________________
જૈન ચિત્રકલ્પમ મળી આવેલા જૂનામાં જૂના ચિત્રાના નમૂનાઓ વેતાંબર સંપ્રદાયની નિશીથચૂર્ણની પ્રતમાં કે જે પ્રત પાટણના સંધવીના પાડાના ભડારમાં વિ.સં. ૧૧૫૭ (ઈ.સ. ૧૧૦૦)માં ગુજરાતના પ્રાચીન બંદર ભૃગુકચ્છ (ભરૂચ)માં લખાએલી મળી આવી છે. (લેખન વિ. ચિ. નં. ૧૨-૧૩). પછી ખંભાતના શાંતિનાથ ભંડારમાં આવેલી “જ્ઞાતા અને બીજા ત્રણ અંગસૂત્રની ટીકાવાળી પ્રતમાં બે ચિત્રો મળી આવ્યાં છે (ચિત્ર નં. ૮૯) જેની તારીખ વિ.સં. ૧૧૮૪ (ઈ.સ. ૧૧૨૭) છે. આ બંને પ્રતા ગુજરાતના પ્રથમ મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના રાજ્ય અમલ દરમ્યાન લખાએલી છે. ત્યાર પછી બે પ્રતો ગૂર્જરેશ્વર કુમારપાળના રાજ્ય અમલ દરમ્યાનની મળી આવી છે. આ બે મતો પૈકીની એક ખંભાતના ઉપરોક્ત ભંડારમાંથી મળી આવી છે, જેનો લખ્યા સંવત ૧૨૦૦ છે. કુમારપાળના રાવ્યારહણના સંવત ૧૧૯ ઇતિહાસપ્રસિદ્ધ છે.૩૫ રાજ્યારોહણના બીજા જ વર્ષે લખાએલી આ પ્રતના છેલ્લા પાના ઉપર એક ચિત્રમાં ત્રણ વ્યક્તિઓ ચીતરેલી છે, (ચિત્ર નં. ૧૦-૧૧) જેમાં બે જૈન શ્રમણોની અને એક બે હાથની અંજલિ જોડીને ઊભેલી ગૃહસ્થની પ્રતિકૃતિ છે. મારી માન્યતા પ્રમાણે આ પ્રતિકૃતિએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ તથા તેમના શિષ્ય શ્રી મહેન્દ્રસૂરિની અને ઊભી રહેલી ગૃહસ્થની પ્રતિકૃતિ તે કુમારપાળની હોય એમ લાગે છે. બીજી પ્રત વિ. સં. ૧૨૧૮માં લખાએલી ધનિર્વનિ તથા બીજા છ ગ્રંથની છે. આ પ્રત વડોદરાથી ચાર જ માઈલ દૂર આવેલા વડોદરા રાજ્યના તાબાના છાણ ગામના જૈન ગ્રંથભંડારમાંથી મળી આવી છે. આ પ્રતિમાંના સોળ વિદ્યાદેવી, સરસ્વતી, લક્ષ્મી, અબિકા તથા કપર્દિ અને અને બ્રહ્મચાતિયાનાં કુલ મળી એકવીસ ચિત્રા જૈન મૂર્તિવિધાન શાસ્ત્રની દૃષ્ટિએ ઘણું જ મહત્વના છે. (ચિત્ર ન. ૧૬ થી ૩૬ અને ૩૮થી ૪૨). આના પછી. સંવત ૧૨૯૪માં લખાએલી “વિષષ્ઠી શલાકા પુરુચરિત્રને દસમા પર્વની પ્રતમાં આવેલા છેલ્લાં ત્રણ ચિત્રાનો વારો આવે છે (ચિત્ર નં. ૧ર થી ૧૪). આ ચિત્રો પૈકીના છેલ્લા એક ચિત્રને બાજુએ રહેવા દઈને બાકીના બે ચિત્રાને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ તથા કુમારપાળના ચિત્ર તરીકે આજદિન સુધી ઓળખાવવામાં આવેલાં છે. આના પછી ખંભાતના શનિનાથના જ ભંડારમાં આવેલી “શ્રીનેમિનાથ ચરિત્રની પ્રતમાં આવેલા બે ચિત્રા (ચિત્ર ન. ૪૪ ૪૫) કે જેનો સમય વિ.સં. ૧૨૯૮નો છે, તેને વારો આવે છે. ત્યાર પછી પાટણના સધવીના પાડાના ભંડારમાં આવેલી સંવત ૧૩૧૩માં લખાએલી કથારત્નસાગરની તાડપત્રની પ્રતિમાંનાં બે ચિત્રા (ચિત્ર નં. ૪૬-૪૭) આવે છે. તે પછી સં. ૧૩૨૭માં લખાએલી “શ્રાવક પ્રતિક્રમણ ચૂર્ણની તાડપત્રની પ્રત કે જે અમેરિકાના બટન મ્યુઝિયમમાં આવેલી છે તે મથેના બે ચિત્રોનો ક્રમ આવે છે. ત્યાર પછી સંવત ૧૩૩પમા લખાએલી પાટણના સંધવીના પાડાના ભડારની જ કલ્પસૂત્ર-કાલકથાનાં બે ચિત્રા (ચિત્ર નં. ૫૦-૫૧) અને પછી સંઘના ભંડારની વિ.સં. ૧૯૩૬માં લખાએલી પ્રતનાં પાંચ ચિત્રા પૈકીનાં બે ચિત્રો (ચિત્ર નં. ૪૮-૪૯) જે આ ગ્રંથમાં રજુ કરવામાં આવ્યાં છે તે આવે છે. પછી આવે સં. ૧૩૪૫માં લખાએલી સુબાહુ કથા તથા બીજી સાત કથાઓની તાડપત્રની પિથી કે જેમાંનાં વીસ ચિત્રો
૩૫ કુમારપાલ પ્રબ' ભાષાતર ૫ ૮૬ ૩૬ ટિ ૧ લેખ ન. ૮ તથા ૧૪,