________________
જૈન ચિત્રકામ કેટલાક સૂચન કરે છે. પણ એમ કરવું એ આખી મનોરમ કલ્પનાને અને કલામય સંજનાના કલાતત્ત્વને હણી નાખવા બાબર છે. નવ નારીજ શકયતા સંજનાચિત્રાની વ્યાવહારિક શક્યતા કેટલી હશે એ પણ કેટલાક પ્રશ્ન છે. નારીકુંજર જેવી ગોઠવણી માત્ર કલાકારને મનને સંતોષ પૂરતી જ શક્ય ગણવી, કે સરકસના મલ જેમ અંગમરોડની કલા સાધીને અવનવા અંગખેલના પ્રયોગ સિદ્ધ કરી બતાવે છે તેમ અશ્વ અને કુંજરની આકૃતિઓ તેવી રીતે પણ સાધ્ય છે તે તે પ્રયાગ થયે જ જાણી શકાય. વિરાટ ૧૫૫ની સંયોજના ઉપર ગણાવી ગયા તે બધી સંજનાઓ પૃથફ પૃથફ જેવાથી આપણને તેની કલામયતાને આનંદ મળે છે. પરંતુ શ્રીમદભગવદગીતાના અગિયારમા અધ્યાયમાં અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ જે વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે એ દર્શનમાં સર્વ પ્રકારની સંજનાઓ કેંદ્રિત થએલી જણાય છે. વિરાટ સૃષ્ટિમાં એકલા દેવ અને મનુો જ નહિ પણ પ્રાણીસૃષ્ટિને પણ સમાવેશ છે.
આ ભાવનાને મૂર્તિમંત કરનારું એક અપૂર્વ ચિત્ર વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરના ચિત્રસંગ્રહમાંના સચિત્ર પચર ગુટકામાં છે. તે સંયેનાકલાના કલશરૂપ છે. એ ચિત્રમા, પ્રાણીકુંજર અને પ્રાણી-ઉટમાં છે તેવા પ્રકારની સસલા અને ઉંદરની આકૃતિઓ વિરાટ ભગવાનના પગમાં બતાવી છે. માથા તરફ જતાં અનેક માનવ મુખે ઉપરાંત સિહ, વાઘ, હાથી, ગાય, ભેંસ, કુતરું, શિયાળ વગેરે પ્રાણીસૃષ્ટિની મુખાકૃતિઓ પણ વિરાટ ભગવાનની મહાકાયમ ચિત્રકારે બતાવી છે. પ્રભુની કલામયતા
અને પ્રભુની કલા આગળ મનુષ્યના કલા-પ્રયત્નો હાસ્ય ઉત્પન્ન કરે તેમાં આશ્ચર્ય નથી; કારણકે જગતનો મોટામાં ગોટો કલાધર તે પરમાત્મા જ છે. મનુષ્યો બહુબહુ તે તેની કલાનાં અનુકરણ કરી પોતાના મનને સંતોષ આપી શકે છે. વિશ્વ જેટલુ મહાન અને ભવ્ય સર્જન તે સર્જનહારનું જ કહેવાય.૨૬
મંદાલાલ ૨. મજદાર
૨૬ આ લેખમાં ગુજરાતી ચિત્રકલાનાં ઉદાહર આપતી વખતે જેનેનર કે જેનાશ્રિત એ ભેદ રાખ્યા નથી. ચિત્રકલાના વિભાગ ધર્મ પ્રમાણે પાડવા એ ભ્રમ છે, ગેલિક વિભાગદાદીજુદી કલાના સર્જનને ઓળખાવી શકાય તેવું વર્ગીકરણ ઇષ્ટ છે,