Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 17
________________ અને વિશ્વકલ્યાણની કામના માટે નીચેની પ્રાર્થના કરીને દિવસની રોજિંદી પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવો જોઈએ: શિવમસ્તુ સર્વજગત; પરહિતનિરતા ભવન્તુ ભૂત ગણા: દોષા: પ્રયાન્ત નાશં; સર્વત્ર સુખીભવતુ લોક: સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ! બધા જીવો કલ્યાણમાં પ્રવૃત્ત બનો! બધાના દોષો દૂર થઈ જાઓ! સર્વે જીવો સુખી બનો! સાંજની પ્રાર્થના દરરોજ રાતે સૂતાં અગાઉ નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઈએ. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ-આ ચાર મંગળનું શરણ સ્વીકારવું જોઈએ. અને તમામ જીવોની ક્ષમા માગવી જોઈએ અને મૈત્રીભાવની બાંહેધરી આપવી જોઈએ. આમ સ્મરણ, શરણ અને ક્ષમા સાથે ઊંઘવું જોઈએ. આ ભાવનાઓને વણી લેતી સાયંકાલીન પ્રાર્થનાઓ આ મુજબ છે: ચત્તારિ મંગલ. અરિહંતા મંગલ. સિદ્ધા મંગલ. સાહુ મંગલ. કેવલિપન્નતો ધમ્મો મંગલ. ચાર મંગલરૂપ છે. અરિહંત મંગલરૂપ છે. સિદ્ધ મંગલરૂપ છે. સાધુ પુરુષ મંગલરૂપ છે. કેવલિપ્રરૂપિત ધર્મ મંગલરૂપ છે. ચરારિ લોગુત્તમા. અરિહંતા લોગુત્તમા. સિદ્ધા લોગુત્તમાં. સાહૂ લાગુત્તમાં. કેવલિપન્નત્તો ધમો લાગુત્તમો. લોકમાં ચાર ઉત્તમ છે. લોકમાં અરિહંત ઉત્તમ છે. લોકમાં સિદ્ધ ઉત્તમ છે. લોકમાં સાધુપુરુષ ઉત્તમ છે. લોકમાં કેવલિપ્રરૂપિત ધર્મ ઉત્તમ છે. ચત્તારિ સરણે પવન્જામિ. અરિહંતે સરણે પવન્જામિ. સિદ્ધ સરણે પવન્જામિ. સાહુ સરણે પવન્જામિ. કેવલિપન્નત્ત ધર્મો સરણે પવન્જામિ. હું ચાર શરણનો સ્વીકાર કરું છું. હું અરિહંતનું શરણ સ્વીકાર કરું છું. હું સિદ્ધોનું શરણ સ્વીકાર કરું છું. હું સાધુ પુરુષોનું શરણ સ્વીકાર કરું છું. હું કેવલિપ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકાર કરૂં છું. અરિહંતો મહ દેવો, જાવજીવે સુસાહૂણો ગુરુણો; ૧૭

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69