Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 55
________________ આય. ક્રષ એટલે સંસાર. ‘આય’ એટલે કરાવનાર, વધારનાર. આ ચાર કષાય જીવાત્માને અનંત સંસારમાં ભટકાવે છે. જીવાત્માને ભવભ્રમણ કરાવનાર આ મુખ્ય વૃત્તિઓ છે. કષાય એ મનનો આવેગ છે. તે ભય, શોક, ઘૃણા આદિ ૯ મુખ્ય નિમિત્તોથી ઉત્તેજિત થાય છે. એ નવ નિમિત્તોને નો પાથ' કહે છે: આ પ્રમાણે ૧. હાસ્ય ૨. રતિ ૩. અરતિ ૪. ભય ૫. શોક : અકારણ હસવું. : ક્ષુલ્લક બાબતમાં ખુશ-રાજી થવું. : નારાજ થવું. : ડરવું. : રડવું, કકળવું. : નાક-મોં મચકોડવા-તરસ્કાર કરવો ૬. જુગુપ્સા ૭. પુરુષવેદ : સ્ત્રીનો સંસર્ગ કરવાની વાસના. ૯. સ્ત્રીવેદ : પુરુષનો સંસર્ગ કરવાની વાસના, હ. નપુંસકર્વેદઃ સ્ત્રી-પુરુષ બંનેનો સંસર્ગ કરવાની વાસના, ધૃણા કરવી. પાંચ સમવાય કાર્ય અને કારણ બંનેના ગાઢ સંબંધ છે. કારણ વિના કાર્ય થતું નથી. કાર્ય-કારણના સંબંધર્વ સમવાય કહે છે. તે પાંચ છે. વિશ્વની તમામ લીલા આ પાંચ સમવાયને આભારી છે. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, અને પુરુષાર્થ - આ પાંચ સમવાય છે. પાંચેય એકર્મક સાથે સંબંધિત છે. આ પાંચ વાદ તરીકે પણ વિખ્યાત છે. તેનો હિમાયતી તેનો વાદી છે. કાળવાદી દરેક બાબતમાં કાળને જ મુખ્ય ગણે છે. અને અન્ય કારણોનો તે ઇન્કાર કરે છે. જૈન ધર્મ અનેકાન્ત દ્રષ્ટિથી દરેક બાબતની વિચારણા કરે છે. તે પરિણામળે, કાર્યને પાંચ સમવાયજન્ય માર્ગ છે, ૧. કાળ: કાળ (સમય) સૌનો કર્તા-હર્તા છે. જગતના તમામ પદાર્થો કાળના કબ્જામાં છે. બીજ આજે વાવ્યું, ઘડી પછી તે વૃક્ષ નથી બનતું. એ માટે યોગ્ય સમય લાગે છે. કાળ પાકે ત્યારે જ તેને ક્રમશ: અંકુર, કળી, પાંદડા, ફૂલ, ફળ વગેરે આવે છે. ઋતુઓનો પણ ચોક્કસ કાળ છે. કર્મનું ફળ પણ કાળ પાકે મળે છે. ૨. સ્વભાવ કાળ જ સર્વોપરિ અને અંતિમ નથી. કાળ પાકવા છતાંય ઘણાં બીજ વિકસતા નથી. સ્ત્રી ઉંમર લાયક થાય છે છતાંય તેને દાઢી-મૂછ ઉગતા નથી. તેને સંતાન થતું નથી. તો બધું શી રીતે થાય છે! કોણ કરે છે! તેનો જવાબ છે, સ્વભાવ. સ્વભાવથી બધું થાય છે. માછલાં આદિ જળચર પ્રાણીઓનો સ્વભાવ પાણીમાં રહેવાનો છે! લુચ્ચાઈ શિયાળો સ્વભાવ છે. કાળનો સ્વભાવ સાંભળવાની છે. આમ દરેક પદાર્થને પોતાનાં મૂળભૂત સ્વભાવ છે. આમ સ્વભાવથી બધું થાય છે. ૩. નિયતિ: નિયતિ અટલ ભાગ્ય, કિસ્મતમાં-લલાર્ટ જેવું લખેલું હોય તેવું થાય. નિયતિનું ઐકાંતિક સમર્થન કરનાર કાળ અને સ્વભાવનો ઈન્કાર કરે છે. તે માને છે કે જે કંઈ બનવાનું છે તે અગાઉથી નક્કી જ થયેલું છે. માણસ મરવાનો જ હોય તો લાખ ઉપાય કરવા છતાંય બચતો નથી, અને બચવાનો હોય તો લાખ પ્રહાર કરવા છતાંય મરતો નથી. જે કાળે જે બનવાનું હોય છે તે જ બને છે. બધું જ નિશ્ચિત છે. આમ માનવું તે નિયતિવાદ છે, તેને ‘ભવિતવ્યતા’ પણ કહે છે. ૪. કર્મ: કર્મવાદી કાળ, સ્વભાવ અને નિયતિનો ઇન્કાર કરે છે. તે ભારપૂર્વક કહે છે કે જેવાં જેવાં કર્મ કર્યા હોય તેવું જ ફળ આવે છે. જેવી કરણી તેવી ભરણી.’ ‘વાવો તેવું લણો.’ ‘કરો તેવું પામો.’ આ તેનાં પ્રચાર સૂત્રો હોય છે. જગતમાં જે કંઈ વિચિત્રતા અને વિષમતા છે તે આ કર્મને જ આભારી છે. ૫. પુરુષાર્થ: ५५

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69