Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 54
________________ મતલબ કે ફરી જનમ. ફરી મરણ. વારંવારના જન્મ-મરણ એટલે પુનર્જન્મ. ભવભ્રમણ. નવજાત શિશુને સ્તનપાન કરવાનું કોણ શીખવે છે? કોઈ જ નહિ! છતાંય ગતજન્મની આહાર સંજ્ઞાના, પ્રભાવે શિશુ ધાવણ માટે વલખે છે. નવજાત શિશુ હસે છે, રડે છે, ડરે છે. આ બધું તે કરે છે. એ તેનાં પૂર્વજન્મની સંસ્કારજન્ય સ્મૃતિનું પરિણામ છે. તાજા જન્મેલા બાળકને સુખ-દુ:ખની અનુભૂતિ થાય છે, તે પણ તેનાં જન્મજન્માંતરના સંસ્કારને આભારી છે. પુનર્જન્મ એ કર્મબદ્ધ જીવાત્માની અવસ્થાનું પરિવર્તન છે. આત્મા ક્યારેય મરતો નથી. મરે છે તેનો માત્ર દેહ. દેહ મરતા આત્મા એના સૂક્ષ્મ શરીર સાથે, પોતાના કર્માનુસાર બીજો જન્મ લેવા પ્રયત્નશીલ બને છે અને નવો જન્મ ધારણ કરી લે છે. એવો એકાંતિક નિયમ નથી કે આ જન્મમાં કરેલા શુભ-અશુભ કર્મના ફળ આ જીવાતા જીવનમાં જ મળે. તેના ફળ તેને બીજા ભવોમાં પણ મળતા હોય છે. કરેલાં કર્મના ફળ ભોગવવા જ પડે છે. તે માટે પુનર્જન્મ થતો જ રહે છે. પરલોક-પુનર્જન્મ આજના વિજ્ઞાનીઓ માટે સજ્જડ પુરાવાઓ સાથે પડકાર બન્યા છે. આ માટે આધુનિક વિજ્ઞાનીઓ પાસે પરમનોવિજ્ઞાન para psychology નામનું વિશિષ્ટ વિજ્ઞાન છે. ભારતમાં અને વિદેશોમાં આ વિષય પર વિશદ અને મહત્ત્વપૂર્ણ સંશોધન થયા છે, થઈ રહ્યા છે અને ઘણા વિજ્ઞાનીઓ જાહેરમાં પુનર્જન્મનો સ્વીકાર કરી રહ્યા છે. પુનર્જન્મની યાદના અનેક કિસ્સાઓ બન્યા છે. પુનર્જન્મની સત્ય ઘટનાઓ નોંધપાત્ર સંખ્યામાં બની છે. વિગત જન્મોની આ જન્મમાં યાદ આવવી તેને જૈન દર્શન ‘જાતિસ્મરણ જ્ઞાન' કહે છે. આ જ્ઞાનના હજારો પ્રસંગો ધર્મગ્રંથોમાં અને આજનાં અખબારો અને સામયિકોમાં ગ્રંથસ્થ થયાં છે. જ્યોર્જ બર્નાર્ડ શો પ્રખર બુદ્ધિવાદી હતા. જગવિખ્યાત બ્રિટીશ નાટ્યકાર હતા એ. તેમણે મહાત્મા ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીની સાથેના એક વાર્તાલાપમાં કહ્યું હતું કે મારી ભાવના આવતા ભવે ભારતના કોઈ જૈન પરિવારમાં જન્મ લેવાની છે.” આ વાર્તાલાપ પુનર્જન્મના સિદ્ધાંતની સુવર્ણ સાખ પૂરે છે. સંજ્ઞા આઠ કર્મોમાં “મોહનીય કર્મ' સૌથી વધુ પ્રબળ છે. આત્મા પર તેની જબરજસ્ત પકડ છે. સાત કર્મો તો આત્માના મૂળ ગુણો અને મૂળ સ્વરૂપને માત્ર આવૃત્ત જ કરે છે, જ્યારે આ મોહનીય કર્મ આત્માના મૂળ ગુણસ્વરૂપને વિકૃત કરે છે. આ કર્મના કારણે જીવાત્મામાં વિધવિવિધ મનોવૃત્તિઓ બને છે, જન્મે છે, તેને જૈન પરિભાષામાં “સંજ્ઞા' કહે છે. - સંજ્ઞા એટલે વૃત્તિ. સંજ્ઞા એટલે મૂચ્છ. સંજ્ઞા એટલે આસક્તિ. આજનું મનોવિજ્ઞાન જેને સહજ સ્વાભાવિક મનોવૃત્તિઓના નામે ઓળખે છે, તેને જૈન દર્શને “સંજ્ઞા'નું નામ આપ્યું છે. આવી ૧૦ સંજ્ઞાઓ છે: ૧. આહાર સંજ્ઞા : ખાવાની વૃત્તિ અને વિચાર ૨. ભય સંજ્ઞા : ડરની લાગણી અને વિચાર ૩. મૈથુન સંજ્ઞા : જાતીય વૃત્તિ અને વિચાર ૪. પરિગ્રહ સંજ્ઞા : મારાપણાની વૃત્તિ અને વિચાર (મમતા-આસક્તિ) ૫. કોધ સંજ્ઞા : ગુસ્સાની વૃત્તિ અને વિચાર ૬. માન સંજ્ઞા : અહંકારની વૃત્તિ અને વિચાર ૭. માયા સંજ્ઞા : કપટની વૃત્તિ અને વિચાર ૮. લોભ સંજ્ઞા : ભેગું કરવાની વૃત્તિ અને વિચાર (લાલચ-લુબ્ધતા) ૯. ઓઘ સંજ્ઞા : ગતાનુગતિક અનુકરણની વૃત્તિ અને વિચાર (ગાડરિયો પ્રવાહ) ૧૦. લોક સંજ્ઞા : લૌકિક માન્યતાને વળગી રહેવાની વૃત્તિ અને વિચાર (રૂઢિવાદિતા) કષાય આ દસ સંજ્ઞાઓમાંથી ૫ થી ૮ ની ચાર સંજ્ઞાઓને “કષાય-સંજ્ઞા' પણ કહે છે. ક્રોધ, માન, માયા અને લોભ-આ ચારનું એક સંયુક્ત નામ એટલે ‘કષાય'. તેમાં બે શબ્દ છે. કષ અને 98

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69