Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 59
________________ છઠ્ઠ, અઠ્ઠમ, એકાંતર ઉપવાસ અને આયંબિલ કરવાના હોય છે. શક્તિ મુજબ તિવિહાર કે ચઉવિહાર ઉપવાસ પણ કરાય છે. આ તપનો તપસ્વી જો એમ વિચારે કે, ૧. મરીને હું મનુષ્યલોકમાં જ જન્મ પામું. ૨. મરીને હું દેવલોકમાં જઉં. ૩. આ તપમાં હું વધુ જીવુ જેથી મારી નામના થાય. ૪. આ તપમાં તો મારો કોઈ ભાવે ય પૂછતો નથી, તેથી હવે જીવ જલ્દી છૂટે તો સારું. ૫. મરીને દેવ થાઉં કે મનુષ્ય પણ બીજા ભવમાં ભરચક્ક ભોગોપભોગ મળે. તો આ તપ દૂષિત બને છે. તપ માત્રનો ઉદ્દેશ્ય ભાવ-વિશુદ્ધિનો છે. અને ભાવવિશુદ્ધિ મોક્ષનું મૂળ છે. આથી સંલેખના તપમાં ભાવને સવિશેષ વિશુદ્ધ અને વિમળ રાખવાના છે. તપ દરમિયાન સ્વાધ્યાય અને ધ્યાન સતત રાખવાના હોય સમ્યકત્વ સમ્યક્ત્વ જૈન ધર્મની આરાધના-સાધનાની આધારશિલા છે. સમ્યકુ, સમ્યક્ત્વ, સમકિત, સમ્યદ્રષ્ટિ આ બધાં એક જ અર્થને અભિવ્યક્ત કરે છે. સમ્યક્ત્વ એટલે યથાર્થ. જે જેવું છે તેને તેવા જ રૂપ-સ્વરૂપે જોવું-જાણવું અને માનવું. જે જાણવા યોગ્ય છે તે જાણવું. (ય). જે છોડવા યોગ્ય છે તે છોડવું. (હેય) જે સ્વીકારવા યોગ્ય છે તે સ્વીકારવું (ઉપાદેય) સમ્યક્ત્વનો સીધો ને સરળ અર્થ વિવેકદ્રષ્ટિ પણ કરી શકાય. જિનેશ્વરોએ દેવ, ગુરુ અને ધર્મનું જ સ્વરૂપ બતાવ્યું છે તે મુજબ તેમને માનવા અને તેમનામાં અતૂટ અને અખૂટ શ્રદ્ધા રાખવી તેનું નામ “સમ્યક્ત્વ’ છે. જિનેશ્વરોએ પ્રરૂપેલ નવ તત્ત્વોમાં રસ, રૂચિ, શ્રદ્ધા રાખવા, તેને જાણવા, માનવા અને સ્વીકારવા, આને પણ ‘સમ્યક્ત્વ' કહે છે. તેનું બીજું નામ ‘સમ્યગ્દર્શન' છે. આ સમ્યગ્દર્શન મોક્ષમાર્ગનું પ્રથમ ચરણ છે. જ સમ્યગ્દર્શનના મુખ્યત્વે પાંચ પ્રકાર છે. જ સમ્યકત્વના વિસ્તારથી ૬૭ પ્રકાર છે. , સમ્યક્ત્વના પાંચ અતિચાર છે અને આઠ આચાર છે. આત્માની ક્ષિતિજે સમ્યક્ત્વનો સૂર્યોદય થાય છે ત્યારે આરાધકના જીવનમાં નિખ્ખાંકિત ગુણોનો ઉઘાડ થાય છે. ૧. શમ : ચિત્તની શાંતિ અને સમતા. ૨. સંવેગ : મોક્ષમાર્ગની આરાધનામાં સહજ ઉલ્લાસ અને ઉમંગ. ૩. નિર્વેદ : સાંસારિક ભોગોપભોગ પ્રત્યે અરૂચિ, વિરક્તિ. ૪. અનુકંપા : કરુણા અને દયા. ૫. આસ્તિક્ય: આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, કર્મનો બંધ છે અને મોક્ષ છે- જૈન | દર્શનના આ શાશ્વત સત્યોમાં અડગ શ્રદ્ધા. સમ્યક્ત્વનો વિરોધી શબ્દ છે, મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે સાવ ઊલ્ટી અને ઊંધી સમજ. વસ્તુની યથાર્થતાનો ઇન્કાર કરીને અયથાર્થતામાં રાચવું. જ્ઞાન જૈન દર્શન જ્ઞાનને આત્માનો મૂળભૂત ગુણ માને છે. આત્મા અનન્ત જ્ઞાનમય છે. જ્ઞાન અને જ્ઞાની ભિન્ન પણ છે અને અભિન્ન પણ. જ્ઞાન મુખ્યત્વે પાંચ પ્રકારનું છે. ૧. મતિજ્ઞાન: પાંચ ઇન્દ્રિયો અને મન, એમ છ વર્ડ જાણવું તે મતિજ્ઞાન કહેવાય છે. મુખ્યત્વે તે ૨૮ અને વિસ્તારથી ૩૪૦ પ્રકારનું છે. ૨. શ્રુતજ્ઞાન: સાંભળવાથી અને જોવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન છે. વિચારવું, વ્યાખ્યા કરવી, ૬૨

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69