Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 25
________________ ૧૦. ઉદ્દિષ્ટભક્ત વર્જન-પ્રતિમા: દસ મહિના સુધી પોતાના નિમિત્તે બનાવેલા ભોજનનો ત્યાગ કરવો, માથે મુંડન કરાવવું, ઘરસંસાર અને ધંધારોજગારના પ્રશ્ન પ્રસંગે હા કે ના માં પરિમિત જવાબ આપવો. ૧૧. શ્રમણભૂત-પ્રતિમા: અગિયાર મહિના સુધી સાધુ-મુનિનું જીવન જીવવું. સાધુના જેવો વેષ પહેરવો અને તેમની જેમ ભિક્ષા લાવીને ખાવું-પીવું. જૈન સાધુ-સાધ્વીનું જીવન જીવવું કઠિન અને કઠોર છે. ઉપર્યુક્ત ૧૧ પ્રતિમા–પ્રતિજ્ઞાઓનો અભ્યાસ કરવાથી શ્રમણજીવનની સુંદર તાલીમ મળે છે. આ પ્રતિજ્ઞાઓથી પસાર થયેલ શ્રાવક શ્રમણજીવનનું યથારૂપેણ પાલન કરી શકે છે. આ બધા તપ સિવાય બીજા પણ નાનાં-મોટાં તપોનો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં જોવા મળે છે. એવાં લગભગ સો પ્રકારના તપ છે. કેટલાંક તપ વિલુપ્ત થઈ ગયા છે. અને કેટલાંક તપ આજે પણ પ્રચલિત છે. દરેક તપની સાથે જપ, ધ્યાન, કાયોત્સર્ગ, દેવવંદન વગેરે વિવિધ ક્રિયાઓ પણ કરવાની હોય છે. કોઈ પણ વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર અને મનપસંદ તપ કરી શકે છે. એ માટે ગુરુ ભગવંતોનું માર્ગદર્શન લેવું જરૂરી રહે છે. ઉકાળેલું પાણી શા માટે? પૂરતા પ્રમાણમાં ગરમ કરીને પછીથી ઠંડું કરાયેલા પાણીને ઉકાળેલું પાણી કહેવાય છે. જૈનોની નાની-મોટી દરેક તપશ્ચર્યામાં ઉકાળેલું પાણી જ પીવાનો નિયમ છે. અલબત્ત, સૂર્યાસ્ત પછી ઉકાળેલું પાણી પણ નથી પીવાતું. બિનજરૂરી અને વધુ પ્રમાણની હિંસાથી બચવા માટે ઉકાળેલું પાણી પીવાનું હોય છે. જૈન મહર્ષિઓએ તો યુગો અગાઉ કહ્યું છે કે પાણીમાં અસંખ્ય સૂક્ષ્મ જીવો હોય છે. પ્રતિક્ષણે તેમાં અસંખ્ય જીવો જન્મે છે અને મરે છે. પાણીને ઉકાળવાથી એકવાર આ જીવો મરી જાય છે. તેથી જીવહિંસા જરૂર થાય છે. પરંતુ પાણીને ગરમ કરીને ઠાર્યા પછી તેમાં અમુક નિયત સમય સુધી નવા જીવો ઉત્પન્ન થતા નથી કે મરતા નથી. એ ક્રિયાથી પાણી અહિંસક બને છે. પાણી વગર માણસ જીવી શકતો નથી. કાચું પાણી પીવાથી અસંખ્યાતા જીવોની હિંસા થાય છે. ઉકાળેલું-ઠારેલું પાણી પીવાથી-વાપરવાથી નવા ઉત્પન્ન થનાર જીવોની હિંસાથી બચી જવાય છે. થોડુંક નુકસાન અને વધુ લાભનું આમાં ગણિત છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ ઉકાળેલું પાણી પીવું હિતાવહ છે. કમળો, ફલુ વગેરેના રોગચાળામાં ઉકાળેલું પાણી પીવાનો સતત પ્રચાર કરવામાં આવે છે. આમ આરાધના અને આરોગ્ય બંને દ્રષ્ટિએ ઉકાળેલું પાણી પીવું જરૂરી બને છે. પાણી ગાળીને વાપરવું. નળમાંથી, નદીમાંથી કે તળાવમાંથી સીધું પાણી ન પીતાં તેને ચોખ્ખાં કપડાંથી ગાળીને પાણી પીવું જોઈએ. પાણીમાં તો અસંખ્ય જીવો છે જ. ઉઘાડા પાણીમાં એથી વધુ જીવો પડવાના અને રહેવાની પૂરી શક્યતા છે. ઉઘાડા પાણીમાં સૂક્ષ્મ જીવો તો સતત પડે જ છે. વાંદાં, માખી, ગરોળી જેવાં જીવો પણ પડે છે. પાણીને ગાળીને પીવાથી જીવહિંસાથી બચી જવાય છે. આરોગ્યના નુકસાનને પણ ખાળી શકાય છે. નળમાંથી આવતા પાણીને પણ ગાળીને જ વાપરવું જોઈએ. આહારસંહિતા જૈન ધર્મ જીવનના ચરમ અને પરમ લક્ષ્ય તરીકે આત્માને કર્મોના તમામ બંધનોથી મુક્ત કરવાની પ્રક્રિયાને અપનાવે છે. કર્મોના કુટિલ અને જટિલ બંધનોને તોડવા માટે એક માણસજાત જ પૂરી રીતે સક્ષમ અને સમર્થ બની જાય છે. બીજા કોઈ જીવનમાં આ પ્રક્રિયા પૂરી નથી થઈ શકતી. જો કે મુક્ત થવાની પ્રક્રિયામાં શરીરનો સહયોગ મહત્વનો ભાગ ભજવે છે. એ માટે શરીરની સારસંભાળ પણ જરૂરી બને છે. છતાંયે એ ના ભૂલવું જોઈએ કે આ શરીર જેમ ભૂખ-તરસથી રીબાવીને २५

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69