________________
૧૪૦
જેન શિવકપમ તથા તારણોથી શણગારવામાં આવ્યું હતું.
પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી, છત્રી ધનુષ્ય ઊંચી, સુવર્ણમય સેંક સ્તંભોથી શોભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત એવી “ચંદ્રપ્રભા” નામની પાલખીમાં પ્રભુ (મહાવીર) દીક્ષા લેવા નિસર્યા.
તે સમયે હેમંત ઋતુને પહેલો મહિને-માગશર માસ, પહેલું પખવાડિયું કૃષ્ણપક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે છઠ તપ કર્યો હતો અને વિશુહ લેસ્યાઓ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન ઉપર બેઠી હતી. સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકોએ પાલખી ઉપાડી.
ચિત્રની મધ્યમાં પાલખીમાં પ્રભુ વસ્ત્રાભૂષણથી સુસજિત થઈને બેઠેલા છે. બંને બાજુ અકેક સ્ત્રી ચામર વીંઝતી બેઠેલી છે. ચાર સેવકેએ પાલખી ઉપાડી છે, પાલખીની આગળ બે માણસો ભૂંગળ વગાડનાં અને એક માણસ જેરથી નગારું વગાડતે તથા પાલખીની પાછળના ભાગમાં બે માણસો નગારું વગાડતાં દેખાય છે. ત્રિ ૫ પંચમુખિલેચ અને અર્ધવસ્ત્રદાન. ઈડરની ઝનના પાના પ૦ ઉપરથી ચિત્રનું મૂળ કદ ૩૮ર૩ ઈચનું છે.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છેતેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પંચમુષ્ટિ લોચના ચિત્રથી થાય છે. અશોકવૃક્ષ (આસોપાલવ નહિ)ની હેઠળ આવી પ્રભુ નીચે ઉતર્યા અને પોતાની મેળે જ એક મુષ્ટિવડે દાઢીમૂછને અને ચાર મુષ્ટિવડે મસ્તકના કેશને એવી રીતે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. એ વેળા નિર્જળ છઠ્ઠને તપને હનો જ. ઉત્તરાફાગુની નક્ષત્રને યોગ થયો ત્યારે ઇન્ડે ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, એકલા એટલે રાગદ્વેષરહિતપણે કેશન લોન્ચ કરવા રૂપ દ્રવ્યથી અને ધાદિને દૂર કરવા૩૫થી ભાવથી મુડ થઇને, ગ્રહવાસથી નીકળીને અનગારપણા સાધુપણાને પામ્યા.
ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદૂબ વસ્ત્ર તથા અશોકવૃક્ષની રજુઆત ચિત્રકારે કરી જણાતી નથી, મહાવીર પ્રભુ એક હાથે મસ્તકના વાળને લોન્ચ કરવાનો ભાવ દર્શાવના, ઈન્દ્રની સન્મુખ જોતાં, અને બે હાથ પ્રસારીને પ્રભુએ લેચ કરેલા વાળને ગ્રહણ કરવાની ઉત્સુકતા બનાવ દેખાય છે, ઇન્દ્રના પાછળના એક હાથમાં જ છે જે ઇન્ટને ઓળખાવે છે, ખરી રીતે તે જ્યારે જ્યારે ઈન્દ્ર પ્રભુની પાસે આવે ત્યારે ત્યારે આયુધોને ત્યાગ કરીને જ આવે એવો રિવાજ છે પરંતુ ઇન્દ્રની ઓળખાણ આપવા ખાતર ચિત્રકારે વજ કાયમ રાખેલું હોય એમ લાગે છે.
આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલ અર્ધવાનને પ્રસંગ જેવાને છે. જે વખતે શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થપણામાં વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય કેડી રહ્યા હતા, તે વખતે એક દરિદ્ર સેમ નામા બ્રાહ્મણું ધન કમાવા માટે પરદેશ ગયો હતો. પોતે કમનસીબ હેવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછા ફર્યા. ગરીબીથી અકળાઈ ગએલી