Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 39
________________ કરાય છે. નવપદોમાં જાપ-ધ્યાન-પૂજનની સાથોસાથ અન્ય દેવ-દેવીઓ, પદો, લબ્ધિઓ, શક્તિઓ આદિનું પણ પૂજન કરવામાં આવે છે. અઢાર અભિષેક કોઈપણ નવીન મૂર્તિ, ચિત્રપટ્ટ કે આરસ પટ્ટની વિશુદ્ધિ માટે તેનો અભિષેક કરવામાં આવે છે. વિશિષ્ટ દ્રવ્યોવાળા જળનો નિયત મંત્રો દ્વારા અઢાર વખત અભિષેક કરવામાં આવે છે, આથી તેને ‘અઢાર અભિષેક’નું નામ અપાયું છે. અંજનશલાકા તદ્દન નવનિર્મિત જિન પ્રતિમાની આંખોમાં વિશિષ્ટ દ્રવ્યોનું સુવર્ણની શલાકા (સળી) વડે અંજન કરવું.... તેને કહે છે અંજનશલાકા નો ઉત્સવ. આ ઉત્સવ દરમ્યાન તીર્થંકરના પાંચ કલ્યાણક (વિશિષ્ટ દિવસો) ની ઉજવણી કરાય છે. ચ્યવન (માના ઉદરમાં ગર્ભરૂપે અવતરિત થવું.) જન્મ (જન્મ લેવું.) દીક્ષા (સાંસારિક જીવન ત્યજીને સાધનામય સંયમજીવન સ્વીકારવું.) કૈવલ્યજ્ઞાન (તપ-સાધના કરીને વિશુદ્ધ અને શ્રેષ્ઠ આત્મજ્ઞાન મેળવવું.) નિર્વાણ (દેહ અને કર્મોના બંધનથી મુક્ત બની જવું.) આ પાંચે કલ્યાણકોની ઉજવણી ખૂબ જ ઠાઠમાઠથી અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવે છે. કેવલજ્ઞાન નો ઉત્સવ એજ અંજનશલાકાનો પ્રાણ છે. શુભમુહૂર્ત અને પવિત્ર વેળામાં (બહુધા તો મધ્યરાત્રિના સમયે) આ અંજનની ક્રિયા કરવામાં આવે છે. સુવર્ણની શલાકા વડે પ્રતિમાને અંજન કરીને એમાં પ્રાણપ્રતિષ્ઠા કરવાનો અધિકાર એકમાત્ર જિનશાસનના પ્રભાવશાળી આચાર્ય ભગવંત અથવા તો અનુયોગાચાર્યને જ મળે છે. પ્રતિષ્ઠા નૂતન જિનમંદિર કે જિર્ણોદ્ધાર કરાયેલ જિનમંદિર દેરાસરમાં પ્રભુજીની પ્રતિમાને પ્રતિષ્ઠાપન કરવાની વિધિને ‘પ્રતિષ્ઠા' કહેવાય છે. આ પ્રસંગે મંત્ર, તંત્ર અને મંત્રના અનેક વિધિવિધાનો થાય છે. આ નિમિત્તે મોટા ભાગે આઠ દિવસનો જિનભક્તિ-મહોત્સવ થાય છે. સાધુ ભગવંતો પ્રેરક અને પવિત્ર મંત્રોચ્ચાર કરે છે. એક પુણ્યશાળી વ્યક્તિ પોતાના હાથે પ્રભુજીની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરે છે. આ પ્રસંગે મંત્ર-તંત્ર અને યંત્રની આરાધનાના અનેક અનુષ્ઠાનો કરવામાં આવે છે. ધ્વજારોપણ પ્રતિષ્ઠાના દિવસે દર વરસે દેરાસરજીના શિખર પર નવી ધજા ચઢાવવામાં આવે છે. આ દિવસે વિશિષ્ટ દ્રવ્યોથી અભિમંત્રિત કરેલી ધજા તૈયાર કરાય છે. સત્તરભેદી પૂજા ભણાવવામાં આવે છે એમાં આવતી ધ્વજપૂજા દરમ્યાન ધામધૂમપૂર્વક શિખર પર ધ્વજ ચઢાવાય છે. રથયાત્રા પ્રભુજીની પ્રતિમાને રથમાં બિરાજમાન કરીને નગરના મુખ્ય માર્ગો પરથી તેમને વાજતે ગાજતે લઈ જઈને લોકદર્શન કરાવવાના આ આયોજનને ‘રથયાત્રા' કહે છે. ચાલુ રોજિંદી ભાષામાં તેને ‘વરઘોડો' કહે છે. તેનું યથાર્થ નામ “રથયાત્રા’ કે ‘ચૈત્યયાત્રા' છે. તેમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા અને અન્યો પણ ઉમળકાથી ભાગ લે છે. ચૈત્ર સુદ તેરસના શ્રમણ ભગવાન મહાવીરના જન્મદિવસે, પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદના દિવસે તેમજ પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવ પ્રસંગે આવી ‘રથયાત્રાનું આયોજન સવિશેષ થાય છે. સંઘયાત્રા નગર-શહેરના દેરાસરો તેમજ વિવિધ તીર્થોના દર્શને ચતુર્વિધ સંઘ સમૂહમાં પગે ચાલીને જાય તેને ‘સંઘયાત્રા કહે છે. આ યાત્રામાં ભાગ લેનારે છ નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોય છે. ૧. એક ટંકનું ભોજન (એકાસણું કે આયંબિલ) 3

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69