Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 34
________________ આયંબિલ નિ:શુલ્ક કરાવવામાં આવે છે. તેના સંચાલન માટે દાન સ્વીકારાય છે. ઘણાં ઉદારદિલ તાપ્રેમીઓ એક દિવસની તિથિ લખાવીને તપની અને તપસ્વીઓની અનુમોદના કરે છે. આવી આયંબિલ શાળાઓ મોટા શહેરોમાં કે જ્યાં પણ વધુ જૈનો વસતાં હોય ત્યાં હોય છે. જૈન પાંજરાપોળ નિરાધાર અને નિ:સહાય, અશક્ત અને અપંગ પશુપંખીઓની જ્યાં પ્રેમભરી માવજત કરવામાં આવે છે તે સંસ્થાને પાંજરાપોળ કહે છે. અહીં પશુઓને ઘાસચારો નીરવામાં આવે છે. પંખીઓને ચણ નાખવામાં આવે છે. બિમાર પશુ પંખીઓની તબીબી સારવાર કરવામાં આવે છે. કસાઈવાડે લઈ જવાતા પશુઓને છોડાવીને તેમને પાંજરાપોળમાં રાખવામાં અને સાચવવામાં આવે છે. સ્થાનિક સંઘો તેમજ જીવદયા મંડળી જેવી સંસ્થાઓ આવી પાંજરાપોળોનું સંચાલન કરે છે. દુકાળ અને પૂર જેવા કુદરતી આફતોના પ્રસંગે આ બધી પાંજરાપોળો પશુ-પંખીઓ માટે આશીર્વાદ બને છે. એવાં કરુણ પ્રસંગે પાંજરાપોળ ખાસ અને વિશિષ્ટ વ્યવસ્થા કરે છે. જૈન ધર્મશાળા અને ભોજનશાળા જૈનોના નાના-મોટાં તીર્થસ્થળોમાં તેમજ મોટાં શહેરોમાં યાત્રિકોને રહેવા-ઉતરવા અને જમવા માટે સ્થાનિક સંઘ કે સંસ્થા દ્વારા સંચાલિત ખાસ વ્યવસ્થા હોય છે. રહેવાના સ્થળને ધર્મશાળા કહેવામાં આવે છે. યાત્રિકોને ધર્મની આરાધનામાં સાનુકુળતા રહે તે માટે ધર્મશાળાનું નિર્માણ કરાય છે. મોટા ભાગે તેમાં નિ:શુલ્ક ઉતારો અપાય છે. અથવા નામનો-નજીવો દર લેવાય છે. ધર્મશાળામાં રહેવા ઉપરાંત સુવાનાં સાધનો પણ અપાય છે. ઘણી ધર્મશાળામાં રસોઈ બનાવવાની સગવડતા પણ અપાય છે. ધર્મશાળામાં ઉતરનારે જૈન નિયમોનું પાલન કરવાનું હોય છે. તેમાં કંદમૂળ ખાઈ શકાય નહિ. દારૂ પી શકાય નહિ. જુગાર રમી શકાય નહિ. વગેરે વગેરે. જૈન ભોજનશાળામાં યાત્રિકોને નજીવા દરેથી બે ટંકનું સાદું, સાત્વિક અને શાકાહારી ભોજન અપાય છે. સૂર્યાસ્ત પછી ભોજનશાળામાં જમવાનું નથી અપાતું. દરેક જૈન ભોજનશાળા રાત્રિભોજન ત્યાગ, અભક્ષ્ય અને કંદમૂળ ત્યાગ તેમજ દ્વિદળ-ત્યાગનું ચોક્સાઈ અને ચુસ્તતાથી પાલન કરે છે. અધિકાંશ જૈન તીર્થોમાં ધર્મશાળા અને ભોજનશાળાની સગવડતા ઉપલબ્ધ હોય છે કે જેથી ત્યાં આવતા જતા યાત્રિક ભાઈ બહેનોને આવાસ અને ભોજનની અસુવિધાના શિકાર ના થવું પડે! હમણાં હમણાં તો નાના મોટા શહેરોમાં પણ ધર્મશાળા અને ભોજનશાળાઓ નિર્મિત થવા લાગી છે. કેટલીક ધર્મશાળાઓ તો આધુનિક સુવિધાઓથી સંપન્ન હોય છે. આ બંનેનું આર્થિક સંચાલન સ્વૈચ્છિક દાનથી ચાલે છે. યાત્રિકો નાની-મોટી રકમનું દાન કરે છે. તેની ખોટ પણ ઉદારદિલ જૈન શ્રીમંતો મોટા દાનથી પૂરી કરે છે. જૈન તીર્થો શ્રી તીર્થંકર પરમાત્માઓના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ દિન પરમ આરાધ્ય મનાય છે. તેને “કલ્યાણક’ કહે છે. ચ્યવન (છેલ્લાં દેવલોકના ભવમાંથી માનવલોકમાં આગમન) સહિત પાંચ કલ્યાણક જે ભૂમિમાં જે સ્થળે બન્યા હોય તેને જૈનો “તીર્થ” તરીકે માને છે. આ ઉપરાંત જ્યાં વિશિષ્ટ પ્રસંગ કે ચમત્કાર બન્યા હોય તેવા તેવા સ્થળને પણ ‘તીર્થ” ગણવામાં આવે છે. તીર્થભૂમિ તીર્થકરો તેમજ સંયમશ્રેષ્ઠ જૈન મહર્ષિઓના પાદસ્પર્શથી પવિત્ર બનેલી હોય છે. ભાવિકો તેની યાત્રાએ જઈને ધન્યતા અનુભવે છે. જૈનોના તીર્થો મુખ્યત્વે ઉન્નત પર્વતો ઉપર આવેલા છે. કેટલાક તીર્થો ગાઢ જંગલમાં આવેલા છે. પ્રકૃતિનું રમ્ય, નિર્મળ અને પ્રસન્ન વાતાવરણ દરેક તીર્થમાં હોય છે. ત્યાં જઈને યાત્રિક ચિત્તની અદ્ભુત શાંતિ અને પ્રસન્નતા મેળવે છે. આવા એકાંતના સ્થળોએ તીર્થોના નિર્માણની પાછળ એક લક્ષ્ય એ પણ મુખ્યત્વે રહેલું છે કે માણસ થોડાક સમય માટે પણ દુનિયાદારીની પળોજણમાંથી અળગો થઈને ત્યાં જાય અને આત્માનુભવના ઊંડાણમાં ઉતરી શકે. એક બાજુ પર્વતીય કે જંગલનું રમ્ય સુરમ્ય લીલુંછમ વાતાવરણ, બીજી બાજુ વાદળથી વાતો કરતા ઉન્નત દેરાસરોના શિખરો... પ્રસન્નતા અને પવિત્રતાથી છલકતી પ્રતિમાઓ... આ બધાની વચ્ચે માણસ સ્વસ્થતા-સ્વચ્છતા સહજ રીતે મેળવી શકે છે! રૂ૪

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69