________________
ભારતીય જેન મણસંસ્કૃતિ અને લેખનકળા શરૂઆત કરી તે સંવતનું સૂચક આ ચિહ્ન છે, અર્થાત એ ચિહ ૯૮૦ ને એક છે; પરંતુ અમે આ બ્રાંત માન્યતા અને કલ્પના સાથે બીલકુલ મળતા નથી. ઉ૫ર અમે ત્રણ વિભાગમાં જે ચિહ બતાવી ગયા છીએ એમાં એવી એક પણ આકૃતિ નથી જે આપણને પ્રાચીન લિપિમાલાને આધારે ૯૮૦ અંકની કલ્પના કરવા પ્રેરે. ઊલટું તેમાની ઘણીખરી આકૃતિઓ એકાક્ષરાત્મક હેઈએ કલ્પનાને પાયા વિનાની જ ઠરાવે છે. અત્યારની, લગભગ છ સાત સૈકાથી એકસરખી રીતે ચાલી આવતી ‘ભલે મીંડા'ની આકૃતિ (વા) એ, પ્રાચીન કારના ચિહ્નમાંથી પરિવર્તન પામેલા કારની સાંકેતિક આકૃતિ છે.
લેખકેની ગ્રંથલેખનસમાપ્તિ જેમ લેખકો ગ્રંથલેખનના આરંભમાં દેવ, ગુરુ, ધર્મ, ઇષ્ટદેવ વગેરેને લગતાં અનેક જાતનાં મંગલો ઉપરાંત “ભલે ભીષા' તરીકે ઓળખાતી એંકારની આકૃતિ લખે છે તેમ પુસ્તક લેખનની समातिमा शुभं भवतु, कल्याणमस्तु, मंगलं महाश्री., लेखकपाटकयोः शुभं भवतु, शुभं भवतु सघस्य ઇત્યાદિ અનેક જાતના આશીર્વાદ ઉપરાંત , પાત્રા આ જાતનાં ચિહ્નો લખે છે. આ ચિહ્નો મુખ્યત્વે કરીને ગ્રંથની સમાપ્તિમાં જ લખાય છે, તેમ છતાં ઘણી યે વાર એ, ગ્રંથના વિષય, અધિકાર કે વિભાગની સમાપ્તિ થતી હોય ત્યાં પણ લખાય છે. આ ચિહ્ન શાનું હશે અને કયા દષ્ટિબિદુને લક્ષમાં રાખી તેને ઉપયોગ કરાતો હશે એ માટે કશો ઉલ્લેખ મળતો નથી. સામાન્ય નજરે જોતાં એ “છ” અક્ષર જણાય છે, પરંતુ અક્ષરના મરડનું ઔચિત્ય વિચારનાં એ “પૂર્ણકુંભ'નું ચિહ્ન હવાની અમારી કલ્પના છે. પૂર્ણકુંભને આપણે ત્યાં દરેક કાર્યમા મંગલ તરીકે પસંદ કરવામાં આવે છે, એ જ રીતે એની આકૃતિને અહીં અંય મગલ તરીકે પસંદ કરવામાં આવી હોય એમ અમારું અનુમાન છે.
ઉપર જણાવેલ ચિહથી અતિરિક્ત -દર-કે-આ જાતનાં ચિહ્નો પણ પ્રાચીન પુસ્તકના અંતમાં મળે છે (જુઓ ચિત્ર નં. ૧રમા ૨૬૩ પાનાની છેલ્લી લીટીમાં). આ ચિહ્નો શાનાં છે એ અમે સ્પષ્ટ કહી શકતા નથી, પરંતુ અમને લાગે છે કે જેમાં કેટલીક પ્રાચીન હસ્તપ્રતિમા પ્રથના ખારા ખાસ વિભાગે–જેવા કે અધ્યયન, ઉદ્દેશ, શ્રુતસ્કંધ, સર્ગ, ઉસ, પરિચ્છેદ, લંભક, કાંડ વગેરેની સમાપ્તિને એકદમ ધ્યાનમાં લાવવા માટે અનેક જાતની ચિત્રાકૃતિઓ આલેખવામાં આવે છે (જુઓ ચિત્ર નં. ૧૨-૧૩) તેમ આ પણ કોઈ પસંદ કરેલી અમુક જાતની ચિત્રાકૃતિઓ જ હોવી જોઈએ.
લેખકને એક પ્રયોગ રોમનલિપિમાં જેમ '12345 IIIIIIIVV ઇત્યાદિ આ પ્રમાણેના અંકાત્મક(સંખ્યા સુચક ચિહ૫) અને અક્ષરાત્મક એમ બે જાતના એકે વપરાય છે તેમ આપણ નાગરીલિપિના પ્રાચીન લહીઆઓ પણ તેમણે લખેલા પુસ્તકના પત્રકો માટે અંકાત્મક અને અક્ષરાત્મક એમ બે જાતના અંકનો પ્રયોગ કરતા હતા. આ બંને ય પ્રકારના અંકોનો ઉપયોગ પ્રાચીન શિલાલેખો અને પ્રાચીન