________________
ધર્મની આરાધના-સાધના કરવા માટે કેટલીક જરૂરી યોગ્યતા/પાત્રતા જૈનધર્મે બતાવી છે. યોગ્યતા વિના ધર્મની સાધનાનું જોઈએ તેવું ફળ પ્રાપ્ત થતું નથી. જૈન ધર્મમાં ધર્મની આરાધના કરવા માટે તેઓ જ યોગ્ય અને પાત્ર છે કે જેઓના જીવનમાં ૨૧ ગુણો છે. તે આ પ્રમાણે છે:
૧. ગંભીર : ઉદાર અને વિશાળ હૈયું. ૨. રૂપવાન : સ્વસ્થ, ર્તિલું અને નિરોગી સ્વસ્થ શરીર, ૩. ઓંખ્ય : શાંત અને પ્રસન્ન સ્વભાવ. ૪. લોકપ્રિય : સમાજમાં આદરણીય અને શ્રદ્ધેય સ્થાન. ૫. અક્રૂર : દયાળુ. ૬. ભીરુ : પાપથી ડરનાર, ૭. અશઠ : સાલસ અને નિખાલસ. ૮. સુદાક્ષિણ્ય : પરગજુ. ૯. લજ્જાળુ : મર્યાદાશીલ. ૧૦. દયાળુ : દયા અને અનુકંપા રાખનાર. ૧૧. મધ્યસ્થ : તટસ્થ. ૧૨. ગુણાનુરાગી : બીજાના સગુણોનો પ્રશંસક. ૧૩. સત્કથક : સત્ય, પ્રિય, હિત અને પરિમિત બોલનાર. ૧૪. સુદીર્ઘદ્રષ્ટિ : ભવિષ્યનો વિચાર કરીને પગલું ભરનાર. ૧૫. સુપક્ષયુક્ત : હંમેશા સત્યના પક્ષે રહેનાર. ૧૬. વિશેષજ્ઞ : વસ્તુ અને પ્રસંગને અનેક દૃષ્ટિકોણથી સમજનાર અને મૂલવનાર. ૧૭. વૃદ્ધાનુગ : સંત-સાધુઓ અને જ્ઞાનીજનોએ ચીંધેલા માર્ગે ચાલનાર, ૧૮. વિનીત : વિનયી અને વિનમ્ર. ૧૯. કૃતજ્ઞ : ઉપકારીના ઉપકારને યાદ રાખનાર. ૨૦. પરહિતરત : સેવાપરાયણ, બીજાઓનું હિત કરનાર. ૨૧. લબ્ધલક્ષ્ય : નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા નિષ્ઠાવાન અને પ્રયત્નશીલ.
માર્ગાનુસારી ગુણો માણસનું મૂલ્ય અને માન તેના ચારિત્રથી છે. ચારિત્ર્યહીન માણસનું સમાજમાં કોઈ સ્થાન નથી. ચારિત્ર્યવાન વ્યક્તિ મોક્ષનો પંથ ઝડપથી પાર કરી શકે છે. આથી જૈન મહર્ષિઓએ ચારિત્ર્યના નિર્માણ માટે સુસ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. આ માટે તેઓએ ૩પ ગુણો સૂચવ્યા છે. તે ગુણોના ધારણ અને વિકાસથી માણસ ચારિત્ર્યવાન બને છે. માણસને સજ્જન અને સદાચારી બનાવતા ૩પ ગુણો આ પ્રમાણે છે:
૧. ન્યાયોપાર્જિત ધન : ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી આજીવિકા રળવી. ૨. ઉચિત વિવાહ : પોતાના કુળ-જાતિ, સંસ્કાર, સ્વભાવ, તેમજ ધર્મ વગેરેને સાનુકૂળ
પાત્ર સાથે લગ્ન કરવાં. ૩. શિષ્ટપ્રશંસા
: સજ્જન, સંસ્કારી, સદાચારી જનોના ગુણોનું અભિવાદન કરવું, પ્રશંસા
કરવી. ૪. શત્રુત્યાગ
: કોઈની પણ સાથે વૈરભાવ કે દુશ્મનાવટ કે કિન્નાખોરી ન રાખવાં. ૫. ઇન્દ્રિયવિજય
: ઇન્દ્રિયોની વૃત્તિ અને પ્રવૃત્તિઓ પર સંયમ રાખવો. ૬. અનિષ્ટ સ્થાનત્યાગ : જાન-માલ જ્યાં ભયમાં મૂકાય, ધર્મસાધના જ્યાં ડહોળાય તેવા
સ્થાનનો ત્યાગ કરવો. ૭. ઉચિત ગૃહ
: ધર્મ સાધનામાં સહાયક થાય તેવા પાડોશ અને વાતાવરણવાળા
વિસ્તારમાં ઘર રાખવું બનાવવું. ૮. પાપભય
: નાનું-મોટું કોઈપણ પ્રકારનું પાપ કરતાં ડરવું, પાપથી બચવું. ૯. દેશાચારપાલન
: સમાજ અને રાષ્ટ્રના ઉચિત વ્યવહારો, પ્રથાઓ વગેરેનું પાલન કરવું. ૧૦. લોકપ્રિયતા
: સત્કાર્યો અને સેવાભાવથી સહુ કોઈના દિલ જીતી લેવા. ૧૧. ઉચિત વ્યય
: આવક અનુસાર ખર્ચ કરવો, દેવું કરવું નહિ. ૧૨. ઉચિત વ્યવહાર : સમય અને સંજોગો મુજબ વર્તન-વ્યવહાર રાખવાં.
१९