Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 35
________________ જૈન તીર્થો તેની પવિત્રતા તેમજ કલાકારીગરી માટે વિશ્વભરમાં મશહૂર છે. શત્રુંજય, ગિરનાર, આબુદેલવાડા, તારંગા, કુંભારિયાજી, સમેતશિખર, પાવાપુરી, રાજગૃહી, શંખેશ્વર, મહુડી, મહેસાણા, ઉપરિયાળા, ભદ્રેશ્વર, નાકોડાજી, વગેરે સેંકડો જૈન તીર્થો રમણીય અને પ્રણમ્ય છે. આ બધા તીર્થધામો ભાવિકની ધર્મભાવનાને સબળ અને વર્ધમાન કરે છે. આ તીર્થો આજે પણ લાખો માણસોને સુખ-શાંતિ અને પ્રસન્નતાનો રાહ ચીંધે છે. અલબત્ત તીર્થોની યાત્રા કરતી વખતે ઉચિત નિયમો અને સમુચિત અનુશાસનનું પાલન આવશ્યક હોય છે. તીર્થોની પવિત્રતા જોખમાય એવા આચાર કે વ્યવહારથી દૂર રહેવું જરૂરી છે. તીર્થ તો સામુહિક સાધના માટેના સુરક્ષિત ક્ષેત્ર જેવા છે. સાત ક્ષેત્રો જૈન સંસ્કૃતિ વિશાળ અને વિરાટ છે. પરંતુ સરળતાથી સમજવા માટે એમ કહી શકાય કે જૈન સંસ્કૃતિ મુખ્યત્વે સાત ક્ષેત્ર/વિભાગની બનેલી છે. તેનાં એ સાત ક્ષેત્ર જૈન સંસ્કૃતિના લગભગ બધા જ અંગોને સમાવી લે છે. તેની આર્થિક વ્યવસ્થાનું ચોક્કસ માળખું છે અને તેનું ચોક્કસ નામ છે. એ ક્ષેત્ર અને એના નામો આ પ્રમાણે છે. ૧. જિન ચૈત્ય અને ૨. જિનમૂર્તિ - ચૈત્ય એટલે દેરાસર, દેરાસર અને મૂર્તિ અભિન્ન છે. દરેક દેરાસરમાં એક ભંડાર હોય છે. ભાવિકો દેરાસરમાં જઈને, પરમાત્માના દર્શન, સ્તુતિ, પૂજા કરીને ભંડારમાં યથાશક્તિ પૈસા નાંખે છે. પ્રભુજીને પ્રથમ પૂજા કરવા માટે, પ્રભુજીની આરતી ઉતારવા માટે ઘણી વખતે બોલી બોલવામાં આવે છે. સર્વોચ્ચ બોલી બોલનાર તેની નિયત રકમ ચૂકવે છે. પ્રભુજીને ભેટમાં રૂપે ધરાતી રકમ, બોલીની ચૂકવાતી રકમ તેમજ પ્રભુજીની ભક્તિના અન્ય નિમિત્તે અપાતી રકમ દેવદ્રવ્ય કહેવાય છે. દેવદ્રવ્ય એટલે દેવને અર્પણ કરેલું દ્રવ્ય. આ દેવદ્રવ્યનો ઉપયોગ દેરાસરના નવ-નિર્માણ માટે તેમજ દેરાસરના જિર્ણોદ્ધાર માટે જ કરી શકાય છે. દેરાસર અને મૂર્તિ સંબંધી કાર્યો માટે જ તેનો ઉપયોગ થઈ શકે છે. આ વ્યવસ્થાથી ઘણાં દેરાસરોનો જિર્ણોદ્ધાર થયો છે અને થાય છે. જે દેરાસરમાં દેવદ્રવ્ય પૂરતા પ્રમાણમાં અને વધુ હોય છે તે દેરાસરના ટ્રસ્ટીઓ જિર્ણોદ્ધારના કામ માટે દેવદ્રવ્ય પોતાની મર્યાદામાં રહીને આપે છે. દેરાસરના નવનિર્માણમાં પણ અપાય છે. ૩. જિનાગમ જ્ઞાન પૂજનીય છે. જ્ઞાનના ઉપકરણો-પુસ્તક, ગ્રંથ વગેરે પણ પૂજનીય છે. ભાવિકો ઉપાશ્રયે જાય છે ત્યાં સાધુ-સાધ્વીને વંદન કરે છે. એ પ્રસંગે વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરે છે. તેને જ્ઞાનપૂજન કહે છે. આ પૂજન નિમિત્તે ભાવિકો પૈસા અર્પણ કરે છે. જ્ઞાનપૂજનમાં મૂકાયેલ રકમને ‘જ્ઞાન-દ્રવ્ય' કહેવાય છે. આ દ્રવ્યનો | ઉપયોગ પ્રાચીન–અર્વાચીન ધાર્મિક ગ્રંથોના પ્રકાશનમાં કરવામાં આવે છે, એ ગ્રંથોના સંરક્ષ પણ લેવાય છે. જ્ઞાનભંડાર કે પુસ્તકાલય માટે આ વિભાગના દ્રવ્યનો ઉપયોગ થઈ શકે છે. તેનો ઉપયોગ સાધુ-સાધ્વીજીને ભણાવતા પંડિતોનો પગાર ચૂકવામાં પણ કરવામાં આવે છે. ૪-૫. સાધુ અને સાધ્વી આ વિભાગ માટે નિયત દ્રવ્યને સાધુ-સાધ્વીની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ દ્રવ્યથી સાધુ-સાધ્વીની સમ્યક્ જીવન જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવે છે. આને ‘વૈયાવચ્ચ ખાતું પણ કહેવાય છે. ૬-૭. શ્રાવક અને શ્રાવિકા દીન અને દુ:ખી, આર્થિક રીતે નબળાં શ્રાવક-શ્રાવિકાઓના દુઃખમાં સહભાગી બની તેમને અશુભ અને હિંસક મનોભાવોમાંથી (આર્ત અને રૌદ્ર ધ્યાનમાંથી) ઉગારી લઈને, ધર્મ ધ્યાનમાં સ્થિર કરવા સાધારણ ખાતાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખાતાના દ્રવ્યને ‘સાધારણ દ્રવ્ય’ કહેવાય છે. આ ઉપરાંત ‘જીવદયા’નો પણ એક વિભાગ રાખવામાં આવે છે. તે માટે મળેલા દ્રવ્યનો ઉપયોગ પશુ-પંખીઓની સારવાર માટે તેમજ જીવોને (ઢોરઢાંખરને) કસાઈખાનેથી છોડાવવા માટે કરવામાં આવે છે. આ સાતે ક્ષેત્રોના નિર્વાહ માટે જુદા જુદા દ્રવ્યોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે દ્રવ્ય (ધનરાશિ) જે 39

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69