Book Title: Jain Chitra Kalpadruma
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 173
________________ ચિત્રવિવરણ પગ બાંધેલા છે. ૫ રથ-ચિત્રમાં મેગલ સમયનો રથ તેના હાંકનાર સહિત ચીતરેલ છે. રથને બે છેડા જોડેલા છે જેમાં એક સફેદ અને એક કાળો છે. આ ચિત્રમાં ઉપર મુજબનું દેવના સાત કટકમાંથી પાંચ કટકનું ચિત્ર અને આપેલું છે. તે સિવાય ૬ સુભટ અને ૭ વૃષભ અથવા પાડા હોય છે, વૈમાનિકને વૃષભ અને ભવનપતિને પાડો હોય છે. જે બંનેના ચિત્રા પાનાની પાછળની બાજુ ઉપર હેવાથી અને આપ્યાં નથી. Plate XCIII ચિત્ર ૨૭૨ શ્રીપાલરાસમાંથી એક વહાણ. શ્રીપાલ રાસની પ્રતના પાના ૫ ઉપરથી. આ વહાણુને રાસકારશ્રીવિનયવિજયજીએ જંગ જાતિના વહાણ તરીકે ઓળખાવ્યું છે, તેનું વર્ણન કરતાં તે જણાવે છે કેઃ “જેને જોતાં જ અચંબો થાય તેવું એક જંગ જાતિનું વહાણ કે જેના થંભને કારીગરેએ સુંદર ઘડેલા તથા મણિમાણે કેથી જડેલા અને તે આકાશને જઈ અડવા હોય એટલા ઉંચાઈમાં છે. તેમજ તે વહાણની અંદર સોનેરી શાહીથી ચીતરેલા મનોહર ચિત્રામણવાળા ગોખ ઠેકાણે ઠેકાણે જેવામાં આવે છે અને તે વહાણને માથે સુંદર ધજાઓ ફરકી રહેલી છે; તેમજ તેમાં તરેહ તરેહનાં મનહર વાગે વાગી રહ્યા છે કે જેના શબ્દો વડે તે વહાણ સમુદ્રની અંદર ગાજી રહ્યું છે. Plate XCIV ચિત્ર ૨૭૩ મેરૂ પર્વત. “સંગ્રહણી સુત્ર'ની પ્રતિમાથી. ઉપરના ભાગમાં જિનેશ્વરના મંદિરનું શિખર દેખાય છે, આજુબાજુ સિંહાસનની આકૃતિ દર્શાવવા બે સિંહના મે ચીતરેલાં છે, શિખરની ઉપર બંને બાજુ બે પક્ષી ઉડતાં ઉડતાં મેરૂપર્વત તરફ જતાં દેખાય છે, મેરૂપર્વતનું વિસ્તૃત વર્ણન “લઘુક્ષેત્રસમાસ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી મળી આવે છે. નીચેના ભાગમાં વન બનાવવા થડા ઝાડ તથા છોડવાઓ ચીતરેલાં છે. સાથે બે હરણુઆં બહુ જ સુંદર ભાવવાહી રીતે ચીતરેલા છે. ચિત્ર ૭૪ જંબુવૃક્ષ. છ લેસ્યાઓનું સ્વરૂપ દર્શાવવા જૈન શાસ્ત્રકારોએ જાંબુના એક ઝાડનું દષ્ટાંત નીચે પ્રમાણે વર્ણવેલું છેઃ જંગલમાં ભૂલા પડવાથી છ પુરૂષો સુધાથી પીડાતા એક જંબુવૃક્ષની નીચે આવી ચઢયા. તે સઘળાંઓને એ વૃક્ષના ફલ ખાવાની ઈચ્છા થઈ. એક પુ બોલ્યો, વૃક્ષને મૂલથકી છેદી નાખીને આપણે નિરાંતે ફલ ખાઇએ. બીજે પુરુષ બોલ્યો કે મૂલથકી નહી છેદતાં થડથી છેદી નાખીએ. ત્રિીજો બોલ્યો કે તેની એક ડાલી છેદી નાખો. ચેાથે બે કે આખી ડાલીને છેવા કરતાં જે ડાલી ઉપર ફલ છે તે જ ડાલીને છેદી નાખો. પાંચમે બે કે ફલવાળી આખી ડાલી છેદી નાખ્યા કરતા જે પાકાં પાકા ફલ હોય તે જ તેડી લઈએ. હવે જે છ પુરુષ હતો તે બોલ્યો કે ઝાડ ઉપરનાં ફલ તેડ્યા કરતાં જમીન ઉપર જે કુલ સ્વાભાવિક રીતે ખરી પડેલા છે તે જ વણી ખાઈને સુધા શાંત કરીએ. આમા જેમ છે એ પુરબાની ઈચ્છા તે ફલ ખાઈ સુધાની વૃદ્ધિ કરવાની જ હતી પરંતુ વિચારો જુદા જુદા હતા તેમ કૃષ્ણાદિથી પાવત શુક્લ લેસ્થાના પરિણામે પણ જુદા જુદા જાણવા.

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255