________________
૨૦૬
જન ચિત્રકલ્પદ્રુમ બીજીના હાથમાં સુંદર પેટી છે. ત્રીજીના હાથમાં કપડાથી ઢાંકેલો થાળ છે. ચોથીના હાથમાં શરબતની સુંદર શીશીઓ છે.
ગાદી આગળના ભાગમાં બેઠેલી એક સ્ત્રી રૂમાલ ગુંથતી હોય એમ લાગે છે. બીજી આગળ બેઠેલી બે સ્ત્રીઓ પૈકી એક પત્થર પર ચંદન ઘસતી અને બીજી ઘસેલું ચંદન હાથમાં પકડેલા પ્યાલામાં લેવા બેઠેલી છે. સુંદર નકશીવાળી પાણીની ઝારી તેણી નજીકમાં પડેલી છે.
ચંદરવાના જરાક બહારના ભાગમાં લગભગ બારેક સ્ત્રીઓ ટોળે વળી જુદીજુદી ઢબે બેઠેલી છે.
નીચેના ભાગમાં જુદી જુદી જાતના વાજીંત્રો વગાડતી સ્ત્રીઓના સંગીત તથા નાચના આનદને રસાસ્વાદ આખું મડળ લઈ રહેલ છે. સ્ત્રીઓમાથી કોઈના હાથમાં વીણ, તે કોના હાથમાં ભુંગળ, ઢોલકી, મંજીરાની જેડ વગેરે જુદા જુદા વાજિંત્રો છે. આવી સુંદર સાહબી ભાગવત શાલિભદ્રને ચીતરવામાં ચિત્રકારે ભારે ખુબીભરી રીતે ચિત્રકામ કરેલું છે.
Plate LXXXVII ચિત્ર ૨ શ્રીમગધરાજ શ્રેણિક અને શાલિભદ,
મકાનના ઉપરના માળે શાલિભદ્ર શ્રેણિકના ખેાળામાં સિંહાસન ઉપર બેઠેલા છે, સિંહાસનને ડાબે પાસે એક ચમ્મરીઓ જમણા ખભા પર ચમ્મર રાખી ઉભો છે, શ્રેણિકની સામે શાલિભદ્રની માતા ભદ્રા ડાબા હાથ લાંબો કરીને શ્રેણિકને એમ કહેતા જણાય છે કેઃ “રાજાજી! શાલિકુમારને બાળામાંથી ઉઠવા દે. તમારા શરીરની ગરમી લાગવાથી તે ગભરાય છે. (આવી તે શાલિભદ્રની સુકોમળ કાયા છે). શ્રેણિક પણ જમણે હાથ લાંબો કરી ભદ્રા સન્મુખ શાલિભદ્રના રૂપનાં વખાણ કરતે જણાય છે. ભદ્રામાતાની પાછળ (રાજાને પાન મોપારી આપવા માટે) થાળ લઈ ઉભેલી એક સ્ત્રી ચિત્રમાં દેખાય છે. માળની નીચે આઠઆઠની ચાર હારોમાં વિવિધ વસ્ત્રો પહેરીને શાલિભદ્રની બત્રીસે સ્ત્રીઓ જુદી જુદી જાતના રંગબેરંગી પક્ષીઓ તથા જુદી જુદી જાતનાં વાઈત્રા વગેરે રંગરાગ-મોજમજાતની ચીજો હાથમાં લઈ ઉભેલી છે, આ પક્ષીઓ તથા વિના વિવિધરંગને ખરેખરા ખ્યાલ તે મુળ રંગીન ચિત્ર સિવાય ન જ આવી શકે. વળી દરવાજાના નાકે એક દરવાન પણ ચોકી કરવા ઊભેલે જણાય છે. પાત્રોમાં ભાવ આખુવાની ખુબી આ ચિત્રકારમાં કઈ અલૌકિક પ્રકારની હોય એમ લાગે છે.
Plate LXXXVIII ચિવ ૨૭ શ્રીધર્મપરિની ઉદ્યાનમા દેશના ચિત્રમાં ધર્મ સરિ પિતાના શિવ સાથે ઉદ્યાનમાં બેઠે બેઠે શહેરમાંથી તેમને ઉપદેશ સાંભળવા આવેલા શ્રાવકને ધર્મને ઉપદેશ આપે છે. એમા શાલિભદ્ર પણ મહારાજની જમણી બાજુના ખુણામાં બેસી ઉપદેશ સાંભળતા દેખાય છે. તેણે બે હાથમાં ઉત્તરાસંગ પકડેલું છે. ચિત્રમાં તેનો છેડે ઉચે ચીતરેલો છે. યમહારાજની પાછળના ભાગમાં બેઠેલા બે શિષ્યો કાંઈ ધાર્મિક ચર્ચા કરતાં હોય એમ લાગે છે, અને આગળના ભાગમાં બેઠેલા બે શિખ્ય ધ્યાન દઈને સાંભળતા હોય એમ લાગે છે. બે પૈકીના એક શિષ્યના હાથમાં ધાર્મિક પુસ્તક છે.