________________
ભારતીય જન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા આધારે તેને કાપી લેવામાં આવતા હતા. એ કાગળ ખસી ન જાય એ માટે વાંસની ચીના કે લોઢાના ચીપિયા તેમાં ભરાવવામાં આવતા હતા. બીજી દરેક જાતના કાગળે માટે અત્યારનાં પેપરકટર મશીને કામ આવી શકે છે, પણ કાશ્મીરી કાગળો અત્યંત સુંવાળા હોઈ અણધારી રીતે સહજમાં ખસી જાય છે અને તેથી ગમે તે હોશિયાર મશીન ચલાવનાર હોય તે પણ તે એ કાગળોને બેટે ભાગે આપણે ઈચ્છીએ તેમ વ્યવસ્થિત રીતે કાપી શકતો નથી, એટલે એ કાગળને વ્યવસ્થિત કાપવા માટે ઉપરોક્ત રીત જ વધારે અનુકૂળ છે.
પુસ્તક લખવા માટેના બધા દેશી કાગને, તેના ઉપર કલમ ઠીક ચાલે તેમજ શાહી એકસરખી રીતે ઊતરે એ માટે, કાગળ બનાવનાર કે વેચનારને ત્યાંથી ચૂંટાઈને જ આવે છે. તેમ છતાં એ કાગળો ઘણો સમય સુધી પડી રહેતાં અથવા ચેમાસાની શરદી વગેરે લાગતાં તેને લૂંટ આછો થઈ જાય છે-ઊતરી જાય છે. ઘટે આછા થઈ ગયા પછી અક્ષરો ફૂટી જાય છે અથવા શાહી બરાબર ન ઊતરતાં એક ઠેકાણે ઢગલે થઈ જાય છે, એટલે તેને ફરી લૂંટ ચડાવવો પડે છે. એ લૂંટ ચડાવવા માટે કાગળોને કે પાનાંને ફટકડીના પાણીમાં બાળી સૂકવ્યા પછી કાંઈક લીલા-સુકા જેવા થાય ત્યારે તેને અકીકના, કસોટીના અગર કોઈ પણ જાતના ઘંટાથી કે કેડાથી લૂંટી લેવામાં આવે છે, જેથી અક્ષરો ફૂટી જવા આદિ થવું અટકી જાય છે. (જુઓ ચિત્ર નં. ૩માં આકૃનિ ન. ૧).
અત્યારના વિલાયતી તેમજ આપણા દેશમાં બનતા કેટલાક કાગળોને ભાવ તેજાબ, સ્પિરિટ અગર તેવા કોઈ પણ જાતના ઉગ્ર પદાર્થમાં સાફ કરાતા હોવાથી તેનું સર્વ પહેલેથી જ નષ્ટ થઈ જાય છે, એટલે એ બધા કાગળ આપણા દેશી કાગળાની જેમ દીર્ધાયુષી ન હોવાથી તેનો ઉપયોગ પુસ્તક લખવા માટે કરાતો નથી. આપણે એવા અનેક જાતના કાગળને અનુભવ કરી ચૂક્યા છીએ, જે શરૂઆતમાં મજબૂત, ઉજળા તેમજ કોમળ દેખાવા છતાં થોડાં જ વર્ષો વીત્યા બાદ કાળા અને સહજ વળતાં તૂટી જાય તેવા નિસર્વ થઈ જાય છે. જોકે આ દેશ આપણે દરેક જતના વિલાયતી કાગળને નથી આપતા, તેમ છતાં એટલી વાત તો ખરી જ છે કે વિલાયતી કાગળો દેશ કાગળ જેટલા ટકાઉ જવલ્લે જ હોય છે.
પુસ્તક લખવા માટે અગર ચિત્રપટ-ચંત્રપટ આદિ આલેખવા માટે કપડાને કામમાં લેવા પહેલાં એ કપડાની બંને બાજુએ તેના છિદ્રો પૂરાય તેમ એકસરખી રીતે ઘઉંની કે ચોખાની ખેળ લગાડી, તે સુકાઈ ગયા પછી તેને અકીક, કસોટી આદિના ઘેંટા વડે ઘૂંટવાથી તે કપડું લખવા લાયક બને છે. પાટણના વખતછની શેરીમાંના સંધના જેન ભંડારમાં કપડા ઉપર લખેલાં જે પુસ્તક છે તે ખાદીના કપડાને બેવડું ચોડી તેના ઉપર લખેલાં છે.
ટિપ્પણું ટિપ્પણાં બનાવવા માટે કાગળના લીરા કરી, તેના છેડાઓને એક પછી એક ચેડીને લાંબા