________________
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેના ઇતિહાસ
ગુજરાતની તાડપત્રની પ્રાચીન કળા
તાડપત્રનો સમય [ઇ. સ. ૧૧૦૦ (અગર તેનાથી પ્રાચીન)થી ઈ. સ. ૧૪૦૦ સુધી]
૩૯
ગુજરાતની પ્રાચીન તાડપત્રની કળાને આપણે બે વિભાગમાં વહેંચી નાખી છે. અગાઉ આપણે જોઇ ગયા કે પાટણના ગૂર્જર રાજ્યની સ્થાપના મુખ્યત્વે જેનેાના સહકારથી થએલી છે. જેન ધર્મ તથા જૈન શ્રભોને મળતા રાજ્યાશ્રયથી દસમાથી તેરમા શતક સુધીમા જૈન શ્રમણાએ ગુજરાતના પાટનગરમાં તથા અન્ય સ્થળાએ રહીને ઘણા અગત્યના ગ્રંથા રચીને ગુજરાતનું સાહિત્ય ઉત્પન્ન કરેલું છે. જૈન શ્રમણાએ રચેલું સાહિત્ય બાદ કરીએ તે ગુજરાતનું સાહિત્ય અત્યંત ક્ષુદ્ર દેખાશે. સાહિત્યપ્રવૃત્તિ પુસ્તકાના સંગ્રહ વગર અશક્ય છે અને તેથી જ જૈનાએ પેાતાના ધાર્મિક સાહિત્ય ઉપરાંત, બૌદ્ધ તથા બ્રાહ્મણ ગ્રંથા પાટણ, ખંભાત, જેસલનીર વગેરેનાં સ્થળાએ આવેલા જ્ઞાનભંડારામાં સંગ્રહેલા હતા; અને આ ભંડારાના લીધે જ બૌદ્દો તથા બ્રાહ્મણેાના પ્રાચીન ગ્રંથા, જે કાઈ પણ ઠેકાણેથી મળે નહિ તેવા, આજે ઉપલબ્ધ થએલા છૅ.'
ગુજરાતના મહારાજા સિદ્ધરાજ જયસિંહદેવ કે કુમારપાળ પહેલાં જૈન ગ્રંથભંડારા હતા કે નહિ અને હતા તેા ક્યાં હતા તેની આજે માહિતી મળી શકતી નથી; છતાં જૈન ગ્રંથા તા છેક વિક્રમની છઠ્ઠી સદીમા લખાયા હતા (દેવહંગણુ ક્ષમાશ્રમણના સમયમા) એ નિર્વિવાદ છે; અને પછીથી ભારત પર અનેક વિદેશી હુમલા થયા હતા તેથી, તેમજ છટ્ઠા, સાતમા ને આઠમા સૈકામાં બૌદ્દોનું જામેલું જોર, કુમારિલ ભટ્ટ અને ત્યારપછી શંકરાચાર્યના ઉદ્ભવ, સને ૭૧૨મા આરખેાનું સિંધ દેશનુ જીતી લેવું વગેરે અનેક કારણાથી અગ્નિ, જલ અને જંતુઓના ઉપદ્રવને વશ થઈ તે ઘણે ભાગે નાશ થયા હતા. વિ. સં. ૯૨૭માં લખાએલી કલ્પસૂત્રની પ્રત ઉપરથી વિ. સં. ૧૪૨૭માં નકલ કરાએલી તાડપત્રની એક પ્રત અમદાવાદમાં ઉજમફેાઇની ધર્મશાળાના ગ્રંથભંડારમાં આવેલી છે. ત્યાર પછી ‘ગૂર્જરેશ્વર કુમારપાળે’ એકવીસજ્જ અને ધેાળકાના રાણા વીરધવલના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલે અઢાર કરોડના ખર્ચે મેટા ત્રણ ભંડારા સ્થાપેલા હતા. પરંતુ અત્યંત દિલગીરીની વાત છે કે આ મહત્ત્વના ગ્રંથભંડારા પૈકીનું એક પણ પુરતક આજે પાટણના ભંડારામા જોવામાં નથી આવતું. આના કારણમા ઊતરતા જણાય છે કે કુમારપાળની ગાદીએ આવનાર અજયપાલ જેના અને જૈન ધર્મના એટલે બધા દ્વેષી બન્યા હતા કે જૈન સાહિત્યના નાશ કરવામાં તેણે પેાતાનાથી બનતી બધી કેાશિષ કરી હતી. આથી ઉદયન નામના જૈન મંત્રીના પુત્ર આ×ભટ્ટ નથા ખીજાએ તે સમયે પાટણથી ગ્રંથભંડાર ખસેડી જેસલમીર લઇ ગયા હતા. જેસલમીરના ગ્રંથભંડારા મધ્યેની તાડપત્રની પ્રતે મુખ્યત્વે પાટણની જ છે.’
પ્રાચીન તાહપગની કળાના પ્રથમ વિભાગ વિ. સં. ૧૧૫૭ થી ૧૩૫૬ સુધી] તાડપત્રની ચિત્ર વગરની જૂનામાં જૂની પ્રત વિ.સં. ૧૧૩૯મા લખાએલી મળી આવી છે, અને
૩૪ ‘કુમારપાલ પ્રબંધ' ભાષાંતર પા, ૯૬ ૨૭,