________________
પૂણ્ય-કર્મની અસર આત્મા પર પડે છે. તેનાં ફળ સ્વરૂપે જીવાત્માને સુખ, સંપત્તિ, યશ, પ્રતિષ્ઠા, રૂપ, આરોગ્ય, સત્તા વગેરે મળે છે.
પુણ્યની પ્રાપ્તિ માત્ર ધર્મ કર્મથી-શુભ કર્મથી-સ–વૃત્તિથી જ થાય છે. અર્થાત્ ધર્મની આરાધના વિના પુણ્ય નથી થતું. ૪. પાપતત્ત્વ
અસવૃત્તિ, અસવિચાર અને અનાચારને પાપ કહે છે. અશુભ કર્મને પાપ કહે છે. જેના કારણે પાપ કર્મ બંધાય તે પાપના કારણો પણ પાપ કહેવાય છે. પાપના કારણ, પાપના સ્થાન-ઘર ૧૮ છે. હિંસા, જુઠ, ચોરી, મૈથુન, સંગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કકળાટ, જુઠો આરોપ, ચાડીયુગલી, રતિ-અરતિ (પાપ કર્મમાં રૂચિ અને પુણ્ય કર્મમાં અરૂચિ) નિંદા કરવી, દંભપૂર્વક જુઠ અને મિથ્યાત્વશલ્ય (આત્મા, મોક્ષ, ધર્મમાં શંકા) વિસ્તારથી પાપના ૮૨ પ્રકાર છે.
પાપની પણ આત્મા પર ચોક્કસ અસર પડે છે. પાપના સેવનથી તેના ફળ સ્વરૂપે દુ:ખ, ગરીબી, બિમારી, બદનામી, કુરૂપતા, ગુલામી વગેરે મળે છે. ૫. આશ્રવ તત્ત્વ
આશ્રવ એટલે ખેંચાઈ આવવું, વહી આવવું. જ્યાંથી અને જેના વડે પાપ કર્મો ઢસડાઈ આવીને આત્માને દૂષિત અને દોષિત કરે-બનાવે, તેને આશ્રવ કહે છે.
મન, વચન અને કાયાની અસવૃત્તિ અને પ્રવૃત્તિઓને મુખ્યત્વે આશ્રવ કહેવાય છે. મલિન અને હિંસક વિચારને પણ આશ્રવ કહેવાય છે. તેના ૪૨ પ્રકાર છે. ૬. સંવર તત્ત્વ
આશ્રવના નિરોધને “સંવર' કહે છે. આશ્રવ એટલે કર્મોના આગમનું દ્વાર, આ દ્વારને બંધ રાખવાની ક્રિયાને સંવર કહે છે. સંવર એટલે અટકાવવું, રોકવું.
તપ, જપ, ધ્યાન, વ્રત આદિ ધર્મઆરાધનાથી અશુભ કર્મોનો પ્રવાહ આવતો અટકે છે અને આત્મા દૂષિત બનતો બચી જાય છે. પ૭ પ્રકારના સંવરથી કર્મોના પ્રવાહને ખાળી શકાય છે. ૭. બંધ તત્ત્વ
આત્મા અને કર્મનો આશ્લેષ તેને “બંધ' કહે છે. જીવાત્મા કર્મોના પુદ્ગલોને ગ્રહણ કરે છે. પછી તે બંને આત્મા અને કર્મ, દૂધ અને પાણી જેમ એકાકાર થઈ જાય તેને ‘બંધ’ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને ‘કર્મ-બંધ’ કહે છે.
કર્મ કરતી વખતે જ્યાં અને જેટલાં મનોભાવ હોય છે તે પ્રમાણે તેવો કર્મ-બંધ થાય છે. તેનું ફળ પણ તે જ પ્રમાણે મળે છે. કર્મબંધ ચાર પ્રકારથી થાય છે. (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિબંધ (૩) રસબંધ (૪) પ્રદેશબંધ. ૮. નિર્જરા તત્ત્વ
નિર્જરા એટલે ખરવું. અગાઉ આત્માએ બાંધેલા કર્મોનો અંશે અંશે ક્ષય થાય છે તેને નિર્જરા કહે છે. ચીકણા અને ક્ષણિક કર્મોને ઉખેડવાની વૃત્તિ અને પ્રવૃત્તિને નિર્જરા કહે છે. ઉપવાસ, સ્વાધ્યાય, ધ્યાન આદિ ૧૨ પ્રકારના તપથી કર્મોની શીઘ્ર નિર્જરા થાય છે. ૯. મોક્ષ તત્ત્વ
આત્મા પર લાગેલાં તમામ કર્મોનો સર્વથા અને સંપૂર્ણ ક્ષય થઈ જાય અને આત્મા ફરી કર્મથી કદી બંધાય નહિ તેને “મોક્ષ' કહે છે. કર્મનો સર્વથા ક્ષય થતાં આત્મા પોતાના જ્ઞાન-દર્શનમય સ્વરૂપમાં રહે છે, તેનું નામ “મોક્ષ' છે. આત્મા આ અવસ્થા પ્રાપ્ત કરે છે, ત્યારે તે પરમાત્મા બની જાય છે. પરમાત્મા, સિદ્ધ, બુદ્ધ, મુક્ત આ બધાં એકાર્યવાચી શબ્દો છે.
સંખ્યાની દ્રષ્ટિએ મુક્તાત્મા અનંત છે. મુક્તાત્માનો પુનર્જન્મ નથી હોતો આથી તે અપુનરાવૃત્તિ હોય છે.
મોક્ષ એ આત્માની સહજ અવસ્થા છે. મોક્ષ થતાં દેહ છૂટી જાય છે. રહે છે માત્ર આત્મા અને તેનો સત્, ચિત્, આનંદમય સહજ સ્વભાવ. મોક્ષનું સુખ શબ્દાતીત છે. એ માત્ર અનુભૂતિ છે. ‘ગંગે કેરી સરકરા’
૪૮