________________
૧૦૨
જેન ચિત્રકામ તાડપત્રીય પુસ્તકોની લાંબી કતેની ઉપરનીચે લાકડાની પાટીઓ મૂકી, તેને દોરી વડે બાંધી, તેના ઉપર કપડાનું બંધન બાંધવામાં આવતું અથવા એ પોથીઓને લાકડાના ડબામાં રાખતા; પરંતુ નાના માપની તાડપત્રીય પ્રતા ઉપર કેટલીક વાર લાકડાની પાટી ન રાખતાં કાગળના પૂઠાના તૈયાર કરેલા અર્ધાખડા, –નેવાંનું પાણી ઝીલવા માટે રાખવામાં આવતા પરનાળાનાઆકારના દાબડામાં એને રાખતા અને તેની વચમાં પરોવી રાખેલી દેરી એના ઉપર વીંટવામાં આવતી. આ જાતના દાબડાઓની વચમાં રાખેલાં પુસ્તકો અત્યંત સુરક્ષિત રહેતાં. આ કાગળના દાબડા ઉપર માત્ર બંધન બાંધવામાં આવતું; લાકડાના દાબડાની એને માટે જરૂરત રહેતી નહિ. પરનાળા આકારના આ કાગળના દાબડા ઉપર મોટે ભાગે લાલ અને કોઇક વાર ધોળા રંગનું ખાદીનું કપડું મઢવામાં આવતું. પાટણ વગેરેના જ્ઞાનભંડારમાં આ જાતના દાબડા કેટલી યે પોથીઓ માટે બનાવેલા છે, જેમાંના કેટલાક તો પાંચ પાંચ શતાબ્દીઓના વાયરા ખાઈ ચૂક્યા છે અને કેટલાકે તો એ કરતાં પણ વધારે શતાબ્દીઓ વીતાવી છે.
ચામડાના દાબડાઓ ઉપર જણાવેલા કાગળના દાબડા ઉપર જેમ કપ વગેરે ભજવામાં આવે છે તેમ તેના ઉપર ચામડું પણ મઢવામાં આવતુ અને તેના ઉપર આજકાલ જેમ પ્રેસમાં પૂઠાં ઉપર ગૈાર વગેરેની ભાત પાડવામાં આવે છે તેમ ભાત પણ પાડવામાં આવતી. (જુઓ ચિત્રનં. ૮ આ નં. ૧) આ પ્રમાણે ચામડું મઢેલા દાબડાઓને અમે ચામડાના દાબડા તરીકે ઓળખાવીએ છીએ. આ દાબડાઓને જુદો પરિચય આપવાનું કારણ એ છે કે આજકાલ છાપેલાં પુસ્તકે ઉપર ચામડાનાં પૂઠાં જોઈ કેટલાક લોકો અપવિત્રતાની વાત કરી એ સામે ખૂબ જ અણગમો ઊભો કરે છે, એટલું જ નહિ પણ કેટલીક વાર એ સામે તેમજ તેવી બીજી વસ્તુઓ સામે અણઘટતી ધમાલ કરી છે છે. તેમનું ધ્યાન અમે દેરીએ છીએ કે પ્રાચીન જ્ઞાનભંડારોમાંના પુસ્તકો, ગુટકાઓ વગેરેનાં પૂઠાં પાટીઓ માટે ચામડાને ઉપયોગ બહુ જ છૂટથી થએલો જોવાય છે. પ્રાચીન તાડપત્રીય પુસ્તકનાં આદિ અંતનાં પાનાંને ઘસારો ન લાગે તેમજ તે જીર્ણ ન થાય એ માટે તેની ઉપરનીચે તાડપત્રનાં પાનાંના અભાવમાં ચામડાની પટ્ટીઓ મૂકવામાં આવતી હતી. (જુઓ ચિત્ર નં. ૩મા આકૃતિ ને. ૨)
ચંદનના દાબડા સામાન્ય રીતે પુસ્ત રાખવા માટે લાકડાના જે ડબાઓ બનાવવામાં આવતા તે સાગ વગેરે ચાલુ લાકડામાંથી બનાવાના, પરંતુ સુવર્ણાક્ષરી કે રીપ્લાક્ષરી કલ્પસત્રાદિ જેવા કિમતી તેમજ માન્ય ગ્રંથ રાખવા માટે ચંદન, હાથીદાંત વગેરેના દાબડાએ તૈયાર કરવામાં આવતા અને તેમાં એ મહાદ્ધ પુસ્તકોને રાખવામાં આવતાં–આવે છે. આ દાબડાએ કેટલીક વાર તદ્દન સાદા હોય છે અને કેટલીક વાર તેના ઉપર સુંદર કારણ અને સુંદર પ્રસંગે કોતરેલા પણ હોય છે.
પિથી અને દાબડા ઉપર નંબરે ઉપર પ્રમાણે તૈયાર થએલી પોથીઓ અને દાબડા ઉપર પોથી નંબર અને દાબડા નંબર