________________
જે વધે છે, ઘટે છે, કે ખાય છે, પીએ છે, જે ઊંઘે છે, જાગે છે, જે કામ કરે છે, આરામ કરે છે, જે ભય પાર્મ છે, આત્મરક્ષા માટે જે પ્રયત્ન કરે છે, જેનામાં પ્રજનન શક્તિ છે, તે જીવ છે. શરીર સાથે જીવ સંબદ્ધ હોય છે, ત્યારે આ બધાં લક્ષણો જીવમાં જોવા મળે છે. આ બધાં જીવનાં બાહ્ય લક્ષણો છે.
જીવનું અંતરગત લક્ષણ છે, ચેતના. જૈન દર્શન માને છે કે આત્મા (જીવ) ચૈતન્ધસ્વરૂપ છે. પોતાનાં મૂળ અને મૌલિક ચૈતન્ય સ્વરૂપને અખંડ અને અકબંધ રાખીને ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં તેનું પરિવર્તન થાય છે. દા.ત. સોનું અને તેના અલંકારો. સોનું મૂળસ્વરૂપે સોનું જ રહે છે. પરંતુ તેમાંથી વીંટી બને છે. બંગડી બને છે. ચેઇન વગેરે પણ બને છે. ઘાટ બદલાય છે. સોનું નથી બદલાતું એ એનું એ જ રહે છે. એજ પ્રમાણે આત્મા મૂળ સ્વરૂપમાં એનો એજ રહે છે. અવસ્થાઓ તેનીં બદલાય છે. પર્યાનું પરિવર્તન થાય છે. શુભ અને અશુભ કર્મો અનુસાર આત્મા ચૌરાશી લાખ દેહોમાંથી કોઈપણ એકાદ દેહને અમુક નિયત સમય માટે ધારણ કરે છે. આત્મા સ્વયં શુભ કે અશુભ કર્મ કરે છે. અને તેનાં સારા કે ખરાબ પરિણામ પણ આત્મા પોતે જ ભોગવે છે.
દેહના પ્રમાણમાં આત્મા સમાઈ જાય છે. ના પરિમાણ મુજબ આત્માનું પણ સંકોચ અને વિસ્તાર થાય છે. સમયા કોઈ આરંભ કે અંત નથી તેમ આત્મા-જીવ પણ અનાદિ અને અનંત છે. તેમજ આત્મા અવિનાશી છે તેના મૂળ સ્વરૂપનો ક્યારેય નાશ થતો નથી. કર્માનુસાર માત્ર દેહ બદલાય છે. આત્મા એનો એજ રહે છે. શરીરમાં રહેલાં આત્માની પ્રતીતિ તેના બોલવા ચાલવા, હરવા-ફરવા, ખાવા-પીવા આદિ ક્રિયાઓના વ્યવહારથી થાય છે. આ ચેષ્ટાઓ કરનારું પ્રેરક બળ તો આત્મા જ છે.
જૈન દર્શન આત્માને સ્પષ્ટપણે ચેતનામય અરૂપી સત્તા માને છે. ચેતનાનું લક્ષણ છે ઉપયોગ. સુખ અને દુ:ખ દ્વારા, જ્ઞાન અને દર્શન દ્વારા આ ઉપયોગ અભિવ્યક્ત થાય છે.
આત્મા નિર્જળ અને નિરાકાર છે. આત્મા અરૂપ અને અમૂર્ત છે. તે સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. આત્મા તો જ્ઞાનમય અસંખ્ય પ્રદેશોનો પિંડ-સમુહ છે.
જીવના વિવિધ પ્રકાર
સામાન્યત: જીવના મુખ્યત્વે બે ભેદ પાડી શકાય. ૧. મુક્ત આત્મા અને ૨ સંસારી આત્મા.
કર્મોના બંધનોથી જેઓ સર્વથા અને સંપૂર્ણ મુક્ત બની ગયા હોય તેવા શરીરરહિત આત્માને મુક્ત આત્મા કહે છે.
કર્મોથી જેઓ બંધાયેલા છે તે શરીરધારી ી સંસારી આત્મા છે.
સંસારી આત્માના બે ભેદ છે:
સ્થાવર; જેઓ પોતાની ઇચ્છા મુજબ ક્લન ચલન ન કરી શકે તેવાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો. આ દરેક સ્થાવર જીવ કહેવાય છે.
ત્રસ: જૂઓ પોતાની ઇંયા મુજબ હલન-ચલન કરી શકે તેવાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, પરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો. આ બધાં ત્રસ જીવો કહેવાય છે.
સ્થાવર - એકેન્દ્રિય જીવો
સ્થાવર જીવો પાંચ પ્રકારના છે. એ પાંચેય જીવોને માત્ર એક સ્પર્શ-ઇન્દ્રિય હોવાથી, તેને એકેન્દ્રિય જીવો પણ કહે છે.
૧. પૃથ્વીકાય: પથ્થર, ધાતુ, સુરમા, પરવાળા વગેરે માટીનાં જીવો.
૨. અપકાય; ધુમ્મસ, ઝાકળ વગેરે દરેક જાતના પાણીના જીવો.
૩. તેઉકાય: તણખા, અંગારા, જ્વાળા, વીજળી, દાવાનળ વગેરે અગ્નિના જીવો.
૪. વાયુકાય: પવન, વાવાઝોડું, વંટોળિયો વગેરે દરેક જાતના વાયુના જીવો.
૫. વનસ્પતિકાય; લીાતરી, ફળ-ફૂલ, વૃક્ષ વગેરે દરેક જાતની વનસ્પતિના જીવો. વનસ્પતિકાયના જવો બે પ્રકારના છે:
સાધારણ વનસ્પતિકાય: જેમાં શરીર એક હોય પરંતુ તેમાં અસંખ્ય અને અનંત જીવી રહેતા હોય. દા.ત. કાંદા-બટાટાં વગેરે કંદમૂળ, લીલ-ફૂગ, ગળો વગેરે. આ દરેક ને અનંતકાય પણ કહેવામાં આવે છે.
પ્રત્યેક વનસ્પતિકાય: એકજ શરીરમાં એક જ જીવ હોય, વૃક્ષમાં, મૂળમાં, થડમાં, છાલમાં, ફૂલમાં, ફળમાં, પાંદડામાં, બીજમાં આમ દરેકમાં જુદો જુદો જીવ હોય.
ત્રસ જીવો
४३