Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 15
________________ ૨. આહારાદિને સચિત્ત વસ્તુથી ઢાંકી દેવા. ૩. “આ વસ્તુ બીજાની છે' એમ કહેવું, ૪. ભિક્ષાનો સમય વીતી ગયા બાદ ભિક્ષા માટે નિમંત્રણ આપવું. પ. છણકો કરીને, કમને અથવા ઇર્ષ્યાથી આપવું. ચોથા શિક્ષાવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. નાત, જાત, પંથ, રંગ, દેશ આદિના ભેદભાવ વિના કોઈપણ સ્ત્રી કે પુરુષ આ બાર વ્રર્તા યાવજ્જીવ કે અમુક સમય મર્યાદા માટે લઈ શકે છે. ચૌદ નિયો ગૃહસ્થ જીવનને સાદું, સરળ અને સંધી બનાવવા માટે જૈનધર્મમાં જે આચારમર્યાદા બતાવી છે તેમાં ચૌદ નિયમોના પાલનનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. એ નિયમો આ પ્રમાણે છેઃ ૧. સચિત્ત ૨. દ્રવ્ય ૩. વિ ૪. વાણહ ૫. તંબોલ ૬. વસ્ત્ર 9. you ૮. વાહન ૯. શયન ૧. વિલેપન ૧૧. બ્રહ્મચર્ય ૧૨. દિશા : જીવવાળા દ્રવ્યો-પદાર્થોના વપરાશ અને ઉપયોગી મર્યાદા બાંધવી, : ખાઘ વસ્તુઓની સંખ્યા નક્કી કરવી. : દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલા પદાર્થ - આ છ દ્રવ્યોનું નિયમન કરવું. : બૂટ-ચંપલ વગેરે પગરખાં પહેરવાની સંખ્યા નિયત કરવી. ; પાન-સોપારી વગેરે મુખવાસની સંખ્યા નક્કી કરવી. : પહેરવા-ઓઢવાનાં વસ્ત્રોની મર્યાદા બાંધવી. ફૂલ-ફૂલમાળાની સંખ્યા બાંધવી. : વાહનના વપરાશની સંખ્યા નક્કી કરવી. : સુવાના સાધનોંની સંખ્યા નિશ્ચિત કરવી. : શ્રૃંગારના સાધનોની મર્યાદા બાંધવી, : જાતીય વ્યવહારનું નિયમન કરવું. : આવાગમનના અંતર અને દિશાનું નિયમન કરવું. ૧૩. સ્નાન - નહાવા-ધર્માવાનું નિયમન કરવું, ૧૪. ભોજન-પાણી ; જમવાના ટૂંક તથા પાણીના વપરાાની મર્યાદા બાંધવી. છ આવશ્યક આવશ્યક એટલે અચૂક કરવા યોગ્ય કર્તવ્ય કે આરાધના. આત્મશુદ્ધિ માટે અચૂક કરવા યોગ્યક્રિયાને આવશ્યક કહે છે. શ્રાવક-શ્રાવિકાએ દિવસ દરમિયાન છ આવશ્યક પણ કરવાના હોય છે. તે આ પ્રમાણેઃ ૧. સામાયિક પાપની વૃત્તિ, વિચાર અને ક્રિયાનો ત્યાગ કરીને નિષ્ઠાપૂર્વક ધર્મધ્યાન કરવાની, આત્મચિંતન કરવાની ક્રિયાને સામાયિક કહે છે જે ક્રિયાથી સમભાવ અને સમતાનો વિકાસ થાય તેને સામાયિક કહે છે, શરીરથી શુદ્ધ થઈને શુદ્ધ અને શ્વેત વસ્ત્ર પહેરીને કટાસણું (ગરમ વસ્ત્રનું આસન) પાથરી, પાર્સ ચરવાળો (ઊનના રેસાવાળું એક પ્રકારનું સાધન) અને હાથમાં મુહપત્તિ (બત્રીસ આંગળનો સમચોરસ સફેદ કાપડનો ટુકર્તા) રાખીને, અડતાલીસ મિનિટ સુધી સ્વસ્થપણે બેસીને સ્વાધ્યાય, ધ્યાન, જપ વગેરે કરવાં. આ પ્રકારે વિધિપૂર્વક સામયિક કરવાથી આત્માને શાંતિ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. દિવસમાં એકવાર સામાયિક અવશ્ય કરવું જોઈએ. ૨. ચતુર્વિંશતિ સ્તવ ચોવીસ તીર્થંકરોની નામ-જપ, તેમનું ગુણ-કીર્તન તેમજ તેમના સ્વરૂપનાં ધ્યાનને ચતુર્વિંશતિ સ્તવ કહે છે, અર્થાત્ જિનમંદિરે જઈને તીર્થંકર પરમાત્માની પૂજા-ભક્તિ કરવી. ૧. રોજ સવારે દેરાસરમાં જઈને શ્રી વીતરાગ ભગવંતના દર્શન કરવાં. ભક્તિભર્યા હૈયે અને કંઠે તેમની સ્તુતિ કરવી. ૨. રોજ પ્રભુ-પ્રતિમાજીની વિધિપૂર્વક પૂજા કરવી. જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ, ફળ ૧૧

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69