________________
તીર્થંકર પરમાત્માએ શ્રાવકના બાર વ્રતોનું નિરૂપણ કરીને રાષ્ટ્રીય ચારિત્ર્યનો, સામાજિક સ્વાથ્યનો તેમજ આત્મોત્થાનનો એક સુરેખ નકશો દોરી આપ્યો છે.
વ્યક્તિનું ચારિત્ર્ય જેટલું શ્રેષ્ઠ હશે તેટલું જ સામાજિક અને રાષ્ટ્રીય ચારિત્ર્ય શ્રેષ્ઠ રહેવાનું. ચારિત્ર્યની શ્રેષ્ઠતા માટે શ્રી જિનેશ્વર ભગવંતોએ બાર વ્રત અને તે દરેક વ્રતની અતિચારમંડિત વિલક્ષણ આચારસંહિતા ઘડી આપી છે.
આ આચારસંહિતા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતની બનેલી છે.
હિંસા, અસત્ય, ચોરી, ભોગવિલાસ અને પરિગ્રહ આ પાંચ પાપ, પાપની દ્રષ્ટિએ નિતાન્ત પાપ છે. કારણની દ્રષ્ટિએ તે બે પ્રકારના છે. ૧. કારણવશાત્ કરાતા પાપ અને ૨. અકારણ કરાતા પાપ. જૈન સાધુ-સાધ્વી આ પાંચેય પાપ કોઈ પણ કારણે કરતા નથી, કરાવતા નથી, કરે તેને સમર્થન આપતા નથી. આથી આ પાપના ત્યાગને તેમના ‘મહાવ્રત' કહેવાય છે. જ્યારે ગૃહસ્થોને કારણવશાત્ જાણ્યું કે અજાણ્યે, મને કે કમને એ પાપ કરવા પડે છે. તેવા સંજોગોમાં મુક્તિમાર્ગે ગતિ-પ્રગતિ કરવામાં અકારણ કરાતાં પાપોનો ત્યાગ કરવાનાં વ્રત લે છે. આથી તેમના વ્રતને સ્થૂલ વ્રત કહ્યાં છે. તેને ‘અણુવ્રત' પણ કહે છે.
શ્રાવક અને શ્રાવિકા માટેના બાર વ્રતો ત્રણ ભાગમાં વિભક્ત છે: ક અણુવ્રત: (મૂળભૂત નાના વ્રતો-નિયમો)
ગુણવ્રત: (મૂળભૂત વ્રતોને બળ આપનાર ગુણરૂપ વ્રતો)
શિક્ષાવ્રતઃ (સંસારમાં સાધુજીવનની ઝાંખી કરાવતા અભ્યાસમૂલક વ્રતો) અણુવ્રત પાંચ, ગુણવ્રત ત્રણ અને શિક્ષાવ્રત ચાર છે. આ વ્રતો દ્વારા ગૃહસ્થોએ શું ન કરવું જોઈએ તેની વિશદ્ છણાવટ કરવામાં આવી છે.
આ દરેક વ્રતના પાંચ-પાંચ અતિચાર છે. અતિચાર એટલે ભૂલ-શરતચૂક. ગૃહસ્થોએ બાર વ્રતના પાલનની સાથોસાથ દરેક વ્રતના અતિચારનો પણ ત્યાગ કરવાનો છે. પાંચ અણુવ્રત અને તેના અતિચાર. ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કોઈ પણ નાનાં-મોટાં જીવની ઈરાદાપૂર્વક તેમજ બિનજરૂરી હિંસા ન કરવાનો નિયમ.
અતિચાર ૧. કોઈપણ જીવાત્માને કોઈપણ પ્રકારે બાંધવો. ૨. તેને મારવો-પીટવો. ૩. તેનાં અંગોપાંગને છોલવાં-કાપવાં. ૪. જીવાત્માની શક્તિથી વિશેષ ભાર તેમની પાસે ઉપાડાવવો.
૫. તેમને ભૂખ્યા-તરસ્યાં રાખવાં. પ્રથમ અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. ૨. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત કોઈપણ પ્રસંગે તેમજ કોઈપણ નિમિત્તે ઇરાદાપૂર્વક તેમજ બિનજરૂરી જઠું-અસત્ય નહિ બોલવાનો નિયમ.
અતિચાર ૧. કોઈપણ આધાર કે સાબિતી વિના કોઈના પર આળ મૂકવું, આક્ષેપ કરવો. ૨. બે જણાંને ખાનગી વાત કરતાં જોઈ જાણીને તેમના પર દોષારોપણ કરવું. ૩. પોતાના અંગત માણસોની ખાનગી વાત જાહેર કરી દેવી. ૪. ખોટી સલાહ-શિખામણ આપવી.
૫. ખોટા દસ્તાવેજ કરવા, બે નંબરના ચોપડા લખવા. બીજા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. ૩. સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત ઈરાદાપૂર્વક તેમજ બિનજરૂરી રીતે કોઈની, કોઈ વસ્તુ નહિ ચોરવાનો નિયમ.
અતિચાર ૧. ચોરીનો માલ ખરીદવો.
૧૧