવત આ છે: મન:પર્યવજ્ઞાનમાં વિશુદ્ધિ વધુ છે અને જે રૂપી-મૂર્ત સૂક્ષ્મ પર્ધાઓને અવધિજ્ઞાની જાણી શક્તા નથી તેને મન:પર્યવજ્ઞાની જાણી શકે છે. ધ્યાન મનને કોઈપણ આલેખનમાં એકાગ્ર કરવું તેનું ધ્યાન કહે છે. આ ધ્યાન શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોઈ શકે. આ શુભ-અશુભ ધ્યાન મુખ્યત્વે ચાર પ્રકાર છે. ૧. આર્તધ્યાન: મનગમતી વસ્તુનો વિયોગ થતાં તેને મેળવવા માટે તેમજ અણગમતી વસ્તુનો સંયોગ થતાં તેનાથી છૂટકારો મેળવવા માટે ચિંતાતુર બનવું, રડવું, કકળવું, માથું ફૂટવું, શોકાકુળ બનવું, તેને આર્તધ્યાન કહે છે. ચિંતામાં પણ મન એકાગ્ર બને છે, આથી શાબ્દિક દ્રષ્ટિએ તેને ધ્યાન કહ્યું છે પરંતુ આ ધ્યાન આત્મવિકાસમાં સહાયક અને પ્રેરક ન બનતાં આત્માને દુષિત અને દોષિત બનાવે છે, તેથી “આર્તધ્યાન' થી દૂર રહેવું જોઈએ. ૨. રૌદ્રધ્યાન; હિંસા, જૂઠ, ચોરી અને વ્યભિચાર વગેરે પાપ્ત કરવા માટે સતત વિચાર અને યોજનાઓ કરવી તેમજ તેનો અમલ કરવા-કરાવવું તે રૌદ્રધ્યાન છે. આત્મવિકાસમાં આ ધ્યાન બાધક હોવાથી તે ત્યાજ્ય છે. ૩. ધર્મધ્યાન: જે વૃત્તિ અને પ્રવૃત્તિની એકાગ્રતાથી આત્માની શુદ્ધિ થાય, જીવન પવિત્ર અને પાવન બને તેને ધર્મધ્યાન' કહે છે. આ ધ્યાન વારંવાર કરવા યોગ્ય છે. ૪. શુકલધ્યાનઃ આત્માના વિમળ અને વિશુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થવી, આત્મસાક્ષાત્કાર થવા, તેને ‘શુલધ્યાન’ કહે છે. તમામ પ્રકારના મોહ અને દોષો નષ્ટ થતાં આ ધ્યાન સિદ્ધ થાય છે, તે કરણીય છે. ક્રિયા-ભેદથી આ ચારેય ધ્યાનના વિવિધ પ્રકાર બતાવાયા છે. નવપદ આત્માના ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ માટે મનને શુભ ધ્યાનમાં રાખવું. અનિવાર્ય છે. મનને એકાગ્ર કરવા શુભ આલંબન આવશ્યક છે. જૈન ધર્મમાં ધ્યાન માટે ‘નવપદ’નું સુરેખ અને સુરમ્ય નિરૂપણ કરવામાં આવ્યું છે. નવપદ દુનિયાના સર્વશ્રેષ્ઠ તત્ત્વો છે, તે દરેકનું તેમનાં રંગ અનુસાર ધ્યાન ધરવાથી ચિત્ત શાંત, પ્રસન્ન, સ્થિર તેમજ નિર્મળ અને નિર્મમ બને છે. ६०

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69