________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૭૩ ટીકા કે ટ લખવામાં આવે, એવા પ્રકારના પુસ્તકને, તેની વચમાં, ઉપર અને નીચે એમ ત્રણ પટે–વિભાગે અથવા ત્રણ પાઠે તે લખાતું હોવાથી, ત્રિપાટ અગર “ત્રિપાઠ' કહેવામાં આવે છે. (જુઓ ચિત્ર નં. ૧૪).
- પંચપાટ કે પંચપાઠ જે પુસ્તકની વચમાં મોટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર, નીચે તથા બે બાજુના હાસિયામાં તેની ટીકા કે ટબાર્થ લખવામાં આવે, એ જાતના પુસ્તકને, વચમા, ઉપર, નીચે અને બે બાજુના હાંસિયામાં એમ પાચ પટે–વિભાગે અથવા પાંચ પાડે તે લખાતું હોવાથી, “પંચપાટ' અથવા “પંચપાઠ' કહેવામાં આવે છે. (જુઓ ચિત્ર નં. ૧૫).
ચૂડ કે સૂઢ જે પુસ્તક હાથીની શુડની-સૂદની પેઠે મૂળ સૂત્ર, ટીકા આદિનો કોઈ પણ જાતનો વિભાગ પાડવા સિવાય સળંગ લખવામાં આવે તેને “શાડ” અથવા “શઢ’ પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે.
ત્રિપાટ અને પંચપાટ તરીકે તે જ ગ્રંથ લખી શકાય છે જેના ઉપર ટીકા ટિપણી હેય. જે ગ્રંથો ઉપર ટીકા ટિપ્પણી નથી હોતી તે “શડ' પે જ લખાય છે, પણ તેને માટે “શડ' શબ્દનો પ્રયોગ થતા નથી. “શડ’ શબ્દનો પ્રયોગ સાંગ લખાએલા ટીકાત્મક ગ્રંથો માટે જ થાય છે. મૂળરૂ૫ ગ્રંથ સદા એ સાંગ એકાકારે લખાના હાઈ એને માટે ત્રિપટ, પંચપાટ આદિ પૈકીના કેઈ સંકેતને અવકાશ જ નથી.
ત્રિપાટ-પંચપાટ પુસ્તક લખવાની પદ્ધતિ અમારી માન્યતાનુસાર વિક્રમની પંદરમી સદીના પ્રારભથી ચાલુ થઈ છે. તે પહેલાં સત્ર, નિયુક્તિ, ભાષ્ય, ટીકા વગેરેના પુસ્તકો જુદાં જુદા જ લખાતા હતાં અને ત્યારે એક ગ્રંથ વાંચનારને વારંવાર જુદી જુદી પ્રતમાં નજર નાખવી પડતી હતી.
ચિત્રપુસ્તક ચિત્રપુસ્તક' એ નામ સાભળી, પુરતજેમા ચીતરવામાં આવતાં અનેકવિધ ચિત્રાની કલ્પના કોઈ ન કરી લે. ‘ચિત્રપુસ્તક” એ નામથી અમારો આશય મુખ્યત્વે કરી લખાણુની ખૂબીથી સ્વયં ઉત્પન્ન થનાં ચિત્રાથી છે. કેટલાક લેખકે પુસ્તક લખના અક્ષરોની વચમાં એવી ચીવટથી અને ખૂબીથી ખાલી જગ્યા છોડે છે કે જેથી અનેક જાતની ચિત્રકડીઓ, વજ, છત્ર, સ્વસ્તિક વગેરેની આકૃતિઓ તેમજ લેખકે ધારેલી વ્યક્તિનું નામ, બિલક, ગાથા વગેરે આપણે જોઈ વાંચી શકીએ. (જુઓ ચિત્ર નં. ૫-૬-૧૬-૧૭). આ જ પ્રમાણે કેટલાક લેખકો ઉપર જણાવ્યું તેમ લખાણની વચમાં ખાલી જગ્યા ન મૂક્તાં, કાળી શાહીથી સળંગ લખાતા લખાણની વચમાના અમુક અમુક અક્ષરને એવી ચીવટથી અને ખૂબીથી લાલ શાહી વડે લખે છે કે જેથી તેને જેનાર એ લખાણમાં અનેક પ્રકારની ચિત્રાકૃતિઓ તેમજ નામ, કલોક વગેરે જોઈ શકે. આ ઉપરાંત કેટલાક લેખકો પુસ્તકની વચમાં જ્યાં કાણું પાડવા માટે જગ્યા રાખવામાં આવે છે ત્યા અને બે બાજુના હાસિયાના મધ્ય ભાગમા, અમે અગાઉ જણાવી ગયા છીએ તે મુજબ, સળંગ અંકે લખવાના ન હોય ત્યારે ત્યાં હિંગળાક, હરતાલ, વાદળી આદિ રંગથી મિશ્રિત કૂલ, ચોકડી, કમળ, બદામ આદિની વિધવિધ આકૃતિઓ કરતા. કેટલીકવાર કલ્પસૂત્ર