________________
ગુજરાતની જૈનશ્ચિત કળા અને તેને ઈતિહાસ રીતે ચીતરાએલા છે. ત્યાર પછી, એક પાટલી કે જેનાં ચિત્ર મોટે ભાગે ઘસાઈ ગએલાં છે તે સંવત ૧૪૫૪માં લખાએલી તાડપત્રની “સૂત્રકૃતાંગ વૃત્તિની પ્રત ઉપરથી મળી આવે છે તેનો વારો આવે છે, જેમાં પ્રભુ મહાવીરના પૂર્વના સત્તાવીસ ભો પૈકીના કેટલાક ભવો એક બાજુ ચીતરેલા જણાઈ આવે છે, અને બીજી બાજુ પંચકલ્યાણક ચીતરેલા ઘણાખરા સ્પષ્ટ સચવાઈ રહેલા મળી આવ્યા છે. જે તેની બીજી પાટલી મળી આવી હોત તે પૂર્વના સત્તાવીશ ભવના ચિત્રો પણ મળી આવ્યાં હેત; પરંતુ કાર્યવાહકોની બેદરકારીને લીધે બીજી પાટલીને સમૂળગો નાશ થયો છે. આ પાટલી પણું નાશ પામતાં પામતા મુનિશ્રી પુરયવિજયજીના જોવામાં આવવાથી બચવા પામી છે.
આ સિવાય ગુજરાત પ્રાંતનાં મુખ્ય મુખ્ય શહેરો જેવાં કે અમદાવાદ, પાટણ, રાધનપુર, ખંભાત તથા સરતનાં જન મંદિરોમાં લાકા ઉપરનાં ચિત્રકામ તથા કાતરકામે જે મારા જાણવામાં અને જોવામાં આક્યાં છે તેનાં ચિત્રો વગેરે વિસ્તારભયથી નહિ આપતાં તેનાં સ્થળાની માત્ર યાદી આપીને જ સંતોષ માનું છું. અમદાવાદનાં જેના લાકડા ૧ માંડવીની પોળમાં શ્રી સમેતશિખરજીની પિળના મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં લાકડામાં કેતરીને સમેતશિખરજીના પહાડની લગભગ પંદર ફૂટ ઊંચાઈની રચના કરવામાં આવી છે, જે લગભગ ત્રણ વર્ષ પહેલાંની છે. સાંભળવા પ્રમાણે પહેલાં તે આખે ડુંગર ગાળ ફરતે હતિ તેવી રીતની ગોઠવણી હતી. દેરાસરના લાકડાના થાંભલા પરનાં ચિત્રો ઉપર ધૂળના થરના થર જામી જવાને લીધે અસ્પષ્ટ બનેલાં એ ચિત્રો બારીકાથી જોનારને આજના વહીવટદારોની તે પ્રત્યેની બેદરકારીની સાક્ષી આપી રહ્યા છે. દસ બાર વર્ષ પહેલાં જ્યારે હું ના હો ત્યારે આ દેરાસરની બહારની ભીંત ઉપર કેટલાંક સુંદર ચિત્રો ને મારી નજરે જેએલા હતાં, અને હું ભૂલનો ને હોઉ તો, તેમાના એક ચિત્રમાં ઈલાચીકુમાર અને નટડીના પ્રસંગને લગતાં નાટયપ્રયોગનાં ઘણું જ મહત્ત્વનાં ચિત્રો હતાં. બીજી એક ચિત્રમાં મધુબિંદુનાં દષ્ટાંતને લગતાં ચિત્રો હતાં અને બીજું ચિત્રો જૈન ધર્મની કેટલીક કથાઓને લગતા હતાં. આજે જાણોદ્ધારના નામે તેમજ નવીન કરાવવાના માહે એ સુંદર ચિત્રોનું નામનિશાન પણ રાખવામાં આવ્યું નથી.
૨ ઝવેરીવાડ વાઘણુળમાં શ્રી અજિતનાથ (બીજા તીર્થંકર)ના દેરાસરમાં લાકડામા કાતરી કાઢેલે એક નારીકુજર છે, જે આ પુસ્તકમાં આગળ (ચિત્ર. ન. ૧૫-૧૫૩માં) રજુ કરવામા આવ્યો છે. પહેલા આ નારીકુંજર જેનેના ધાર્મિક વરઘોડામાં ફેરવવામાં આવતું. તેમા તથા દેરાસરના રગમંડપમાંની થાંભલીઓ ઉપરની ચારે બાજુની પાટડીઓમાં બહુ જ સુંદર લાકડાનું કેનરકામ આજે પણ વિદ્યમાન છે. આ દેરાસર અમદાવાદના હાલના નગરશેઠના પૂર્વજોએ બંધાવેલુ છે.
૩ ઝવેરીવાડ નિશાળમાં વિજયરાજસૂરગચ્છવાળાઓના વહીવટવાળા શ્રી શાંતિનાથ ભગવાન (સાળના તીર્થંકર)ના દેરાસરમાં લાકડાના સુંદર કોતરકામે આવેલાં છે, જે તેના વહીવટ દારોએ બહુ જ કાળજીપૂર્વક સંભાળભરી રીતે સુરક્ષિત રાખ્યા હોય તેમ, તે દરેક ઉપર જડી દીધેલા કાચ જેવાથી નિરીક્ષકોને દેખાઈ આવે છે. કાચ ઘણા સંભાળપૂર્વક જડેલા છે કે જેથી તેના ઉપર