Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 45
________________ પ્રાણ પર્યાપ્તિ જીવનશક્તિને પ્રાણ કહે છે. પ્રાણ દસ છે: ૧. સ્પર્શેન્દ્રિય પ્રાણ : સ્પર્શ કરવાની શક્તિ. ૨. રસનેન્દ્રિય પ્રાણ : સ્વાદ લેવાની શક્તિ. ૩. ધ્રાણેન્દ્રિય પ્રાણ : સુંઘવાની શક્તિ. ૪. ચક્ષુરિન્દ્રિય પ્રાણ : જોવાની શક્તિ. ૫. શ્રવણેન્દ્રિય પ્રાણ : સાંભળવાની શક્તિ. ૬. મનોબળ : વિચારવાની ક્ષમતા. ૭. વચનબળા : વાણીની ક્ષમતા. ૮. કાચબળ, : શારીરિક ક્ષમતા. ૯. શ્વાસોશ્વાસ : શ્વાસ લેવા-મૂકવાની ક્ષમતા. ૧૦. આયુષ્ય : જીવન મર્યાદા. જીવોની પર્યાપ્તિ અને પ્રાણ જીવ એકેન્દ્રિય બેઇન્દ્રિય તેઇન્દ્રિય ચઉરિન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય સંજ્ઞી પંચેન્દ્રિય ૨. અજીવ જીવનું પ્રતિપક્ષી તત્ત્વ તે અજીવ તત્ત્વ છે. મતલબ કે જેનામાં ચેતના નથી. જેનો ન જન્મ છે, ન મૃત્યુ છે, જે નથી કર્તા, નથી ભોક્તા. જેનામાં જ્ઞાન-દર્શન, ઉપયોગ કશું જ નથી તે અજીવ છે, જડ છે, અચેતન છે. જૈન દર્શન સૃષ્ટિના તમામ અજીવ પદાર્થોને પાંચ પ્રકારમાં વિભક્ત કરે છે: ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૪. ૫ગલાસ્તિકાય અને ૫. કાળ. અજીવ તત્ત્વને સુપેરે સમજવા માટે પ્રથમ મુખ્ય ચાર શબ્દો સમજવા જરૂરી છે: ૧. સ્કંધ : વસ્તુનો અખંડ ભાગ. ૨. દેશ : સ્કંધ સાથે સંલગ્ન કેટલોક ભાગ. ૩. પ્રદેશ : સ્કંધ સાથે સંલગ્ન કેટલોક પરંતુ તોડવાથી છૂટો ન પડે તે ભાગ. ૪. પરમાણ : સ્કંધમાંથી છૂટો પડેલો પણ જેને જોઈ ન શકાય તેવો સૂક્ષ્મ પુદ્ગલ. આ અવિભાજ્ય અને સૂક્ષ્માતિ-સૂક્ષ્મ હોય છે. અજીવ તત્વના પાંચ પ્રકારના ચાર અસ્તિકાય છે. બે શબ્દ છે: અસ્તિ અને કાય. અતિ એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ. પ્રદેશોનો સમૂહ એટલે અસ્તિકાય. સ્કંધ, દેશ અને પ્રદેશ આ ત્રણે હિસ્સાઓ પાંચેયમાં સમાન છે. પરંતુ ૫ગલાસ્તિકાયમાં એક પરમાણુ વિશેષ હોય છે. બીજા અસ્તિકાયમાં પરમાણુ અલગ નથી કરી શકાતો. ધર્મ, અધર્મ, આકાશ અને આત્માના પ્રદેશો અવિભાજ્ય છે. આ બધાં દ્રવ્યો અખંડ દ્રવ્યાત્મક મનાયા છે. કાળને પ્રદેશોનો સમૂહ નથી હોતો. કાળ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં વિભક્ત છે. ભૂતકાળનું કોઈ અસ્તિત્વ નથી. ભવિષ્યકાળ હજી હવે આવનાર છે. વર્તમાન કાળ એક ક્ષણ કે ક્ષણાર્ધ સમયરૂપ છે. આમ તેને કોઈ પ્રદેશનો સમૂહ નથી, તેથી અસ્તિકામાં તેની ગણના નથી થતી. જીવ પણ અસ્તિકાય છે. તે અસંખ્યાતા પ્રદેશોના સમુહરૂપ છે. આમ જીવાસ્તિકાય સહિત ઉપરના પાંચ ४५

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69