Book Title: Jain Darshanno Karmwad Author(s): Khubchand Keshavlal Parekh Publisher: Laherchand Amichand Shah View full book textPage 3
________________ અ . હા, * : * * * * - fry મુખપૃષ્ઠના ચિત્રની સમજ સંકેત :- આ ગ્રન્ય કર્મવિષયક વ્યવસ્થાની ગહન ચર્ચા કરતો હોવાથી મુખપૃષ્ઠમાં આઠ પ્રકારનાં કર્મોના સ્વભાવે કેવા પ્રકારના છે, તે સ્પષ્ટ સમજાય એટલા માટે ચિત્રકાર સમજાવવામાં આવ્યા છે. વચ્ચોવચ્ચ આકાશમાં લાલરંગથી સિધશિલા સાથેની સિધ્ધાત્માની મૂર્તિ બનાવી છે. અને કર્મ, એ, જીવને બંધનરૂપ છે, તેને સૂચનરૂપે શંખલા પણ બનાવી છે. સંકલન-બોધ-આ ચિત્ર એમ સમજાવે છે કે એક વખતે પ્રત્યેક આમાઓએ મુખ્ય આઠ કર્મરૂપી સાંકળના બંધનને ધ્યાનાદિકના પ્રચંડ પુરૂષાર્થદ્વારા ફગાવી દઈને, સર્વકર્મથી વિમુક્ત બની આપણે સિધ્ધાત્માની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. ટૂંકમાં જીવનનું અંતિમ સાધ્ય મુકિતની પ્રાપ્તિ એજ છે. સમગ્ર ચિત્રને આ મુખ્ય ધ્વનિ છે. પાછલા ભાગ (પુસ્તકના અંતે ને ચિત્ર પરિચય સંકેત :-આ ચિત્રકલ્પના હૃદયંગમ છે. અને મનહર છે. આની અંદર વ્યક્તિ, નીચેના ભાગે કર્મ બાંધવાના મિથ્યાત્વાદિ મૂળ કારણે, તેમાંથી જન્મ પામતા જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનાં કર્મકાષ્ઠ, સર્વ કર્મમાં તેના પતિનું સ્થાન ધરાવનાર મોહનીયકર્મનું બતાવેલું બૃહકાષ્ટ, કર્મનાં કારણે અને કારણના કાર્યરૂપ અષ્ટમેંને, શુકલધ્યાનના તીવ્ર અવ્યવસાયાનલથી બાળી રહેલી આગ બતાવી છે. વળી આઠેયકમની રાખ થતાં ઉર્ધ્વગૌરવધમી આત્માનું ઉર્ધ્વગમન, અર્ધચંદ્રાકારે બતાવેલ શ્વેત સિદ્ધશિલા ઉપર સિધ્ધાત્માનું અનંતકાલ સુધી અવસ્થાન, અષ્ટકર્મક્ષયથી પ્રાપ્ત થતા અનંતગુણપૂર્ણ આઠ ગુણનાં નામ વગેરે બતાવ્યું છે. સંકલન બોધ:-પ્રત્યેક આત્મા, અનાદિ કાળથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, અને પ્રમાદ, આદિ મુખ્ય કારણર્થી નાનાવરણીયાદિ આઠ કર્મોને પ્રતિક્ષણે બાંધ્યા કરે છે. અને તેથી સંસારચક્રમાં પરિભ્રમણ કર્યા કરે છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 500