________________
આત્મ-સાધના માટે જરૂરી સામગ્રીઓ ઉમળકાથી પૂરી પાડે છે. આ ઉપરાંત શ્રાવક-શ્રાવિકાઓ ધર્મની આરાધના માટેની સંસ્થાઓ જેવી કે દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ગુરુમંદિર, પાશાળા, આયંબિલશાળા, પાંજરાપોળ વગેરેની વ્યવસ્થાઓ પણ સંભાળે છે.
શ્રાવક-શ્રાવિકાઓ એક બીજાને સાધર્મિક માને છે. જે સાધર્મિકોની આર્થિક સ્થિતિ નબળી હોય તેવાઓને જરૂરી ચીજ-સામગ્રી સ્વમાનપૂર્વક આપીને તેમની ભક્તિ કરે છે. સાધર્મિક ભક્તિ કરીને તેઓ દુ:ખી સાધર્મિકોને અશુભ ધ્યાનમાંથી બચાવી લે છે.
પોતાના જૈન ધર્મના પ્રચાર માટે તેઓ શક્ય તમામ સમ્યક્ પ્રવૃત્તિઓ જેવી કે પુસ્તક પ્રકાશન, શોભાયાત્રા, પ્રવચો વગેરે કરે છે. કુદરતી આર્તાના પ્રસંગે કરૂણાથી મન મૂકીને દાન આપે છે. કસાઈવાડે જતાં પશુઓને છોડાવીને જીવદયા પણ કરે છે.
જૈન દેરાસર
દરેક ધર્મ-સંપ્રદાયના ભગવાનનું પોતાનું સ્થાનક હોય છે. એ દરેકને પોતાનું વિશિષ્ટ નામ હોય છે. હિન્દુઓનું મંદિર, મુસલમાનોની મસ્જીદ, શીખોનું ગુરુદ્વારા, ખ્રિસ્તીઓનું ગિરજાઘર, વૈષ્ણવોની હવેલી હોય છે. તે જ પ્રમાણે જૈનોના ભગવાન તીર્થંકર, જિનેશ્વર કે વીતરાગ માટેના મંદિરને દેરાસર કે જિનાલય કહે છે.
આ દેરાસર શિખરવાળું, ઘુમ્મટવાળું કે ધાબાવાળું પણ હોય છે. શિલ્પશાસ્ત્રની દ્રષ્ટિએ વિશિષ્ટ બાંધણી અને માંડણીથી જૈન દેરાસર અન્ય મંદિરોથી તરત આગવું તરી આવે છે. દેરાસર મોટા ભાગે પત્થર કે આરસનું બનેલું હોય છે.
દેરાસરમાં એકથી વધુ જિનપ્રતિમાઓ હોય છે. મુખ્ય પ્રતિમાના નામ દેરાસર ઓળખાય છે. એ મુખ્ય પ્રતિમાને મૂળનાયક કહે છે. દેરાસરમાંની મોટા ભાગની જિનપ્રતિમાઓ પદ્માસનમાં ધ્યાનસ્થ મુદ્રામાં હોય છે. દરેક દેરાસર ઓછી-વત્તી નકશીકામથી કલાત્મક હોય છે. વિશ્વભરમાં જૈન દેરાસરો તેની અનોખી અને અદ્ભૂત તેમજ બારીક કલાકારીગરીથી મશહૂર છે. આબુ, દેલવાડાના દેરાસરીની કીર્તિ દિગદિગંત સુધી પ્રસરેલી છે,
દેરાસરમાં મુખ્યત્વે ગભારો અને રંગમંડપ હોય છે. ગભારામાં જિન-પ્રતિમાઓ હોય છે. ભાવિકો ત્યાં જઈને ભીના ચંદનથી ભગવાનની પૂજા કરે છે. અને રંગમંડપમાં બેસીને પ્રભુની સ્તુતિ-સ્તવના, મહોત્સવ આદિ કરે છે. પ્રભુ સામે જોઈને તેમનું ધ્યાન ધરે છે. તેમના નામનો જાપ કરે છે. વિશિષ્ટ વંદના કરે છે.
સૂર્યાસ્ત પછી દરેક દેરાસરમાં વીતરાગ પરમાત્માની આરતી ઉતારવામાં આવે છે અને મંગળદીવો કરવામાં આવે છે.
દેરાસર બંધાઈ ગયા પછી તેમાં પરમાત્માની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની હોય છે. આ માટે વિશિષ્ટ મહત્સવ કરાય છે. તેને અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ' કહે છે. આ વિધિ આચાર્યભગવંતો-સાધુભગવંત કરે છે.
જિન-પ્રતિમાજીને સોના-રૂપા-હીરાના અલંકારોથી સજાવવામાં આવે છે. તેને આંગી કહે છે. આ આંગી ફૂલોથી પણ કરવામાં આવે છે.
કેટલાક સુખી સમૃદ્ધ ભાવિકો પોતાની રહેવાની જગામાં દેરાસર બનાવે છે. તેને ઘર-દેરાસર' કહે છે.
ભારતભરમાં જૈનોના નાના મોટાં દેરાસર છે, અને તેમાં મનહર અને મનભર, આત્મભાવપ્રેરક અને પોષક હજારો જિન પ્રતિમાજીઓ છે. આ પ્રતિમાઓ આરસ ઉપરાંત ધાતુની પણ હોય છે. કેટલીક જગ્યાએ સ્ફટિક-પન્ના-માણેક જેવા કીમતી પથ્થરોની મૂર્તિઓ પણ દર્શન માટે રાખવામાં આવે છે.
જૈન ઉપાશ્રય
આરાધાને ધર્મની આરાધના કરવા માટેના તેમજ જૈન સાધુ-સાધ્વીઓને કામચલાઉ કે ચાતુર્માસમાં સ્થિરવાસ કરવા માટેના મકાનને ઉપાશ્રય કહે છે.
સાધુ અને સાધ્વી માટેના ઉપાશ્રય અલગ હોય છે. એક ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી ને સાથે કે ઉપર-નીચે રહેવા પર શાસ્ત્રમાં પ્રતિબંધ છે. સાધુઓ માટેના ઉપાશ્રયમાં સાધ્વીઓ કે બહેનો અને સાધ્વીઓ માટેના ઉપાશ્રયમાં પુરુષોની આવનજાવન પર પણ સમયની મર્યાદા મૂકવામાં આવી છે. સૂર્યાસ્ત પછી સાધુઓના ઉપાશ્રયમાં સાધ્વીજીને તેમજ બહેનોને અને સાધ્વીઓના ઉપાશ્રયમાં સાધુએ તેમજ પુરૂષોને જવાની મનાઈ છે. ઉપાશ્રયમાં ઉતરવા માટે ઓછામાં ઓછા બે સાધુ કે બે સાધ્વીજી હોવા અનિવાર્ય છે.
ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીજી વ્યાખ્યાન (પ્રવચન) આપે છે. તેમાં સામુદાયિક કે વ્યક્તિગત સામાયિક, પ્રતિમણ આદિ વિવિધ ધર્મ-આરાધના કરવામાં આવે છે.
३२