Book Title: Jain Darshanno Karmwad Author(s): Khubchand Keshavlal Parekh Publisher: Laherchand Amichand Shah View full book textPage 5
________________ છે? અદ્રશ્ય હોય તે તેનું અસ્તિત્વ કેવી રીતે સમજવું ? કેના કહેવાથી સમજવું ? તેને સમજાવનારે આ અદ્રશ્ય કર્મને કેવી રીતે જાણ્યું? કઈ શક્તિથી જાણ્યું ? તે સમજીને આપણે શું કરવું ? આ બધી હકીકતને અતિસરલતાથી, બુદ્ધિગમ્ય થઈ શકે તે રીતે સમજાવવાને પ્રયત્ન, જૈનશાસ્ત્રોને આધારે, આ પુસ્તકના વિદ્વાન લેખક શ્રી ખુબચંદભાઈ કેશવલાલે આ પુસ્તકમાં જે કરેલ છે, તે અતિ પ્રશંસનીય છે. આ પુસ્તકની આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થાય છે. આ પુસ્તક ધીમે ધીમે પણ યોગ્ય વ્યક્તિઓના હાથમાં જેમ જેમ પહોંચતું ગયું તેમ તેમ તેની પુનઃ પુનઃ પ્રકાશનની માંગ ચાલુ જ રહી. આ ત્રીજી આવૃત્તિના પ્રકાશનનું કામ લેખકે મને જ સોંપ્યું. આવા સમ્યગજ્ઞાનભક્તિનું કાર્ય કરવાનું મને મળવામાં હું મારું સદ્ભાગ્ય સમજું છું. પરંતુ પ્રેસકામ કરાવવામાં, પ્રફે સુધરાવવામાં, અગર અજ્ઞાતપણે શ્રી જિનેશ્વરદેવની પ્રરૂપણાથી કંઈપણ વિપરીત થવારૂપ ક્ષતિ થવા પામી હોય તો હું ત્રિવિધ કરીને ક્ષમા યાચું છું. આવા ઉચ્ચકોટિના તાત્ત્વિક ગ્રંથને પ્રકાશિત કરવામાં અનુકુળતાકારક દ્રવ્યસહાયકોને, લેખકમહાશયને, અને પુસ્તકનું કામ જલ્દી પૂર્ણ કરી આપવા બદલ, શ્રી રાકેશ પ્રી. પ્રેસના માલિક મણલાલભાઈ છગનલાલભાઈને આભાર હું કેમ ભૂલી શકું ? મુખપૃષ્ઠ અને પુસ્તકના અતે પૃષ્ઠ ઉપર આપેલ ચિત્ર, તે મુક્તિ કમલ જૈનમેહન ગ્રંથમાલા વડોદરાથી પ્રકાશિત પંચમ કર્મગ્રન્થના પુસ્તક પર છપાયેલ ચિત્રના આધારે તૈયાર કરાવેલ હોઈ, તેઓનો પણ આભાર માનું છું. લી : જયેષ્ઠ શુકલ પૂર્ણિમા.] લહેરચંદ અમીચંદ શાહ વિ. સં. ૨૦૩૭ ૩૫, આનંદભુવન, નવા માધુપુરા અમદાવાદPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 500