Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 40
________________ ૨. પદયાત્રા. ૩. ભૂમિ પર શયન. ૪. બ્રહ્મચર્યનું પાલન. ૫. સચિત્ત વસ્તુનો ત્યાગ. ૬. સાચી શ્રદ્ધા. આ છ નિયમના અવિકલ પારિભાષિક શબ્દો છે: જેમકે ભોંયપથારી, પાદવિહારી વગેરે. એ દરેક શબ્દનો છેલ્લો અક્ષર “રી હોય છે. આથી તેને છરી કહે છે. તેની મુખ્યતાના કારણે તેને છ'રી પાળતો સંઘ પણ કહે છે. આ યાત્રાસંઘમાં વ્યક્તિગત ધર્મની આરાધના સાથે જૈનધર્મનો પ્રચાર અને પ્રસાર પણ થાય છે. ભાવિક યાત્રિકો સ્થાનિક સંઘોની સમ્યક્ પ્રવૃત્તિ માટે યથાશક્ય દાન પણ કરે છે. તેથી યાત્રા સંઘ જે નગરોમાંથી પસાર થાય છે કે જ્યાં રોકાય છે ત્યાંના સંઘને પણ લાભ થાય છે. માળારોપણ સુદીર્ઘ ‘ઉપધાન તપ' કરનાર તપસ્વીનું તેમજ “સંઘયાત્રા'ના સંયોજક અને આયોજકનું માળ' પહેરાવીને તેમની ધર્મભાવનાનું બહુમાન કરવાના પ્રસંગને માળારોપણ કહે છે. આ “માળ' નિયત વિધિ અને ક્રિયાપૂર્વક પહેરાવવામાં આવે છે. માળ' એટલે એક પ્રકારની માળા, રેશમ-જરી આદિ વિશિષ્ટ પદાર્થની તે બનેલી હોય છે. જેમ સામાન્યત: ફુલહાર પહેરાવી બહુમાન કરાય છે તે પ્રમાણે તપસ્વીનું અને દાતાનું માળારોપણથી બહુમાન કરાય છે. ઉદ્યાપન ઉદ્યાપન એટલે ઉત્સવ. આને “ઉજમણું' પણ કહે છે. તેમાં પોતાના નિર્મળ આનંદની વહેંચણી કરવામાં આવે છે. વિશેષ તપશ્ચર્યા કે સાધના નિર્વિઘ્ન અને સાનંદ પરિપૂર્ણ થઈ તેની ખુશાલી, તેનો આનંદ અભિવ્યક્ત કરવા ઉદ્યાપન કે ઉજમણું કરવામાં આવે છે. એમાં જિનભક્તિમાં ઉપયોગમાં આવતાં ચંદન, કળશ, વાટકી, દીપ વગેરે ઉપકરણો,જ્ઞાનસાધનાના પુસ્તકો, સાપડો વગેરે ઉપકરણો તેમજ સાધુની જીવનચર્યા માટેના રજોહરણ, સંથારો, પાતરાં વગેરે ઉપકરણો, આમ મુક્તિમાર્ગરુપ જ્ઞાનદર્શન અને ચારિત્રના ઉપકરણોનું પ્રદર્શન યોજવામાં આવે છે. યથાશક્ય એ ઉપકરણોની પ્રભાવના (નિ:શુલ્ક વહેંચણી) કરાય છે. આ ઉદ્યાપનમાં “છોડ’ ભરાવવાનું વિશેષ મહત્ત્વ હોય છે. “છોડ” એટલે ચંદરવો, પંઠિયો અને રૂમાલ. આ ચંદરવો મખમલ અને રેશમી વસ્ત્રોનો બનેલો હોય છે. તેમાં સોના-રૂપા-ચાંદીની જરીથી વિવિધ પ્રસંગોની ગૂંથણી કરેલી હોય છે. દેરાસરોમાં ભગવાનની મૂર્તિની પાછળ તથા સાધુ-સાધ્વી જ્યાં વ્યાખ્યાન વાંચવા બેસે છે, તે સ્થાનની પાછળ આ ‘છોડ” બાંધવાની પદ્ધતિ સાધર્મિક વાત્સલ્ય શ્રમણ ભગવાન મહાવીરના જીવન અને કવનમાં શ્રદ્ધા રાખનાર તેમજ નવકાર મહામંત્રનું રટણ કરનાર ભાઈ-બહેનોના સામૂહિક જમણને ‘સાધર્મિક વાત્સલ્ય” કહે છે. કોઈ મહા પુણ્યશાળી સ્વતંત્રપણે અથવા તો બે ત્રણ વ્યક્તિ ભાગમાં આવાં ‘સાધર્મિક વાત્સલ્ય'નું આયોજન કરે છે. શ્રીમંત-ગરીબ સૌ સાધર્મિકો એકજ પંગતમાં સમાનભાવે બેસીને જમે છે. જમતાં અગાઉ સાધર્મિકોના પગ ધોવામાં આવે છે. હાથ ધોવડાવામાં આવે છે. પછી તેમને કપાળે તિલક કરીને અક્ષત ચોડવામાં આવે છે. આટલો સત્કાર અને સન્માન કર્યા પછી તેમને યથાશક્ય ઉપહાર આપવામાં આવે છે અને છેલ્લે સર્વને પ્રેમથી અને આગ્રહથી જમાડવામાં આવે છે. જે ઉદાર ભાગ્યશાળી તરફથી ‘સાધર્મિક વાત્સલ્ય” હોય છે તે વ્યક્તિ તેમજ તેના પરિવારના સભ્યો દરેક સાધર્મિકનું ઉપર્યુક્ત પ્રમાણે સન્માન અને બહુમાન કરે છે. ‘સાધર્મિક વાત્સલ્ય” ને “સ્વામીવાત્સલ્ય” તેમજ “નવકારશી' ના નામે પણ ઓળખવામાં આવે છે. આ બધાં પર્વો અને ઉત્સવો ઉપરાંત અન્ય પર્વો, ઉત્સવો અને અનુષ્ઠાનો પણ છે. એ દરેકની નિયત વિધિ હોય છે. તે દરેકનો ચોક્કસ તપ હોય છે. નાનું મોટું ગમે તે પર્વ, પૂજન કે ઉત્સવ હોય તે દરેકમાં તપ, ત્યાગ, સંયમ, વ્રત, જપ, ધ્યાન આદિની પ્રધાનતા હોય છે. તે દરેકનું મુખ્ય લક્ષ્ય આત્માની શુદ્ધિનું હોય છે. આ સર્વ નિમિત્તે ગરીબોને દાન, પશુઓને ઘાસચારો, પંખીઓને ચણ, જરૂરતમંદોને યથાશક્ય ઉચિતદાન ૪૦.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69