________________
પર
જૈન ચિત્રકલ્પદ્રુમ
હાલમાં મળી આવતી સુવર્ણાક્ષરી પ્રતિગ્માની પ્રશસ્તિઓ જોતાં ચાદમા અને પંદરમા સૈકામાં જ કલ્પસૂત્ર, કાલકકથા, ઉત્તરાધ્યયન સૂત્ર, ભગવતી સૂત્ર વગેરેની સેકડા પ્રતિએ સુવર્ણની શાહીથી લખાએલી હેાય તેમ દેખાય છે, અને તેથી જ ગુજરાતની જૈનાશ્રિત કળાની કિંમતી ઉપરાંત ગણીગાંઠી બાલગેપાલ સ્તુતિ’ની પ્રતા તથા સપ્તશતીની થેાડીએક પ્રતાનાં ચિત્રા સિવાય બીજી કાઇ પણ હિંદુ રાજવી અગર મુસલમાન બાદશાહના દરબારેાના સંગ્રહની ચિત્રકળાના નમૂના સરખા પણુ આજે જોવા મળતા થથી.
મારી માન્યતા પ્રમાણે, સાનાની તથા રૂપાની શાહીના લખવા માટે ઉપયેાગ ચૌદમાપંદરમા સૈકાથી જ શરૂ થયેા હાય એમ લાગે છે, અને તેની સાબિતી તે સમય દરમ્યાનના શ્રીજિનમંડનગણિકૃત ‘કુમારપાળ પ્રબંધ’, ‘ઉપદેશતર’ગિણી'ના કર્તા શ્રી રત્નમંદિરગણુિ તથા ‘શ્રાદ્ધવિધિ’ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી રત્નશેખરસૂરિ વગેરેના તે તે ગ્રંથોના ઉલ્લેખા આપે છે.
આ સમય દરમ્યાનનાં ચિત્રામાં તાડપત્રના સમય કરતાં વાદળી રંગ વધારે પ્રમાણમાં વપરાવા લાગ્યા અને કેટલીક વાર તે તેના ઉપયાગ ચિત્રાની પૃષ્ઠભૂમિ તરીકે પણ થવા લાગ્યા. વળી, ખુલતા ગુલાબી અને કાઇક વખત નારંગી પણુ વપરાવા લાગ્યા. તાડપત્રનાં ચિત્રામાં વપરાતા કીરમજી અને સીંદુરિયા બંને રંગને મળતા લાલ રંગના ઉપયાગ થવા લાગ્યા. ચિત્રાના વિષયેામાં પણ પલટા થયા. મેાટા ભાગે તીર્થંકરા, દેવા અને આશ્રયદાતાઓના ચિત્રાના ઘેાડા સાંકડા દેખાવાનું જાનું ધારણ બદલાને મેાટા વિશાળ પ્રમાણના જુદાજુદા દેખાવેાનાં ચિત્રા ચીતરાવવા લાગ્યા. આ કળાના પ્રચાર જૈન સંપ્રદાયની બહાર પણ સારા ગુજરાતમાં થએલા દેખાય છે. એ કળામા આલેખાએલી વૈષ્ણવ સંપ્રદાયની બલગેાપાલ સ્મ્રુતિ’ની ત્રણ પ્રતા તથા ‘સપ્તશતી’ની એક પ્રત હાલમાં હાથ આવી છે, અને સાંભળવા પ્રમાણે બીજી એક ‘બાલગોપાલ સ્તુતિ’ની પ્રત પેટલાદની નારણભાઈ હાઇસ્કુલમા પણ છે.
તારીખ વગરની કાગળની પ્રતા જૂનામાં જૂની મળી આવે છે તે માટે ભાગે ૧૦"x૩" અગર ૧૧"×૩"ની હેાય છે. તે પછીના સમયની તેનાથી યે મેડટી ૧૧"×૪" અને વધુમાં વધુ ૧૬ "×ષર" સુધીની મળી આવે છે.
સ્વર્ગસ્થ મુનિમહારાજ શ્રીહંવિજયજીના ગંગ્રહની કલ્પસૂત્રની પ્રત ૧૧×રૢ ઇંચના કદની છે, જેમાંનાં ચાત્રીસ ચિત્રા પૈકી પાંચ ચિત્રા તથા તેની આજુબાજુની સુદર કિનારે વગેરેના ચાર બ્લાક પ્રસ્તુત ગ્રંથમા રજુ કરવામાં આવ્યાં છે.
આ ચિત્રાભા, પુરુષાનાં કપાળમાં U આવી જાતના તિલકે તથા સ્ત્રીએનાં કપાળમાં • આવી જાતનાં તિલકા, જૈન તેમજ વૈષ્ણુવ બંને સંપ્રદાયની હસ્તપ્રતમાં જે જોવામાં આવે છે તે ઉપરથી એમ પણ અનુમાન થઈ શકે છે કે આરે ગુજરાતના ધાર્મિક સંપ્રદાયાના જે કુસંપા તથા ઝગડાઓ જેના તથા વૈષ્ણવાની અંદર દેખા દે છે તેવા ઝગડાઓ ને સમયમાં નહિ જ હેાય, કારણકે ગુજરાતની જૈનાશ્રિત કળાના નમૂનાઓમા રે તનનાં વસ્ત્રા, નાક, આખ તથા કાન વગેરે શરીરના અવયવ તથા આભૂષા જોવામાં આવેછે તે ૪ જાતનાં વસ્ત્રો, આભૂષણા તથા શરીરના