________________
ચિત્રવિવારણ બ્રાહ્મણ પત્ની તેને લડવા લાગી કેઃ “અરે નિભવ્ય શિરામણી! નીવર્ધમાનકુમારે જયારે સુવહન વરસાદ વરસાવ્યો ત્યારે તમે કયાં ઉંલી ગયા હતા? પરદેશમાં ભટકીને પણ હતા તેવા ને એવા જ નિધન પાછા ઘેર આવ્યા ! જાઓ–હજી પણ મારે કહ્યું માની, જગમ કલ્પવૃક્ષ સમાન શીવર્ધમાન પાસે જશો તો તે દયાળુ અને દાનવીર તમારું દારિદ્રય દૂર કર્યા વિના નહિ રહે. પિતાની સ્ત્રીનાં વચને સાંભળી પેલો બ્રાહાણ પ્રભુની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે હે પ્રભુ! આપ તે જગતના પકારી છે, આપે તે વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય દૂર કર્યું. હે સ્વામી! સુવર્ણની ધારાઓથી આપ સર્વત્ર વરસ્યા તો ખરા, પણ હું અભાગ્યરૂપી છત્રથી એ ટંકાઈ ગયું હતું કે મારી ઉપર સુવર્ણધારનાં બે ટીપાં પણ ન પડ્યાં! માટે હે કૃપાનિધિ ! મને કાંઈક આપે. મારા જેવા ગરીબ બ્રાહ્મણને નિરાશ નહિ કરો!' કરૂણાળુ પ્રભુએ તે વખતે પોતાની પાસે બીજી કોઈ વસ્તુ ન હોવાથી, દેવદુષ્ય અને અરધો ભાગ આખે, અને બાકીને પાછા પોતાના ખભા ઉપર મુકયો! (જુઓ ચિત્રની જમણી બાજુ).
હવે પેલો બ્રાહણ, કિંમતી વસ્ત્રને અરધો ભાગ મળવાથી ખૂબ ખુશી થ થ સત્વર પિતાના ગામ આવ્યો. તેણે તે અર્ધ દેવદૂષ્ય વસ્ત્રના છેડા બંધાવવા એક તૃણનારને બતાવ્યું, અને તે કોની પાસેથી કેવી રીતે મેળવ્યું તે વૃનાન અથથી ઈતિ પયંત કહી સંભળાવ્યો. તૃણનારે આખરે કહ્યું કે “હે સામ! તું આ વઅને બીજે અરધો ટુકડે લઈ આવે તે બંને ટુકડા એવી રીતે મેળવી આપું કે તેમાં જરાપણ સાંધે ન દેખાય અને તુ વેચવા જાય તો તે અખંડ જેવા વસ્ત્રના એક લાખ સેના ને જરૂર ઉપજે, એમાં આપણે બંનેને બાગ. આ સાંભળીને બ્રાહ્મણ ફરીથી પ્રભુ પાસે આવ્યો છે ખરો, પણ શરમને લીધે તેના મુખમાથી વાચા ન નીકળી શકી. તે આશામાં ને આશામાં પ્રભુની પાછળ પાછળ ભટકતો રહ્યો.
પ્રભુને દીક્ષા લીધા પછી એક વર્ષ અને એક મહિનાથી કંઈક અધિક સમય વીતી ગયો. એકદા તેઓ દક્ષિણવાચાલ નામના સનિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદુષ્યને અર ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયો. પ્રભ નિર્લોભ દેવાથી, પડી ગએલો વસ્ત્રભાગ તેમણે પાદ ન લીધે. પણ પેલો સેમ નામને બ્રાહ્મણ, જે એક વથી તે વરમ માટે જ તેમની પાછળ પાછળ ભમતો હતો, તેણે તે ઉપાડી લીધું અને ત્યાંથી ચાલ્યો
ગ (જુઓ ચિત્રની ડાબી બાજુ). ચિત્ર હક શ્રી મહાવીર નિર્વાણ, ઈડરની પ્રતના પાના પર ઉપરથી વર્ણન માટે જુઓ ચિત્ર ૭૧નું
આ પ્રસંગને લગતું વર્ણન. ચિત્ર હ૭ શ્રી પાર્શ્વનાથનો જન્મ. ચિવ ૮૪ વાળું જ ચિત્ર વર્ણન માટે જુઓ ચિત્ર ૮૪નું જ વર્ણન.
Plate XXVIII ચિત્ર ૮ પ્રભુ પાર્શ્વનાથને પંચમુષ્ટિ લોચ. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૧નું આ ચિત્રને લગતું વર્ણન. ચિત્ર ૬ શ્રીનેમિનાથને જન્મ અને મેરૂ ઉપર સ્નાત્ર મહોત્સવ ઈડરની પ્રતના પાના ૬૪ ઉપરથી