________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૧૧૭ વગેરેના ભૂકાની નિર્માલ્ય પિટલીઓ બદલવી, જ્ઞાનભંડાર અને પુસ્તકોને ઉપયોગી સાધન વગેરે હાજર કરવાં આદિ કશું જ ન કરતાં માત્ર “સાપ ગયા અને લીસોટા રહ્યા' એ કહેવત મુજબ આજકાલ વેતાંબર મૂર્તિપૂજક જેની વસ્તીવાળાં ઘણુંખરાં નાનાંમોટાં નગરોમાં થોડાંધણાં જે કામચલાઉ પુસ્તકો હાથ આવ્યાં તેને આડંબરથી ચંદરવા-પંઠિયાની વચમાં ગોઠવી તેના અતિસાધારણ પૂજાસત્કારથી જ માત્ર સંતોષ માનવામાં આવે છે. “જ્ઞાનપંચમી' પર્વના ઉપરોકત મૌલિક રહસ્ય અને તે દિવસના કર્તવ્યને વિચારવાને કારણે આજ સુધીમાં આપણું સંખ્યાબંધ જ્ઞાનભંડારો ઉધઈ આદિના ભક્ષ્ય બની ચૂક્યા છે.
જ્ઞાનપંચમીને આરંભ પ્રસ્તુત “જ્ઞાનપંચમી પર્વને આરંભ અમારા અનુમાન મુજબ પુસ્તકલેખનના આરંભની સાથેસાથે થવાને સંભધિaધારે છે. એટલે એ પર્વની ઉત્પત્તિ, સ્થવિર આર્ય દેવહિંગણિ ક્ષમાશ્રમણ જેવા પ્રૌઢ અને પ્રતિભાસંપન્ન જૈન સ્થવિરેના વિશાળ દીર્ધદશીપણાને જ આભારી છે એમ અમે એ દિવસના ઉદ્દેશ અને વ્યવસાયને ધ્યાનમાં લઈ ખાત્રીપૂર્વક કહી શકીએ છીએ. પારિભાષિક શો પ્રસ્તુત નિબંધમાં લેખનકળા સાથે સંબંધ ધરાવતાં અનેકવિધ સાધનો અને તેનાં પારિભાષિક નામ વગેરેને તે તે સ્થળે વિસ્તૃત પરિચય આપ્યા પછી જે કેટલાક ઉપયોગી પારિભાષિક શબ્દ રહી જાય છે તેમને અહીં પરિચય આપવામાં આવે છે?
૧ હસ્તલિખિત પુસ્તકને “પ્રતિ’ નામથી ઓળખવામાં આવે છે. આ “પ્રતિ’ શબ્દ “પ્રતિકૃતિ શદ ઉપરથી ટુંકાઈને બન્યાનું કહેવામાં આવે છે. ૨ હસ્તલિખિત પુસ્તકની બે બાજુએ રખાતા ભાજીનને “હાસિયા' કહેવામાં આવે છે અને તેની ઉપરનીચેના ભાગમાં રખાતા માર્જીનને “
જિલ્પા (. M=ા. મા=જીભ) તરીકે ઓળખવામાં આવે છે. ૩ પુસ્તકના હાંસિયાની ઉપરના ભાગમાં પ્રથનું નામ, પત્રાંક અધ્યયન, સર્ગ, ઉચ્છસ વગેરે લખવામાં આવે છે તેને “ડી” કહે છે. ૪ ગ્રંથના વિષયાનુક્રમને “બીજક' નામથી ઓળખવામાં આવે છે. ૫ પુસ્તકની અંદર અક્ષર ગણીને ઉલિખિત લોકસંખ્યાને “ગ્રંથાર્ગ” કહે છે અને પુસ્તકના અંતમાં આપેલી ગ્રંથની સંપૂર્ણ લોકસિંખ્યાને “સર્વાગંત્ર” અથવા “સર્વગ્રંથાચં' નામથી ઓળખવામાં આવે છે. ૬ જૈન મૂળ આગમો ઉપર રચાએલી ગાથાબદ્ધ ટીકાને નિક્તિ' કહેવામાં આવે છે. ૭ જૈન મૂળ આગમ અને નિર્યુક્તિ એ બંને ઉપર રચાએલી વિસ્તૃત ગાથાબહ વ્યાખ્યાને ‘ભાષ્ય” અને “મહાભાર્થ” નામથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર મૂળ આગમ ઉપર નિયુક્તિ અને ભાળ્યું હોય એના ઉપર વિસ્તૃત ગાથાબહ ટીકા રચવામાં આવે છે તેને “મહાભાખ્ય” નામથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર ભાષ્ય અને મહાભાષ્ય સીધી રીતે મૂળ સત્ર ઉપર પણ લખવામાં આવે છે. એકંદર રીતે નિયુક્તિ, ભાષ્ય અને મહાભાષ્ય એ ગાથાબદ્ધ ટીકાગ્રંથ છે. ૮ મૂળસૂત્ર, નિર્યુક્તિ, ભાગ્ય અને મહાભાષ્ય ઉપરની પ્રાકૃત-સંસ્કૃત મિશ્રિત ગાબંધ ટીકાને “ચૂર્ણ અને વિશેષચૂર્ણા નામથી ઓળખવામાં આવે છે. ૯ જૈન આગમાદિ ગ્રંથ ઉપર જે નાનીમોટી સંસ્કૃત વ્યાખ્યાઓ હોય છે તેને વૃત્તિ, ટીકા, વ્યાખ્યા,