________________
૨૪
જેન ચિત્રકલપકુમ પૌરાણિક યાદથી લઈ છેકણ પેશ્વાઓ સુધીના શક્તિશાલી ભારતીય રાજન્યોએ આ ભૂમિને પિતાના સામ્રાજ્યની સામ્રાજ્ઞી બનાવવા માટે મહાન પ્રયત્ન કર્યા છે, તેમજ યવને અને ગ્રીથી લઈ બ્રિટિશ સુધીના વિદેશીય રાજ્યોલુપ રાજ વર્ગોએ પણ એ સુંદરીના સ્વામી થવા માટે અનેક કો અને દુઃખ વેઠયા છે.
રાજ્ય લુપ ક્ષત્રિયોની માફક ધનલોલુપ ઉો પણ આ ભૂમિની આરાધના કરવા ઓછી નથી આવ્યા. યવન, ચીની, ગ્રીક, પારસિક, ગાંધાર, કંબોજ, માલવ વગેરે પ્રાચીન જગતના વો તેમજ ડચ, વલંદા, પિર્તુગીઝ, ફ્રેંચ, જર્મન અને અંગ્રેજ અમેરિકન વગેરે અર્વાચીન દુનિયાના સોદાગરે પોતાનું દારિદુ ખ દૂર કરવા માટે હમેશાં આ ભૂમિના કૃપાકટાક્ષની આશા કરતા રહ્યા છે.૨૦
સજાવ્યા જેને રસશણગાર' કવિવર ન્હાનાલાલની આ ઉક્તિ યથાર્થ જ છે. જેને આ ભૂમિને અને તેની પર્વતમાળાઓને જગતમાં જેની જોડ નથી તેવા કળાના ઉત્તમ નમૂના સમા ભવ્ય પ્રાસાદેથી અલંકૃત કરેલી છે. જ્યાં નજર નાખો ત્યાં આ ભૂમિની વિશિષ્ટતા રૂપ જૈન પ્રાસાદે શોભી રહ્યા છે. જૈન સંસ્કૃતિ અને તેના અજોડ “અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતની છાયા સમસ્ત ગૂર્જર પ્રજાના જીવન સાથે એટલી બધી વણાઈ ગઈ છે કે ગિરિગુફાથી શરૂ કરી સમૃદ્ધ શહેર લગીના આ ભૂમિના કેઈ પણ ભાગમાં વસનાર ગૂર્જરપુત્ર તેની અસરમાંથી મુક્ત નથી. લગભગ આખા યે ગુજરાતમાં પ્રજાના નૈતિક જીવન ઉપર જૈન ધર્મ ઊંડી અસર કરી છે. ગુજરાતની મહાજન સંસ્થાઓના વિકાસમા જેનેનો ફાળો ઘણું મટે છે. પ્રાચીન કાળથી હમેશાં તેઓ રાજકીય અને નાણાં વિષયક બાબતમાં મોખરે રહ્યા છે.
યાદવકુળતિલક, બાળ બ્રહ્મચારી, તીર્થકર અરિષ્ટનેમિ અને તેમના પિતરાઈ ભાઈ શ્રીકૃષ્ણની બેલડીએ નષ્ઠિક બ્રહ્મચર્યયુક્ત સાધુજીવન અને નિષ્કામ કર્મયોગના આદર્શો ગૂર્જરસંતાન પાસે મૂક્યા. આ ઉચ્ચ આદર્શોને વારસા મેળવનાર અને તેને જીવનમાં ઉતારી પ્રગતિ સાધનાર પ્રજાને, તે પછીના લગભગ ત્રણ હજાર વર્ષનો રસિક ઇતિહાસ આજ લગી અણશો પડ્યો છે. ત્યાર બાદ જૈન રાજર્ષિ ચંદ્રગુપ્ત મૌર્ય આ પ્રદેશ જીતી લઈ મહાન મૌર્ય સામ્રાજ્ય સાથે જોડી દીધું. તેના પ્રપાત્ર મહારાજા સંપ્રતિએ ગૂર્જર સંતાનને જગતના અજોડ સંત પ્રભુ મહાવીરના “અહિંસા પરમો ધર્મના પાઠ ભણાવ્યા અને આ પુણ્યભૂમિને અસંખ્ય જૈન પ્રાસાદથી વિભૂષિત કરી. આ અણમોલા પાઠ ગૂર્જરસંતાનોએ સુંદર રીતે વિકસાવ્યા અને ભવિષ્યને માટે જેવા ને તેવા જાળવી રાખ્યા.
કાળાતરે મૌર્ય સામ્રાજ્ય નબળું પડી નાનાં નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. આયાવર્તમાં બળવાન બનેલ બૌદ્ધ ધર્મ ગુજરાતમાં પણ આવ્યું અને થોડા વખત માટે જૈન તને ઝાંખી કરી. થોડા સમયમાં જૈનાચાર્ય શ્રી ધનેશ્વરસૂરિએ વલ્લભિપુરના સૂર્યવંશી મહારાણા શીલાદિત્યને ઉપદેશ આપી, જૈન ધર્મને રાયધર્મ બનાવ્યો. અને તેની પાસે શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યો. વલ્લભિપુર જૈન ધર્મનું કેન્દ્ર બન્યું. એક સમયે ત્યાં ૮૪ જિનમંદિરો જૈન ધર્મને વિજયધ્વજ ફરકાવી રહ્યા હતા.
૨૦ જુઓ પુરાતત્તવ વર્ષ પણું ૫. ૧-૩