________________
ગુજરાતની જનશ્ચિત કળા અને તેને ઈતિહાસ
૪૩ Panchasara temple at Patan–Page 72.૩૭ અર્થાત–ઉત (ચાંપાનેર), હિંદુ રાજા વનરાજ ચાવડા અને તેના પ્રસિદ્ધ મંત્રી શીલગુણસૂરિના સમયમાં પશ્ચિમ ગુજરાતનું એક મહત્વનું લશ્કરી થાણું હતું. આ બંને એતિહાસિક અને મહત્વની વ્યક્તિઓની બે મૂર્તિઓ પાટણના પચાસરા (પાર્શ્વનાથના જૈન) મંદિરમાં છે.'
| ગુજરાતના ઇતિહાસથી પરિચિત એકે એક વ્યક્તિ જાણે છે કે જેનાચાર્ય શીલગુણસરિ તે ગૃહસ્થ મંત્રી નહી પણ ત્યાગી જૈન વનિ અને વનરાજના ધર્મગુરુ હતા. તેના પ્રખ્યાત મંત્રીનું નામ તે ચંપક શ્રેષ્ઠિ (ચાંપા વાણીઆના નામથી પ્રસિદ્ધ) હતું, કે જેની બહાદુરીથી વનરાજ અણહિલપુર પાટણની ગાદી સ્થાપી શકો હતો અને તેના જ નામ ઉપરથી ચાંપાનેર નામ પાડવામાં આવ્યું હતું. “આ બંને વ્યક્તિઓની મૂર્તિઓ પાટણના પંચાસરા પાર્શ્વનાથના દેરાસરમાં છે એમ જે તેઓ જણાવે છે તે વાતામણ બરાબર નથી. પાટણના પંચાસરા પાર્શ્વનાથના જૈન મંદિરમાં જે મૂર્તિઓ છે. તે પૈકીની એક આચાર્યશ્રી શીલગુણસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રમરિની છે (ચિત્ર. ન. ૩) અને બીજી મહારાજાધિરાજ વનરાજ ચાવડાની છે (ચિત્ર નં. ૭). વનરાજની સાથેની બાજુ ઉપરની જે મૂર્તિને ઘણા વિદ્વાને તેના મંત્રી ચાંપાની મૂર્તિ તરીકે ઓળખાવે છે તે મૂર્તિ વાસ્તવિકરીતે ચાંપાની નહિ પણ મંત્રી આસાકની છે, જે તેના પુત્ર કપુર અરિસિંહે કરાવીને ત્યાં સ્થાપન કર્યાને ઉલેખ પ્રસ્તુત મૂર્તિની નીચે જ છે.
વળા પ્રસ્તુત લેખની અંદર પાના ૭૪ ઉપર ચિત્ર નંબર ૪ના પ્રસંગનું વર્ણન કરતાં તેઓ જણાવે છે કે
At the top of the picture on the right is a group of three figures: the man is blowing a pipe, while another is offering a flask (of wine?), and the woman a bunch of flowers. અર્થાત-ચિત્રને મથાળે જમણી બાજુએ ત્રણ આકૃતિઓ છે: એક પુરુષ શરણાઈ વગાડે છે, બીજાના હાથમાં પાનપાત્ર (મદિરાનું છે અને સ્ત્રીના હાથમાં કુલોને ગુચ્છ છે”
ઉપરના ચિત્રના પ્રસંગમાં શ્રી મહેતા જમણી બાજુની ત્રણ આકૃતિઓ પૈકીની બીજી આકૃતિના હાથમાં “પાનપાત્ર (મદિરાનું પ્યાલું) હેવાનું જણાવે છે તે અસંભવિત–નહિ બનવા જેવી વાત છે. તેમના જેવા પોતે જ પ્રસ્તુત લેખમાં કહે છે તેમ પોરવાડ જ્ઞાતિમાં જન્મ લીધાનું અભિમાન ધરાવનાર) વિદ્વાન મહાશય કે જેઓ નિરંતર જેનેના સહવાસમાં આવે છે તેમના મગજમાં જિનમંદિરમાં ચીતરેલી આકૃતિના હાથમાં મદિરાનું પ્યાલુ?” હેવાની કલ્પના પણ શી રીતે આવી હશે તેની કાઈ સમજણ મને પડતી નથી. વાસ્તવિક રીતે એ ત્રણે આકૃતિઓના હાથમાં જિનપૂજાની સામગ્રી જ છે અને તે નીચે મુજબ છેઃ
ત્રણ આકૃતિઓ પૈકી એક પુરુષ આકૃતિના હાથમાં તે શરણાઈ (એક જાતનું વાજીંત્ર)
૩૭ ટિ, ૧ લેખ ન. ૨૫